![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bd/Indian_Space_Research_Organisation_Logo.svg/langgu-640px-Indian_Space_Research_Organisation_Logo.svg.png&w=640&q=50)
ઇસરો
ભારતની અંતરિક્ષ અનુસંધાન સંગઠન / From Wikipedia, the free encyclopedia
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (Indian Space Research Organisation) જેનુ મુખ્યાલય બેંગ્લોર શહેરમાં આવેલુ છે. અહી અંદાજે ૧૭,૦૯૯ (૨૦૨૧ મુજબ) [5]લોકો કામ કરે છે. ઇસરો વડે ભારત અને અન્ય દેશોના અવકાશયાન અવકાશમાં મોકલવામાં આવે છે. ઇસરોનો સમાવેશ વિશ્વની સૌથી છ (૬) મોટી સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે, જેમાં તેની સાથે નાસા, Roscosmos, ESA, CNSA, અને JAXA નો પણ સમાવેશ છે. તેનો પ્રાથમિક હેતુ સ્પેસ ટેકનોલોજીને આગળ વધારવાનો અને તેના એપ્લિકેશન્સનો ઉપયોગ રાષ્ટ્રીય લાભ માટે કરવાનો છે.[6]
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન) | |
---|---|
![]() | |
માલીક | અંતરિક્ષ વિભાગ, ભારત સરકાર |
સ્થાપના | ૧૫ ઓગસ્ટ,૧૯૬૯ |
મુખ્ય મથક | અંતરિક્ષ ભવન, બેંગલોર |
પ્રક્ષેપણ મથક | સતિષ ધવન અવકાશ મથક |
ઉદ્દેશ | અવકાશ સંશોધન |
સંચાલન | એસ. સોમનાથ[3] |
કોષ | ![]() |
ટુંકુ નામ | ઇસરો |
વેબસાઇટ | isro.gov.in |
ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને ઇસરો દ્વારા બાંધવામાં આવ્યું હતું અને ૧૯૭૫માં સોવિયેત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. રોહિણી પ્રથમ ઉપગ્રહ જેને ભારત-સર્જિત લોન્ચ વ્હીકલ SLV-3 દ્વારા ભ્રમણકક્ષામાં મુકવા માટે, ૧૯૮૦માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઇસરોએ ત્યારબાદ બે અન્ય રોકેટો વિકસાવ્યા: PSLV (Polar Satellite Launch Vehicle /ધ્રુવીય ઉપગ્રહ લોન્ચ વાહન) અને GSLV (Geosynchronous Satellite Launch Vehicle). ૨૦૦૮માં ભારતના પ્રથમ ચંદ્ર મિશનના ભાગ રૂપે ચંદ્રયાન-૧ લોન્ચ કરવામાં આવ્યું હતું.