ગુજરાતનો જિલ્લો From Wikipedia, the free encyclopedia
ભરૂચ જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે. પ્રાચીન શહેર ભરૂચ, ભરૂચ તાલુકા અને જિલ્લાનું મુખ્ય મથક છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા આ જિલ્લામાંથી પસાર થાય છે.
ભરુચ જિલ્લો ભારત દેશની પશ્ચિમ પટ્ટી પરનું અગત્યનું ઔદ્યોગિક મથક બન્યો છે. ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર એક ઔદ્યોગિક કેન્દ્ર છે. આ ઉપરાંત ભરૂચ ખાતે રાસાયણિક ખાતર ઉદ્યોગ, દહેજ ખાતે પેટ્રોલિયમ તેમ જ રસાયણ ઉદ્યોગ અને ઝઘડીયા ખાતે જી.આઇ.ડી.સી. ખૂબ જ મોટા પાયે વિકસિત થયા છે.
ભરૂચ જિલ્લો ઉત્તર અક્ષાંશ ર૧૦ રપ' ૪પ" અને પૂર્વ રેખાંશ ૭ર૦ ૩૪' ૧૯" દક્ષિણ ગુજરાતમાં આવેલો છે. ઉત્તરમાં ખેડા જિલ્લો અને વડોદરા જિલ્લો, પૂર્વમાં નર્મદા જિલ્લો, પશ્ચિમે ખંભાતના અખાતના કિનારાનો લગભગ ૮૭ કિ. મી. જેટલો પટ અને દક્ષિણે સુરત જિલ્લાથી આ જિલ્લો ઘેરાયેલો છે. મહી નદી અને નર્મદા નદી આ જિલ્લાને અનુક્રમે આણંદ (જુનો ખેડા જિલ્લો) અને વડોદરા જિલ્લાથી અલગ પાડે છે. જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર ૯૦.૩૮ ચોરસ કિ.મી. છે, જે રાજયના કુલ વિસ્તારના ૪.૬૧ ટકા જેટલો થાય છે. ભરૂચ જિલ્લામાં ૧૦૦ કિ.મી. લાંબો દરિયાકાંઠો છે, જેના ઉપર ભરૂચ મઘ્યમ કક્ષાનું તથા દહેજ, કાવી અને ટંકારી નાની કક્ષાનાં બંદરો છે
નગરપાલિકાઓ | ૪ |
ગામ | ૬૬૧ |
ગ્રામ પંચાયતો | ૫૪૫ |
ગ્રામ મિત્રો | રપ૩પ |
પુરૂષ | ૮,૦૫,૭૦૭ |
સ્ત્રી | ૬,પ૬,૯૮૦ |
સાક્ષરતા | ૮૧.૫૧ ટકા |
સરેરાશ વરસાદ | ૭૬૦ મિ.મી. |
રેલવે (કિ.મી.) | રપ૭ કિ.મી. |
પ્રાથમિક શાળાઓ | ૧૦૧૪ |
માઘ્યમિક શાળાઓ | ૧રપ |
ઉચ્ચતર માઘ્યમિક શાળાઓ | ૪૭ |
યુનિવર્સિટી | દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી |
સિંચાઈ (હેકટરમાં) | ૧,૦૯,૭૭૭ |
સહકારી મંડળીઓ | ર૦૪૦ |
વાજબી ભાવની દુકાનો | પ૩ર |
આરોગ્ય |
---|
હોસ્પિટલ - ૬ |
આયુર્વેદિક - ૧પ |
રકતપિત્ત - ૧ |
ક્ષય-૧ |
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-૩૭ |
સામૂહિક આરોગ્ય કેન્દ્રો - ૦૮ |
મુખ્ય પાક | ઘઉં, જુવાર, બાજરી, કપાસ, તુવેર, ડાંગર , કેળ |
નદીઓ | નર્મદા, ઢાઢર, કીમ, ભુખી, ભાદર, નંદ, હંકરન, કાવેરી, અને મધુમતી. |
ઉઘોગ | યાંત્રિક, કેમિકલ્સ, રાસાયણિક, પ્લાસ્ટિક, કાચ, દવાઓ, ટેક્ષટાઈલ, કૃષિ, વનપેદાશો |
મેળાઓ | શુક્લતીર્થનો મેળો, દેવજગતનો મેળો, ગોદાવરી બાવાઘોરનો મેળો, હઠીલા હનુમાન કોટેશ્વરનો મેળો, ભાડભૂતનો મેળો, ગુમાનદેવનો મેળો, મેઘરાજાનો છડીનો મેળૉ (સૉનેરી મહેલ). |
જોવા લાયક સ્થળો | શુક્લતીર્થ, ગંધારનું મંદિર, સાસુ-વહુનાં દેરાસર- ઝાડેશ્વર, લખાબાવાનું મંદિર - લખીગામ, કબીરવડ, ગોલ્ડન બ્રિજ, નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર, ગુમાનદેવ, ગરૂડેશ્વર મહાદેવ મંદિર, કાવી, રામકુંડ, કડિયા ડુંગર, ઝાડેશ્વર મંદિર, ભૃગુ મંદિર, ભાડભૂત મંદિર વગેરે. |
Seamless Wikipedia browsing. On steroids.