ભારતના ગુજરાત રાજ્યનું એક નગર From Wikipedia, the free encyclopedia
ભુજ (ઉચ્ચારણ (મદદ·માહિતી)) ગુજરાત માં આવેલું એક પ્રાચીન શહેર અને કચ્છ જિલ્લા અને ભુજ તાલુકાનું વહીવટી મથક છે.
ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહેર છે. પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું (જે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપમાં નુકશાન પામેલ છે) જૂનું ભુજ ઐતિહાસીક મહત્વ ધરાવે છે. અત્યંત સુંદર કોતરણી ધરાવતા મહેલો, મંદિરો અને પાંચ ગઢનાં નાકાં અને છઠી બારી તેના ઇતિહાસની યાદ અપાવે છે. અદ્યતન ભુજ, જિલ્લાનું વહીવટી મથક તથા ભારતની પશ્ચિમ સીમાનું સંરક્ષણ કેન્દ્ર પણ છે.
ભુજની સરેરાશ ઉંચાઇ ૧૧૦ મીટર છે. શહેરની પૂર્વ બાજુએ ભુજિયો ડુંગર આવેલો છે, જેના પર ભુજિયો કિલ્લો આવેલો છે, જે ભુજ શહેર અને માધાપરને જુદા પાડે છે. શહેરના મુખ્ય તળાવોમાં હમીરસર તળાવનો સમાવેશ થાય છે.
ભુજ બસ માર્ગે અમદાવાદ, રાજકોટ તથા મુંબઇ, નાસિક સાથે જોડાયેલું છે. રાજ્ય પરીવહનની બસથી ભુજ ગુજરાત અને રાજસ્થાનના અન્ય શહેરો તથા જોવાલાયક સ્થળો સાથે જોડાયેલું છે.
નવા ભુજ રેલ્વે સ્ટેશનથી રોજ મુંબઇ, દિલ્હી, પુના, અમદાવાદ અને વડોદરાની ટ્રેન સેવા ઉપલબ્ધ છે.
અઠવાડિયાની કુલ ૧૧ હવાઈ સેવાઓ ભુજ અને મુંબઈને જોડે છે.
હવામાન માહિતી ભુજ | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
મહત્તમ નોંધાયેલ °C (°F) | 36 (97) |
38 (100) |
43 (109) |
45 (113) |
47 (117) |
46 (115) |
40 (104) |
38 (100) |
40 (104) |
41 (106) |
40 (104) |
35 (95) |
47 (117) |
સરેરાશ મહત્તમ °C (°F) | 26 (79) |
28 (82) |
33 (91) |
37 (99) |
38 (100) |
36 (97) |
32 (90) |
31 (88) |
33 (91) |
35 (95) |
32 (90) |
37 (99) |
33 (92) |
સરેરાશ ન્યૂનતમ °C (°F) | 11 (52) |
13 (55) |
17 (63) |
21 (70) |
25 (77) |
26 (79) |
25 (77) |
24 (75) |
23 (73) |
21 (70) |
16 (61) |
12 (54) |
20 (67) |
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) | 1 (34) |
1 (34) |
8 (46) |
13 (55) |
16 (61) |
16 (61) |
19 (66) |
19 (66) |
17 (63) |
12 (54) |
7 (45) |
3 (37) |
1 (34) |
સરેરાશ precipitation મીમી (ઈંચ) | 0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
30 (1.2) |
160 (6.3) |
70 (2.8) |
40 (1.6) |
0 (0) |
0 (0) |
0 (0) |
300 (11.9) |
સરેરાશ વરસાદી દિવસો (≥ 0.1 in) | 0 | 0 | 0 | 0 | 0 | 2 | 9 | 4 | 3 | 0 | 0 | 0 | 18 |
Average relative humidity (%) | 54 | 52 | 53 | 56 | 60 | 70 | 76 | 78 | 78 | 72 | 52 | 55 | 63 |
સ્ત્રોત: Weatherbase[2] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.