From Wikipedia, the free encyclopedia
ગાય એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું એક ચોપગું, શીંગડાવાળું, પાલતુ સસ્તન વર્ગમાં આવતું પ્રાણી છે. આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે. જ્યારે નર જાતિમાં લગામ વાળા નરને બળદ અને લગામ વગરનાં નર ને આખલો કહે છે. ગાયનો ઉછેર તેના દૂધ માટે, જ્યારે કે બળદનો ઉછેર ખેતીવાડીમાં મજૂરી માટે થાય છે. મળી આવેલા અવશેષો અનુસાર ગાયનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી થતું આવ્યું છે. કારણકે તેની દરેક ઉપજ થી કંઇના કંઇ મળે જ છે. ગાય ને ભારતમાં માતાનો દરજ્જો અપાય છે.
પરશુરામ જે વિષ્ણુનાં અવતાર માનવામાં આવે છે, તે પોતાનાં શત્રુ તરીકે સહસ્રાર્જુનને ગણાવતા હતા. કારણ કે સહસ્રાર્જુને કામધેનું ગાયનું અપહરણ કર્યુ હતું.[1]
આમ તો ગાય દુનિયાનાં મોટા ભાગનાં દેશોમાં જોવા મળે છે. પ્રદેશ અને હવામાન અનુસાર તે અલગ અલગ રંગ, આકાર અને દેખાવમાં જોવા મળે છે. ભારતમાં જાણીતી ગાયોની ઓલાદોની સંખ્યા ત્રીસ છે.
ગીર ગાય ગોળ ઉપસેલું કપાળ તથા લાંબા લટકતા કાન ધરાવે છે. તેનાં શિંગડા વર્તુળાકાર અને પાછળ તરફ વળેલાં હોય છે. તેનો રંગ લાલથી લઇને અને પીળો તથા સફેદ હોય છે. ગીર ગાયનો વિસ્તાર મુખ્યત્વે ગુજરાત તેમજ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાન છે. આ ગાય સરેરાશ ૩૮૫ કિગ્રા વજન તથા ૧૩૦ સેમી ઊંચાઇ ધરાવતી હોય છે. સરેરાશ એક વેતરમાં ૧૫૯૦ કિ.ગ્રા. દૂધ આપે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.