ગુજરાતનો સૌથી ઉત્તરી જિલ્લો From Wikipedia, the free encyclopedia
બનાસકાંઠા ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે. પાલનપુર તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો અંબાજી (યાત્રાધામ), ડીસા (બટાકા માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરા ઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે. બનાસ નદી ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે.
બનાસકાંઠા જિલ્લો | |
---|---|
જિલ્લો | |
સમઘડી દિશામાં ડાબે-ઉપરથી:: કીર્તિ સ્તંભ, અંબાજીમાં ગબ્બરનું મંદિર, મોકેશ્વર બંધ, વડગામમાં ખેતર, મગરવાડાનું મણિભદ્રવીરનું મંદિર | |
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
સ્થાપના | ૧ મે, ૧૯૬૦ |
મુખ્યમથક | પાલનપુર |
સરકાર | |
• જિલ્લા કલેક્ટર | આનંદ પટેલ[1] |
વિસ્તાર | |
• કુલ | ૧૨,૭૦૩ km2 (૪૯૦૫ sq mi) |
વસ્તી (૨૦૧૧)[2] | |
• કુલ | ૩૧,૨૦,૫૦૬ |
• ગીચતા | ૨૩૩/km2 (૬૦૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિન્દી, અંગ્રેજી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (સમયવિસ્તાર) |
વાહન નોંધણી | GJ-08 |
વેબસાઇટ | banaskantha |
જિલ્લાનો કુલ વિસ્તાર ૧૨,૭૦૩ ચોરસ કિલોમીટર છે અને તે રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે.
બનાસકાંઠા વિષમ હવામાન ધરાવે છે. આબોહવા એકંદરે સૂકી છે. ઉનાળામાં સખત ગરમી અને ઉત્તરે આવેલા રણને કારણે શિયાળામાં સખત ઠંડી પડે છે.[3] ભૌગોલિક રીતે બનાસકાંઠાનો ઉતર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. જયારે મઘ્ય ભાગ સપાટ અને રેતાળ છે. પશ્ચિમનો ભાગ કચ્છના રણનો વિસ્તાર છે તે ખારો પ્રદેશ છે.
બનાસકાંઠામાં બે અભયારણ્યો બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય અને જેસોર રીંછ અભયારણ્ય આવેલા છે.
બનાસકાંઠા જિલ્લો ૧૪ તાલુકાઓમાં વિભાજીત કરવામાં આવ્યો છે.
વર્ષ | વસ્તી | ±% p.a. |
---|---|---|
૧૯૦૧ | ૪,૩૭,૦૭૨ | — |
૧૯૧૧ | ૪,૧૮,૪૫૦ | −0.43% |
૧૯૨૧ | ૪,૪૦,૮૯૧ | +0.52% |
૧૯૩૧ | ૪,૭૭,૩૪૧ | +0.80% |
૧૯૪૧ | ૫,૪૮,૭૩૭ | +1.40% |
૧૯૫૧ | ૬,૯૬,૩૬૭ | +2.41% |
૧૯૬૧ | ૮,૯૯,૯૮૯ | +2.60% |
૧૯૭૧ | ૧૧,૪૬,૧૫૯ | +2.45% |
૧૯૮૧ | ૧૫,૧૪,૧૨૧ | +2.82% |
૧૯૯૧ | ૧૯,૮૧,૫૧૩ | +2.73% |
૨૦૧૧ | ૨૫,૦૪,૨૪૪ | +1.18% |
૨૦૧૧ | ૩૧,૨૦,૫૦૬ | +inf% |
સંદર્ભ:[4] |
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાની વસ્તી ૩૧,૧૬,૦૪૫[2] વ્યક્તિઓની છે, જે મંગોલિયા દેશની વસ્તી સમાન છે[5] અથવા અમેરિકાના આયોવા રાજ્ય જેટલી છે.[6] દેશના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ તેનો ક્રમ ૧૧૧મો આવે છે.[2] ૨૦૦૧-૧૧ના દાયકા દરમિયાન વસ્તી વધારાનો દર ૨૪.૪૩% રહ્યો હતો.[2] બનાસકાંઠા જિલ્લામાં જાતિ પ્રમાણ ૯૩૬ અને સાક્ષરતા દર ૬૬.૩૯% છે.[2]
બનાસકાંઠામાં એક લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.