From Wikipedia, the free encyclopedia
ભુજિયો કિલ્લો ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરની બહાર આવેલો કિલ્લો છે. આ કિલ્લો ભુજિયા ડુંગરની ઉપર બાંધવામાં આવેલો છે.[1][2][3][4][5]
ભુજિયો કિલ્લો | |
---|---|
ભુજિયો ડુંગર, ભુજ, ગુજરાત | |
ભુજિયો કિલ્લો | |
અક્ષાંશ-રેખાંશ | 23°14′47.58″N 69°41′26.67″E |
પ્રકાર | પર્વતીય કિલ્લો |
સ્થળની માહિતી | |
આધિપત્ય | ભારત સરકાર |
જાહેરજનતા માટે ખૂલ્લું | હા |
સ્થિતિ | આંશિક ખંડિત |
સ્થળ ઈતિહાસ | |
બાંધકામ | ૧૭૧૫-૧૭૪૧ |
બાંધકામ કરનાર | રાવ ગોદજી, મહારાવ દેશલજી પ્રથમ |
વપરાશમાં? | લશ્કરી / મથક |
બાંધકામ સામગ્રી | પથ્થર |
લડાઇ/યુદ્ધો | મુઘલ આક્રમણ (૧૭૨૦), સિંધના કેસરખાન અને શેર બુલંદખાનનું કચ્છ પર આક્રમણ (૧૮૩૫) |
આ કિલ્લો શહેરના સંરક્ષણ માટે જાડેજા શાસકો દ્વારા બાંધવામાં આવ્યો હતો. ભુજિયા કિલ્લાનું બાંધકામ કચ્છના શાસક રાવ ગોદજી પહેલા (૧૭૧૫-૧૭૧૮) દ્વારા ભુજના રક્ષણ માટે શરૂ કરવામાં આવ્યું હતું. જોકે તેનું મુખ્ય બાંધકામ અને પૂર્ણાહતિ તેના પુત્ર દેશલજી પ્રથમ (૧૭૧૮-૧૭૪૧) ના શાસન દરમિયાન થયું હતું. પાટનગર ભૂજના સંરક્ષણ માટે કિલ્લાની દિવાલ વધુ મજબૂત કરવામાં આવી હતી. ભૂજિયા ટેકરીને મજબૂત બનાવવામાં દેશલજી પ્રથમના દિવાન દેવકરણ શેઠે અગત્યનો ભાગ ભજવ્યો હતો.[2][6][7] આ કિલ્લાએ મુખ્ય ૬ યુદ્ધો જોયા છે, જે ૧૭૦૦ થી ૧૮૦૦ની સાલમાં કચ્છના રાજપૂત શાસકો અને સિંધના આક્રમણખોરો અને ગુજરાતના મોગલ શાસકો વચ્ચે થયા હતા.[2][7][1]
ભૂજિયા કિલ્લા પર પ્રથમ મુખ્ય યુદ્ધ દેશલજી પ્રથમના શરૂઆતી શાસન વખતે અને ગુજરાતના મોગલ સૂબા શેર બુલંદ ખાનના કચ્છ પરના આક્રમણ પર લડાયું હતું. કચ્છનું લશ્કર તે સમયે અનિશ્ચિત સ્થિતિમાં હતું. તે સમયે નાગા બાવાઓનું એક જૂથ કિલ્લાના નાગ મંદિરની પૂજાના બહાને કિલ્લામાં દાખલ થયું અને શેર બુલંદ ખાનના લશ્કર સામે યુદ્ધમાં જોડાયું. તે દિવસથી નાગા બાવાઓને નાગ પંચમીના દિવસ પર ખાસ મહત્વ આપવામાં આવે છે.[8]
૧૮૧૯માં કચ્છ રજવાડાએ જ્યારે બ્રિટિશ આધિપત્ય સ્વીકાર્યું ત્યારે કર્નલ વિલિયમ કોરે કિલ્લાનો કબ્જો લીધો હતો.[1] આ કિલ્લો ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ભારતીય સેના હેઠળ હતો. ૨૦૦૧ના ધરતીકંપ પછી ભારતીય સેનાએ કિલ્લો ખાલી કરીને નવી જગ્યા અપનાવી હતી.[3][6]
ભૂજિયો કિલ્લો આંશિક રીતે ખંડેર છે. કિલ્લાની અંદર જવા માટે બે દરવાજાઓમાંથી પસાર થવું પડે છે. કિલ્લાની અંદર અનિયમિત રીતે બંધાયેલ ઇમારતો આવેલી છે. કિલ્લાની ટોચની દિવાલો નબળી અને નુકશાન પામેલી છે.[9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.