કચ્છનું રણ
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
કચ્છનું રણ (કચ્છી ભાષા: કચ્છ જો રણ) અનેક ક્ષારીય કળણો ધરાવતું વિશાળ ક્ષેત્ર છે. તેનો મોટોભાગ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો છે અને અમુક ભાગ પાકિસ્તાનના સિંધની દક્ષિણ છેડે આવેલો છે. તેને બે મુખ્ય ભાગમાં વહેંચી શકાય છે; કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ.
કચ્છનું રણ થરના રણનો એક ભાગ છે, જે ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના સિંધમાં ફેલાયેલું એક જૈવિક ભૂક્ષેત્ર છે. અહીં રણનો અર્થ "ક્ષારીય કળણ" સંપ્રત છે. આ ક્ષેત્રમાં મોસમી કળણ નિર્માણ થાય છે અને તેની વચ્ચે વચ્ચે આવેલા થોડી ઉંચાઈ ધરાવતા ''મેડક'' તરીકે ઓળખાતા ક્ષેત્રોમાં લીલોતરી ઊગી નીકળે છે.
આ કળણ કચ્છનો અખાત અને દક્ષિણ પાકિસ્તાનમાં સિંધુના મુખની વચ્ચે આવેલું છે અને 10,000 square miles (26,000 km2) જેટલું વિશાળ ક્ષેત્ર ધરાવે છે. તેના ઈશાન ખૂણે રાજસ્થાનમાંથી નીકળતી લુણી નદી વહે છે.
આ રણ ભારત-મલય ક્ષેત્રમાં આવેલું એક માત્ર પૂર ધરાવતું ઘાસનું મેદાન છે.[1] આ ક્ષેત્રની એક તરફ રેતાળ રણ અને બીજી તરફ સમુદ્ર આવેલો હોવાથી અહીં સુંદરવન અને રણના કંટાળી વનસ્પતિ ધરાવતા વિવિધપ્રકારના નિવસન તંત્રો નિર્માણ પામ્યા છે.[2] અહીંના ઘાસના મેદાન અને રણમાં જીવનારી પ્રજાતિઓએ આ ક્ષેત્રના કપરા વાતાવરણ સાથે અનુકુલન કરેલું છે. આમા કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓ સમગ્ર વિશ્વમાં માત્ર આજ ક્ષેત્રમાં જોવા મળે છે અને કેટલાંક વિલુપ્ત પ્રજાતિના પ્રાણીઓ અને વનસ્પતિઓ છે.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.