From Wikipedia, the free encyclopedia
ગુજરાતી વિશ્વકોશ એ ગુજરાતી ભાષાનો પ્રથમ અને એકમાત્ર જ્ઞાનકોશ છે. આ જ્ઞાનકોશમાં વિશ્વભરનું વિવિધ વિષયોને લગતું જ્ઞાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેનું પ્રકાશન ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
બ્રિટીશ ઍન્સાઇક્લોપીડિયા જેવો ગુજરાતી ભાષામાં પણ જ્ઞાનકોશ હોવો જોઇએ તેવો સૌપ્રથમ વિચાર સંત પૂજ્ય શ્રી મોટાને આવ્યો. ગુજરાતીમાં વિશ્વકોશ તૈયાર કરવા માટે તેમણે ગુજરાત યુનિવર્સિટીને રૂ।.૧૦ લાખનું દાન આપ્યું. યુનિવર્સિટીએ આ માટે જુદો વિભાગ રચીને ડૉ. ધીરુભાઇ ઠાકરને તેનું કામ સોંપ્યું.[૧] પણ વધારાની સરકારી સહાય ઉપલબ્ધ ન થતા કામ આગળ ન વધ્યું. થોડા વર્ષો બાદ સાંકળચંદભાઇ પટેલે ભાષા પ્રેમથી પ્રેરાઇને આ માટે જરૂરી રકમ આપવાની બાંહેધરી આપી અને પુનઃ કામ શરું થયું. ત્યાર બાદ ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટની સ્થાપના થઈ. શ્રેણીક્ભાઇ કસ્તુરભાઇ તેના પ્રથમ મુખ્ય અધ્યક્ષ બન્યા. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ કામ કરવા માટે મકાનની સગવડ કરી આપી. તેમાં જરૂરી વ્યવસ્થા થતાં ૨ ડિસેમ્બર ૧૯૮૫ના રોજ વિદ્વાનો અને થોડા કર્મચારીઓના સ્ટાફ સાથે વિશ્વકોશ-નિર્માણની શુભ શરૂઆત થઈ. વિશ્વકોશમાં સમાવેશ પામે તેવાં ૧૬૬થી અધિક વિષયોનાં ૨૩,૦૦૦થી વધુ અધિકરણોની વિષયવાર યાદી સહિત, સમગ્ર યોજનાનો વિગતે પરિચય આપતો ભૂમિકાખંડ તૈયાર થયો.[૨]
ગુજરાતી વિશ્વકોશમાં નીચે પ્રમાણેના વિષયો આવરી લેવાયેલ છે.[૪]
|
|
|
|
|
|
Seamless Wikipedia browsing. On steroids.