![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/60/Asansol_Railway_Station.jpg/640px-Asansol_Railway_Station.jpg&w=640&q=50)
આસનસોલ
From Wikipedia, the free encyclopedia
આસનસોલ (બંગાળી: আসানসোল) ભારત દેશમાં કલકત્તા પછી પશ્ચિમ બંગાળ રાજ્યનું સૌથી મોટું શહેર છે. છોટાનાગપુરના પઠારની લગભગ મધ્યમાં પશ્વિમી સિમા પર સ્થિત આ શહેર ખનીજ પદાર્થો માટે પણ જાણીતું છે. અહીં દેશનું પ્રસિદ્ધ સેનેરૈલ સાઇકલનું કારખાનું આવેલું છે.[1] દસ લાખથી પણ વધું જનસંખ્યા ધરાવતું આ શહેર વર્ધમાન જિલ્લાનો એક તાલુકો પણ છે. વિશ્વમાં સૌથી વધું ઝડપે વિકસી રહેલા ૧૦૦ શહેરોમાં ભારતના મુખ્ય ૭ શહેરો પૈકીનું એક છે. તે કલકત્તાથી ૨૦૦ કિ.મી. દૂર આવેલું છે. દામોદર નદી અહીંથી પસાર થાય છે. શહેરની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કોલસા અને સ્ટીલ પર નિર્ભર છે. આ શહેર ઉત્તર બંગાળ, ઓરિસ્સા અને ઝારખંડ રાજ્યની સિમાઓને જોડે છે. આસનસોલ નામ બે અલગ-અલગ આસન (દામોદર નદીના પટ પર જોવા મળતી એક વૃક્ષપ્રજાતિ) વૃક્ષો અને સોલભૂમિ/Sol land (ખનીજો માટેની ઉત્કૃષ્ટ ભૂમિ) પરથી પડ્યું છે.
આસનસોલ | |||||||
— શહેર — | |||||||
![]() ૧૮૮૫માં નિર્મિત આસનસોલનું રેલ્વે સ્ટેશન | |||||||
આસનસોલનું પશ્વિમ બંગાળ | |||||||
અક્ષાંશ-રેખાંશ | 23°41′N 86°59′E | ||||||
દેશ | ![]() | ||||||
રાજ્ય | પશ્વિમ બંગાળ | ||||||
જિલ્લો | વર્ધમાન | ||||||
મહાપૌર | તાપસ બેનર્જી | ||||||
સાંસદ | વંશ ગોપાલ ચૌધરી | ||||||
ધારાસભ્ય | પ્રતિવ રંજન મુખર્જી | ||||||
વસ્તી | ૧૦,૬૭,૩૬૯ (2001) | ||||||
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 97 metres (318 ft) | ||||||
કોડ
| |||||||
વેબસાઇટ | bardhaman.gov.in/ |