ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ From Wikipedia, the free encyclopedia
વીડી (તા. અંજાર) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ છે[1]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[1].
વીડી (તા. અંજાર) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°05′36″N 70°00′27″E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
વીડી ગામ તાલુકા મથક અંજારથી ૪ કિમીના અંતરે આવેલું છે.
વીડી ગામ કચ્છ ગુર્જર ક્ષત્રિયો દ્વારા સ્થાપેયલ ૧૯ ગામોમાંનું એક છે.[2] [3][4][5][6] જોકે, ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપમાં ગૂર્જર ક્ષત્રિયોએ બનાવેલ જૂના મકાનોમાંથી મોટાભાગના નષ્ટ પામ્યા હતા.
કચ્છ ગૂર્જર ક્ષત્રિયો માંથી કેટલાક રેલ્વેના કોન્ટ્રાક્ટર બન્યા હતા અને ૧૮૬૦-૧૯૧૦ના સમયગાળામાં ખ્યાતિ પામ્યા હતા.[7][8][9]
વીડી ગામ ક્રિકેટ ખેલાડી રાજેશ ચૌહાણના વડવાઓનું ગામ છે.[10]
વીડી ગામની બહાર ગુફામાં હનુમાન મંદિર આવેલું છે, જે ખૂબ પ્રખ્યાત છે. ગામમાં ગૂર્જર ક્ષત્રિયોના કુળદેવીના મંદિરો આવેલા છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.