ગુજરાતનો જિલ્લો From Wikipedia, the free encyclopedia
પંચમહાલ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. પંચમહાલ એટલે કે પાંચ મહાલ (જિલ્લા). આ પાંચ જિલ્લા ગ્વાલિયરના સિંધિયા રાજાએ બ્રિટિશરોને સોંપ્યા હતા. પાંચ મહેલ દેવગઢ બારીયા, જાંબુઘોડા, લુણાવાડા, સંતરામપુર અને પાવાગઢ હતા. આ આખા વિસ્તારને બ્રિટિશરોએ પંચમહાલ તરીકે નામ આપ્યું હતું. પંચમહાલ જિલ્લાનું મુખ્યમથક ગોધરા ખાતે આવેલું છે.
પંચમહાલ જિલ્લો | |
---|---|
જિલ્લો | |
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 22°45′N 73°36′E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | ગોધરા |
વિસ્તાર | |
• કુલ | ૫,૦૮૩.૧૪ km2 (૧૯૬૨.૬૧ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨૩,૮૮,૨૬૭ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વેબસાઇટ | panchmahaldp.gujarat.gov.in |
ઇ.સ. ૨૦૦૬ના પંચાયતી રાજ મંત્રાલયના અહેવાલ અનુસાર પંચમહાલ જિલ્લાનો દેશના સૌથી પછાત ૨૫૦ જિલ્લામાં સમાવેશ થતો હતો.[1] તે ગુજરાતના ૬ જિલ્લાઓમાં બેકવર્ડ રિજીયન ગ્રાંટ ફંડ પ્રોગ્રામ (BRGF) હેઠળ સહાય મેળવતો એક જિલ્લો છે.[1]
૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ આ જિલ્લાની જનસંખ્યા ૨૩,૮૮,૨૬૭ હતી.[2] ભારતના ૬૪૦ જિલ્લાઓમાં વસ્તી પ્રમાણે જિલ્લો ૧૮૭મો ક્રમ ધરાવે છે.[2] જિલ્લાની વસ્તી ગીચતા 458 inhabitants per square kilometre (1,190/sq mi) છે.[2] તેનો વસ્તી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ દરમિયાન ૧૭.૯૨% રહ્યો હતો.[2] પંચમહાલમાં લિંગ પ્રમાણ ૯૪૫ છે,[2] અને સાક્ષરતા દર ૭૨.૩૨% છે.[2]
વર્ષ | વસ્તી | ±% p.a. |
---|---|---|
૧૯૦૧ | ૨,૮૧,૮૭૬ | — |
૧૯૧૧ | ૩,૬૪,૪૨૪ | +2.60% |
૧૯૨૧ | ૪,૨૩,૯૯૨ | +1.53% |
૧૯૩૧ | ૫,૦૪,૫૮૦ | +1.76% |
૧૯૪૧ | ૫,૮૦,૫૬૩ | +1.41% |
૧૯૫૧ | ૬,૯૪,૦૫૪ | +1.80% |
૧૯૬૧ | ૮,૮૮,૫૪૯ | +2.50% |
૧૯૭૧ | ૧૧,૦૬,૪૪૧ | +2.22% |
૧૯૮૧ | ૧૩,૭૫,૧૦૧ | +2.20% |
૧૯૯૧ | ૧૬,૮૨,૩૩૩ | +2.04% |
૨૦૦૧ | ૨૦,૨૫,૨૭૭ | +1.87% |
૨૦૧૧ | ૨૩,૯૦,૭૭૬ | +1.67% |
સંદર્ભ:[3] |
પંચમહાલ જિલ્લામાં ૭ તાલુકાઓ આવેલા છે:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.