ચંદ્રયાન-૩
ભારતનું ત્રીજું ચંદ્ર ખોજ અભિયાન / From Wikipedia, the free encyclopedia
ચંદ્રયાન-૩ (ઉચ્ચારણ (મદદ·માહિતી)) ભારતનું ઇસરો દ્વારા સંચાલિત ચંદ્રયાન કાર્યક્રમ અંતર્ગત ચંદ્રમા પર સંશોધનના અભિયાનનું ત્રીજું સોપાન છે.[7] ચંદ્રયાન-૨ની જેમ જ આ અભિયાનમાં પણ વિક્રમ નામનું ઉતરાણ એકમ અને પ્રજ્ઞાન નામનું રોવર સામેલ છે. તેનું સ્થાનાંતર એકમ (propulsion module) પરિભ્રમણીક એકમની ભૂમિકા ભજવશે. સ્થાનાંતર એકમ ઉતરાણ એકમ અને રોવર બન્નેને જ્યાં સુંધી ચંદ્રની કક્ષામાં 100-kilometre (62 mi) સુધી ન પહોંચાય ત્યાં સુધી તેમનું વહન કરે છે.[8][9]
સ્વચ્છ ઓરડામાં ચંદ્રયાન-૩નું સંકલિત એકમ | |
અભિયાન પ્રકાર | ઉતરાણ એકમ · રોવર |
---|---|
ઑપરેટર | ઇસરો |
COSPAR ID | Adesh |
SATCAT no. | 57320 |
વેબસાઈટ | www |
અભિયાન અવધિ | 1 વર્ષો અને 27 દિવસો (વિતેલો સમય)
|
અવકાશયાન ગુણધર્મો | |
બસ | ચંદ્રયાન |
નિર્માતા | ઇસરો |
પ્રક્ષેપણ દ્રવ્યમાન | ૩૯૦૦ કિલો[1] |
વહનભાર દ્રવ્યમાન | પરિભ્રમણીક એકમ: ૨૧૪૮ કિલો ઉતરાણ એકમ એકમ (વિક્રમ): ૧૭૫૨ કિલો (૨૬ કિલોના રોવર પ્રજ્ઞાન સહિત) કુલ: ૩૯૦૦ કિલો |
વિદ્યુતબળ | પરિભ્રમણીક એકમ: ૭૫૮ W ઉતરાણ એકમ: ૭૩૮W, WS with Bias રોવર: ૫૦W |
અભિયાન પ્રારંભ | |
પ્રક્ષેપણ તારીખ | 14 July 2023 (14 July 2023) ૧૪:૩૫:૧૭ IST, (૯:૦૫:૧૭ UTC)[2][3] |
રોકેટ | એલવીએમ૩ એમ૪ |
પ્રક્ષેપણ સાઇટ | સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર |
કોન્ટ્રાક્ટર | ઇસરો |
ચંદ્ર orbiter | |
Spacecraft component | ઉતરાણ એકમ |
Orbital insertion | ૫ ઓગસ્ટ ૨૦૨૩ |
Orbital parameters | |
Pericynthion altitude | 153 km (95 mi) |
Apocynthion altitude | 163 km (101 mi) |
ચંદ્ર lander | |
Spacecraft component | રોવર |
Landing date | 2023-08-23 (2023-08-23) 18:02 ભારતીય માનક સમય, (12:32 UTC)[4] |
Landing site | 69.367621°S 32.348126°E / -69.367621; 32.348126 [5] |
(between Manzinus C and Simpelius N craters)[6] | |
ચંદ્રયાન લોગો ચંદ્રયાન કાર્યક્રમ ચંદ્રધૃવ સંશોધન અભિયાન(લુપેક્સ) → |
ચંદ્રયાન-૨ને ચંદ્રમા પર ઉતરવાની છેલ્લી ક્ષણોમાં માર્ગદર્શક સોફ્ટવેરમાં આવેલી ક્ષતિને કારણે ચંદ્રયાન-૨નું ઉતરાણ એકમ તુટી પડયા બાદ એવાં જ બીજા અભિયાનની પ્રસ્તાવના મૂકવામાં આવી.[10]
ચંદ્રયાન-૩ને ૧૪ જુલાઈના રોજ ભારતીય પ્રમાણિત સમય પ્રમાણે બપોરે ૦૨:૩૫ પ્રક્ષિપ્ત કરવામાં આવ્યું.[11] ઉતરાણ એકમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીકના પ્રદેશ પર ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સાંજના ૬:૦૪ વાગે ઉતર્યું. રોવરનું પાવર્ડ ઉતરાણ ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સાંજે ૦૫:૪૪ વાગે શરુ થયું અને રોવરનો ચંદ્રતલ (ચંદ્રની સપાટી)ને સ્પર્શ ૦૬:૦૪ વાગે થયો.[12]