![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/db/IST-CIA-TZ.png/640px-IST-CIA-TZ.png&w=640&q=50)
ભારતીય માનક સમય
From Wikipedia, the free encyclopedia
ભારતીય માનક સમય (Indian Standard Time (IST)) એ સમયક્ષેત્ર છે જે ભારત અને શ્રીલંકા દેશે અપનાવેલું છે, તેનો વૈશ્વિક સમય અનુબદ્ધતા(UTC) સાથે +૦૫:૩૦ (UTC+૫.૩૦) કલાકનો મેળ બેસે છે. એટલે કે GMT(ગ્રીનવિચ મીન ટાઈમ) કરતાં આ સમયક્ષેત્ર સાડા પાંચ કલાક આગળ ચાલે છે. ભારત ’ડેલાઈટ સેવિંગ ટાઈમ’ કે અન્ય ઋતુગત ફેરફારોને ધ્યાનમાં લેતું નથી. સેના અને ઉડયન ક્ષેત્રમાં ભારતીય માનક સમયને E* ("Echo-Star") દ્વારા નિર્દિષ્ટ કરાય છે.[1]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/db/IST-CIA-TZ.png/320px-IST-CIA-TZ.png)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7a/Standard_Time_Zones_of_the_World_%28October_2015%29.pdf/page1-640px-Standard_Time_Zones_of_the_World_%28October_2015%29.pdf.jpg)
ભારતીય માનક સમયની ગણતરી ૮૨.૫° પૂ. રેખાંશના પાયા પર, ઉત્તર પ્રદેશના અલ્હાબાદ નજીકના મિર્જાપુર (25.15°N 82.58°E / 25.15; 82.58)ના ઘડીયાળ ટાવરના આધારે કરાય છે, જે દર્શાવેલ રેખાંશની સૌથી નજીકનું સ્થળ છે.[2]
સમયક્ષેત્ર માહિતી કોષ્ટકમાં આ સમયનું પ્રતિનિધિત્વ ’એશિયા/કોલકાતા’ નામથી થાય છે.