એક ધર્મ From Wikipedia, the free encyclopedia
ઇસ્લામ (અરબી: اسلام ) એક એકેશ્વરવાદી ધર્મ છે એ મુજબ એક માત્ર ઈશ્વર "અલ્લાહ"[1] છે અને પયગંબર હજરત મુહમ્મદ એના દૂત (સંદેશવાહક) છે.આ ધર્મ અલ્લાહના પયગંબર અને નબી મુહંમદ મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્યો. દિવ્ય આદેશથી મુહંમદ પયગંબર સાહેબ દ્વારા ૬ઠી સદીમાં ધાર્મિક ચળવળ ચલાવવામાં આવી, મુહંમદ પયગંબર સાહેબ જ આ ચળવળ અને સમાજના ધાર્મિક તથા રાજકીય નેતા મહંમદ કહેવાયા. એટલા માટે જ ઇસ્લામમાં ધર્મને રાજકરણથી અલગ નથી સમજવામાં આવતું. અનુયાયીઓની બાબતે ઇસ્લામ વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે. આના અનુયાયીઓની સંખ્યા ૧.૮૦ અબજથી વધારે છે (અર્થાત વિશ્વની વસ્તીના ૨૪.૧%), ઇસ્લામના અનુયાયી મુસ્લિમ કે મુસલમાન કહેવાય છે. મુસલમાનોની બહુમતી ધરાવતા ૫૦ દેશો છે. ઇસ્લામ શીખવાડે છે કે અલ્લાહ દયાળુ, સર્વ શક્તિમાન અને અજોડ છે જે પોતાના દૂતો, પવિત્ર ગ્રંથો અને પ્રાકૃતિક નિશાનીઓ દ્વારા માર્ગદશન કરે છે. મુસલમાનોનો મુખ્ય ધાર્મિક ગ્રંથ કુરાન છે જે અલ્લાહ તરફથી અવતરિત થયો હોવાનું મુસલમાનો માને છે. બીજા ધર્મગ્રંથોને સુન્નત કે હદીસ તરીકે ઓળખવામાં આવે છે, જે હજરત મુહમ્મદે જે વચનો કહ્યાં કે પોતાના જીવનમાં જે કાર્યો કર્યા એના સંગ્રહ છે. ઇસ્લામ શબ્દ અ-મ-ન (અમન – શાંતિ ) પરથી બન્યો છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
મુસલમાનોમાં મુખ્યત્વે બે સંપ્રદાયો જોવા મળે છે.(૧) સુન્ની મુસલમાનો (૭૫-૯૦%) અને શિયા મુસલમાનો (૧૦-૨૫%). ઇન્ડોનેશિયા વિશ્વનની ૧૩% મુસ્લિમ વસ્તી સાથે વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે. ૨૩% મુસલમાનો મધ્ય-પૂર્વ અને આફ્રિકામાં તથા ૩૧% મુસલમાનો દક્ષિણ એશિયા માં અને ૧૫% સબ-સહારાના આફ્રિકામાં વસે છે. કેટલાક મુસ્લિમ સમૂદાયો અમેરિકા, કોકેસસ, મધ્ય એશિયા, ચીન, યુરોપ, દક્ષિણ પૂર્વ એશિયાના ધરાતલ, ફિલીપાઈન્સ અને રશિયામાં પણ વસવાટ કરે છે.
એટલે ઇસ્લામનો અર્થ થયો કે અલ્લાહને સમર્પિત થઈ એનું સંપૂર્ણ રીતે આજ્ઞાપાલન કરવું અને ઈમાનનો અર્થ થયો કે પોતાના સર્જનહાર, સ્વામી અને માલિકમાં શ્રદ્ધા રાખી તેનો એકરાર કરવો.
પૂર્ણતઃ ઈમાનનો અર્થ છે અલ્લાહને તેના સર્વગુણો, વિશેષતા, પૂર્ણતા અને સંપૂર્ણ શ્રદ્ધા સહિત સ્વીકારવું. તદ્ પશ્ચાત એના આદેશાનુસાર જીવન વિતાવવાનો નિર્ધાર કરી સ્વંયને એના આઘીન કરવું એ ઇસ્લામ.
ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભો((arkān al-Islām أركان الإسلام; also arkān al-dīn أركان الدين "pillars of the religion") દરેક મુસલમાન માટે ફરજીયાત માનવામાં આવે છે. આ બાબતો પ્રસિદ્ધ હદીસ "હદીસ એ જિબ્રિલ" માં વર્ણવવામાં આવી છે.
સુન્ની ઇસ્લામ જૂથમાં 5 સ્તંભોને માનવામાં આવે છે જયારે શિયા ઇસ્લામ જુથમાં 6 સ્તંભો છે.
