હિંદુઓ દ્વારા કરાતી ધાર્મિક પ્રાથર્ના વિધિ From Wikipedia, the free encyclopedia
પૂજા (સંસ્કૃત: पूजा) એ હિંદુઓ દ્વારા દેવી દેવતાઓનાં સન્માનમાં કરાતી એક પ્રકારની પ્રાર્થનાવિધિ છે.[૧][૨] બૌદ્ધ, જૈન ધર્મ અને શીખ ધર્મમાં પણ પૂજાનું ઘણું મહત્વ છે.
ઘર કે મંદિરમાં કરાતી પૂજામાં ધર્મ, સંપ્રદાય કે સ્થળ-કાળ પ્રમાણે ઘણી જ વિવિધતાઓ હોય છે. અહીં નીચે બહુમાન્ય એવી ષોડશોપચાર પૂજા તરીકે ઓળખાતી પૂજાનાં તબક્કાઓનું વર્ણન કર્યું છે.
પૂજનના સોળ ઉપચાર આ પ્રમાણે છેઃ આવાહન, આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવીત, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ નૈવેધ, નમસ્કાર, પ્રદક્ષિણા અને વિસર્જન.
વળી કોઈ આ પ્રમાણે પણ સોળ ઉપચાર ગણાવે છેઃ આસન, સ્વાગત, પાદ્ય, અર્ધ્ય, આચમનીયક, મધુપર્ક, સ્નાન, વસન, આભરણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેધ, વંદન અને પ્રદક્ષિણા[૩]
તાંત્રિક લોકો ૧૮, ૩૬ અને ૬૪ ઉપચારોથી પણ પૂજા કરે છે.
પૂજાના વળી સાત્ત્વિક, રાજસિક અને તામસિક એવા ત્રણ ભેદ છે.
વળી નિત્ય, નૈમિત્તિક અને કામ્ય એવા પણ પૂજાના ત્રણ પ્રકાર છે.
Seamless Wikipedia browsing. On steroids.