From Wikipedia, the free encyclopedia
ગોરખપુર જિલ્લો ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. તે ઉત્તર પ્રદેશનો એક મુખ્ય અને સૌથી મોટા જિલ્લાઓમાંનો એક છે. ગોરખપુર શહેર જિલ્લાનું વહીવટી મુખ્ય મથક છે.
ગોરખપુર જિલ્લો | |
---|---|
ઉત્તર પ્રદેશનો જિલ્લો | |
ગોરખપુર જિલ્લાનું ઉત્તર પ્રદેશમાં સ્થાન | |
દેશ | India |
રાજ્ય | ઉત્તર પ્રદેશ |
પ્રાંત | ગોરખપુર |
મુખ્યમથક | ગોરખપુર |
તાલુકાઓ | ૭ |
સરકાર | |
• લોક સભા મતવિસ્તારો | ગોરખપુર, બાંસગાંવ |
વિસ્તાર | |
• કુલ | ૩,૪૪૮ km2 (૧૩૩૧ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૪૪,૪૦,૮૯૫[2] |
• ગીચતા | ૧,૨૮૭.૯/km2 (૩૩૩૬/sq mi) |
• શહેરી વિસ્તાર | ૬,૭૩,૫૦૦ અંદાજિત |
વસ્તી વિષયક | |
• સાક્ષરતા | 77.83% |
• લિંગ પ્રમાણ | 950 |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | UP-53 |
મુખ્ય ધોરીમાર્ગો | NH 28, NH 233B, NH 29 |
વેબસાઇટ | gorakhpur |
ઇ.સ. ૧૮૦૧માં આ જિલ્લો અવધના નવાબ દ્વારા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપવામાં આવેલ વિસ્તારનો ભાગ હતો. ગોરખપુર જિલ્લાની રચના તેના પછી તરફ કરવામાં આવી હતી. ૧૮૧૩માં નેપાળી ગુરખાઓના આક્રમણને કારણે ૧૮૧૪નું અંગ્રેજ-ગુરખા યુદ્ધ થયું હતું, જે ૧૮૧૬ સુધી ચાલ્યું હતું અને તેમાં ગુરખાઓએ થોડો વિસ્તાર મેળવ્યો હતો. ઇ.સ. ૧૮૨૯માં ગોરખપુર પ્રાંતની રચના આઝમગઢ અને આર.એમ. જિલ્લાઓ સાથે કરવામાં આવી હતી. ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન મહંમદ હસને થોડો સમય માટે આ વિસ્તાર પર કબ્જો મેળવ્યો હતો પરંતુ અંગ્રેજ અને ગુરખા સેનાઓએ ઉત્તરમાં જંગ બહાદુર અને દક્ષિણમાં કર્નલ રોક્રોફ્ટના નેતૃત્વમાં ફરીથી વિજય મેળવ્યો હતો.[3]
ગોરખપુર જિલ્લો અક્ષાંશ 26°46N અને રેખાંશ 83°22E વચ્ચે સ્થિત છે. જિલ્લાનો કુલ વિસ્તાર ૩૩૨૧ ચો.કિમી. છે. તેની ઉત્તરમાં મહારાજગંજ જિલ્લો, પૂર્વમાં કુશીનગર અને દેવરિયા જિલ્લાઓ, દક્ષિણમાં આંબેડકર નગર, આઝમગઢ અને માઉ જિલ્લાઓ અને પશ્ચિમમાં સંત કબીર નગર જિલ્લો આવેલ છે. ગોરખપુર જિલ્લો ગોરખપુર પ્રાંતમાં આવેલો છે.[4]
ગોરખપુર જિલ્લો સાત તાલુકાઓનો સમાવેશ કરે છે:[5]
વધુમાં તેને ૧૯ સંચાલન વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે:[5]
જિલ્લામાં ગોરખપુર એક માત્ર નગરપાલિકા છે. સાત નગરપંચાયતોમાં પિપરીચ, ગોલા, મુન્દેરા બજાર, પાપે ગંજ, સાંજવા, બરહાલ ગંજ અને બાનીગાંવનો સમાવેશ થાય છે.
ઇ.સ. ૨૦૦૬માં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા દેશના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી પછાત ૨૫૦ જિલ્લાઓમાં ગોરખપુર જિલ્લાનો સમાવેશ કરાયો હતો. તે બેકવર્ડ રિજીયન્સ ગ્રાંટ ફંડ પ્રોગ્રામ (BRGF)માંથી ભંડોળ મેળવતા દેશના ૩૪ જિલ્લાઓમાંથી એક છે.[6]
૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર ગોરખપુર જિલ્લાની વસ્તી ૪૪,૪૦,૮૯૫ છે,[8] જે ક્રોએશિયા[9] અથવા અમેરિકાના કેન્ટુકી રાજ્ય જેટલી છે.[10] ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી વસ્તી અનુસાર તે ૪૦મો ક્રમ ધરાવે છે. જિલ્લો ૧૩૩૭ વસ્તી ગીચતા ધરાવે છે. ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન તેનો વસ્તી વૃદ્ધિ દર ૧૭.૮૧% હતો. ગોરખપુર જિલ્લામાં જાતિ પ્રમાણ દર ૧૦૦૦ પુરુષોએ ૯૪૪ સ્ત્રીઓનું છે, અને સાક્ષરતા દર ૭૦.૮૩% છે.
ગોરખપુરમાં હિન્દી ભાષા બોલતા ૪૦ લાખ લોકો છે. ભોજપુરી અને દેવનાગરી લિપીની ભાષાઓ પણ અહીં બોલાય છે.[11]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.