ભારતના ગુજરાત રાજ્યનું એક નગર From Wikipedia, the free encyclopedia
અંજાર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાનું શહેર તેમજ તાલુકા મથક છે. તે કચ્છના અખાતથી લગભગ ૧૫ કી.મી. અંતરે આવેલું છે. આ શહેર તેના સૂડી અને ચાકુ માટે પ્રસિદ્ધ છે.
અંજાર | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 23.1088°N 70.0290°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | કચ્છ |
તાલુકો | અંજાર |
ઊંચાઇ | ૮૧ m (૨૬૬ ft) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૮૭૧૮૩ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વાહન નોંધણી | GJ-12 અને GJ-39[2] |
અંજાર બાર-તેર સૈકા જૂનું કચ્છનું એક શહેર છે. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ વિ.સ. ૧૬૦૨ના માગશર વદ આઠમ-રવિવારના દિવસે તોરણ બાંધીને અંજાર શહેરની સ્થાપના કરી હતી. આજે પણ આ દિવસે શહેરના સ્થાપનાદિન ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. સ્થાપના પહેલાના સમયમાં આ વિસ્તાર અંજાડવાસ તરીકે ઓળખાતો હતો. અજેપાળના નામ પરથી આ વિસ્તાનું નામ અંજાર પડ્યું તેમ કહેવાય છે.[3] એક મત એવો પણ છે કે સુકાભઠ્ઠ કચ્છમાં અંજારની ફરતે ભૂગર્ભમાં અખૂટ જળ ભંડાર હતો. વાડીઓમાં અનાજ અને ફળોની વિપુલ માત્રામાં પેદાશ થતી. આ શહેર અનાજનું વેપાર કેન્દ્ર ગણાતું. અન્નની મોટી બજાર હતી. તેના પરથી 'અન્નબજાર' થયું અને કાળક્રમે તે અંજાર તરીકે ઓળખાવા લાગ્યું.
૧૯૦૧માં અંજારની વસ્તી ૧૮,૦૧૪ હતી. ૧૮૧૬માં અંજાર જિલ્લો તથા શહેર બ્રિટિશ હકુમત હેઠળ આવ્યું પરંતુ, ૧૮૨૨માં વાર્ષિક કરવેરા મારફતે ફરીથી કચ્છ રાજ્ય હસ્તક આવ્યું. ૧૮૩૨માં બ્રિટિશરોને કરવેરા ભરપાઇ કરી ન શકવાના કારણે, અંજાર ફરીથી બ્રિટિશ હકુમત હેઠળ આવ્યું.
૧૮૧૯માં અંજારમાં જબરદસ્ત ધરતીકંપ નોંઘાયેલ હતો જેમાં મકાનો તથા જાનમાલની ઘણી ખૂવારી થઇ હતી. ૨૧ જૂલાઈ ૧૯૫૬ અને આ સદીમાં આવેલા ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપમાં પણ અંજાર ભયાનક રીતે અસરગ્રસ્ત થયું હતું.
રાજાશાહી કાળમાં અંજાર શહેર ફરતે ગઢ હતો અને પ્રવેશ માટે પાંચ નાકા હતા. તે અનુક્રમે ગંગાનાકું, દેવાળિયા નાકું, સવાસર નાકું, સોરઠિયા નાકું અને વરસામેડી નાકું તરીકે ઓળખાય છે. શહેરના પ્રાચીન ગઢની દિવાલોના અવશેષ આજે પણ જોવા મળે છે. શહેરના સ્થાપના દિને નગરપતિ દ્વારા ગઢની દિવાલની પૂજા કરવામાં આવે છે. વારંવાર આવેલા ભૂકંપોના કારણે શહેરની પ્રાચીન નગર રચનાના માત્ર અવશેષો જ બચ્યાં છે. 'કચ્છમાં અંજાર મોટા શહેર છે હો જીરે..' એ રીતે પ્રાચીન ગીતોમાં પણ અંજારને સાંભળવા મળે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.