ઈસ્લામમાં એક સાચા મુસલમાન માટે આ સાત બાબતોમાં શ્રદ્ધા હોવી અનિવાર્ય છે:
૧. એકેશ્વરવાદ: મુસલમાનો એક જ ઈશ્વરને માને છે, જેને તેઓ અલ્લાહ (અને ફારસીમાં ખુદા) કહે છે. મુસલમાનો માટે બીજા દેવતાઓની પૂજાને મહાપાપ ગણાય છે. અલ્લાહનું કોઈ પણ ચિત્ર કે મૂર્તિ બનાવવી અથવા કોઈ બીજા ચિત્ર કે મૂર્તિને પૂજવી પાપજનક ગણાય છે. કેમ કે સાચા અલ્લાહના સ્વરૂપની કલ્પના કરવી કે સમજણ કેળવવી અશક્ય છે.
૨. રિસાલત (ઈશદૂતત્વ): ઈસ્લામ ઘણા નબીઓ (સંદેશાવાહકો)માં માને છે, જેમાં મૂસા, ઈબ્રાહિમ, યાહયા, ઈસા વગેરે સામેલ છે. પણ સૌથી છેલ્લા નબી (પયગંબર) મુહમ્મદ છે.
૩. ધર્મ પુસ્તક: મુસલમાનો ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. કુરાનમાં કુલ ચાર પુસ્તકોની વાત છે સફૂહ એ ઈબ્રાહિમી, તૌરાત, જબૂર અને ઈંજીલ(બાઈબલ).
૪. ફરિશ્તા (અરબીમાં મલાઈકા): ફરીશ્તા પવિત્ર અને શુદ્ધ ઓજસથી બનેલી અમૂર્ત હસ્તિઓનું નામ છે. તે સમજુ અને નિર્દોષ છે. કુરાનમાં તેમની કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરીશ્તા ન પુરૂષ છે ન સ્ત્રી. તે તો સમય સંજોગો અનુસાર જુદાજુદા સમયે જુદીજુદી રીતે દેખાય છે.
૫. કયામત(પ્રલય)નો દિવસ: મુસલમાનોની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જેને આખિરત કહે છે. સૃષ્ટીનો સર્વનાશ થઈ ગયા પછી કયામતનો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરના બુદ્ધિમાન લોકોને જીવન પ્રદાન કરીને મેદાન હશરમાં ભેગા કરવામાં આવશે, ત્યાં તેમનું જીવન બતાવવામાં આવશે અને તેમના પાપોનો હિસાબ લેવામાં આવશે. ખુદા પ્રત્યેના પાપને ખુદા ઈચ્છે તો માફ કરી શકશે. જ્યારે મનુષ્યોએ મનુષ્યો પ્રત્યે આચરેલા પાપોની સજા તેનો ભોગ બનેલા લોકો નક્કી કરશે. મનુષ્યોને તેમના સારા કાર્યો અને વર્તનના આધારે સ્વર્ગ કે નર્કમાં મોકલવામાં આવશે.
૬. નસીબ: મુસલમાન હોવા માટે નસીબમાં વિશ્વાસ રાખવો જરૂરી છે. તે વિશ્વાસ એટલે, અલ્લાહ સમય અને જગ્યામાં કેદ નથી અને દરેક વસ્તુના આગળપાછળની વાતો જાણે છે અને કોઈ પણ કાર્ય તેની ઈચ્છા વિના થતું નથી.
૭.બંદગી : ઇસ્લામમાં બંદગી ફરજિયાત છે. પાંચ સમયની નમાજ અને રોજા રાખવા એ અલ્લાહનો હુકમ છે.
જ્ન્નત (સ્વર્ગ): જે લોકો અલ્લાહ અને તેના રસુલે બતાવેલા રસ્તા પર ચાલ્યા હશે, તેને ક્યામતના દિવસે અલ્લાહ તેની કૃપાથી જન્નતમા દાખલ કરશે. જ્ન્નત અલ્લાહે એવી બનાવી છે કે, માણસે દુનિયામાં એની કલ્પના પણ નહી કરી હોય.
દોઝખ (નર્ક): જે લોકો અલ્લાહ અને તેના રસુલે બતાવેલા રસ્તા પર નહી ચાલ્યા હોય, તેને કયામતના દિવસે અલ્લાહ નરકમાં નાખશે ,જ્યાં એવા એવા વિચિત્ર પ્રાણીઓ હશે જેની માણસે દુનિયામાં કલ્પના પણ નહીં કરી હોય. નર્કની આગ અલ્લાહે એવી બનાવી છે કે એમા માણસને એક વાર નાખી બહાર કાઢવામાં આવશે અને તેને દુનિયાની આગમાં નાખવામાં આવે તો તે દુનિયાની આગમાં આરામથી સુઇ જશે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.