ભારતની એક નદી From Wikipedia, the free encyclopedia
નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા-યમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૩૧૨ કી.મી. છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાંક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે.
નર્મદા રેવા | |
---|---|
નર્મદા નદી દર્શાવતો નકશો | |
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર |
શહેરો | જબલપુર, માંધાતા, બરવાણી, ઓમકારેશ્વર, બરવાહા, માહેશ્વર, મંડલા, ભરૂચ, રાજપીપળા, ધરમપુરી |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | નર્મદા કુંડ |
⁃ સ્થાન | અમરકંટક ઉચ્ચપ્રદેશ, અનૂપપુર જિલ્લો, મધ્ય પ્રદેશ |
⁃ અક્ષાંસ-રેખાંશ | 22°40′0″N 81°45′0″E |
⁃ ઊંચાઇ | 1,048 m (3,438 ft) |
નદીનું મુખ | ખંભાતનો અખાત (અરબી સમુદ્ર) |
• સ્થાન | ભરૂચ જિલ્લો, ગુજરાત |
• અક્ષાંશ-રેખાંશ | 21°39′3.77″N 72°48′42.8″E |
• ઊંચાઈ | 0 m (0 ft) |
લંબાઇ | 1,312 km (815 mi) અંદાજીત |
સ્રાવ | |
⁃ સરેરાશ | 1,447 m3/s (51,100 cu ft/s) |
સ્રાવ | |
⁃ સ્થાન | ગરૂડેશ્વર[૧] |
⁃ સરેરાશ | 1,216 m3/s (42,900 cu ft/s) |
⁃ ન્યૂનતમ | 10 m3/s (350 cu ft/s) |
⁃ મહત્તમ | 11,246 m3/s (397,100 cu ft/s) |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
ઉપનદીઓ | |
• ડાબે | બુરહનેર નદી, બંજર નદી, શેર નદી, શક્કર નદી, દુધી નદી, તવા નદી, ગંજાલ નદી, છોટા તવા નદી, કાવેરી નદી, કુંડી નદી, ગોઇ નદી, કરજણ નદી |
• જમણે | હિરણ નદી, તેંડોની નદી, ચોરલ નદી, કોલાર નદી, મન નદી, ઉરી નદી, હાતની નદી, ઓરસંગ નદી |
નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ નજીક નર્મદાને મળે છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે. નર્મદા નદીનો ઉપયોગ સિંચાઈ તથા વાહનવ્યવહાર માટે થાય છે. ચોમાસા દરમ્યાન ભરૂચ તથા અન્ય ભાગોમાં નાની મોટી હોડીઓ/વહાણોની મદદથી વાહનવ્યવહાર ચાલે છે.
નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નજીક સરદાર સરોવર બંધનો પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. બંધની ઊચાઇ ૧૩૮.૬૮ મીટર છે. આ બંધ ૧૨૧ મીટર સુધી બંધાતા ગુજરાતના લોકોનુ સ્વપ્ન સફળ થયું છે. આ યોજના દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં પહોંચાડાઇ રહ્યું છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર છત્તીસગઢ તથા રાજસ્થાનને પણ પાણી તથા વીજળી પહોચાડવામાં આવશે. સરદાર સરોવર બંધ તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદોમાં સપડાયો હતો. મેધા પાટકર તથા અરૂંધતી રોય બંધ વિરોધી ચળવળના આગેવાનો હતા. મેધા પાટકરના નર્મદા બચાઓ આંદોલને બંધનું કામ અટકાવવાની પહેલ પણ કરી હતી, પરંતુ ૧૯૯૯માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે સરકારને બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધને રોકવાની પહેલને વખોડી કાઢી હતી.
Seamless Wikipedia browsing. On steroids.