Remove ads
દક્ષિણ એશિયામાં કાંસ્ય યુગની સંસ્કૃતિ From Wikipedia, the free encyclopedia
સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.સ. પૂર્વે ૩૨૫૦ થી ઈ.સ. પૂર્વે ૧૭૫૦)[1] વિશ્વની સૌથી પ્રાચીન નદીકાંઠાની સંસ્કૄતિઓ પૈકીની એક છે. પત્રિકા નેચરમાં પ્રકાશિત શોધ અનુસાર આ સભ્યતા ઓછામાં ઓછા ૮૦૦૦ વર્ષ જૂની છે. તે હડપ્પીય સંસ્કૃતિ અને સિંધુ-સરસ્વતી સભ્યતાના નામે પણ ઓળખાય છે. તેનો વિકાસ સિંધુ અને પ્રાચીન સરસ્વતી નદીના કિનારે થયો હતો.[2] મોહેં-જો-દડો, કાલીબંગા, લોથલ, ધોળાવીરા, રાખીગઢી અને હડપ્પા તેના પ્રમુખ કેન્દ્રો હતા. ડિસેમ્બર ૨૦૧૪માં ભિર્દાનાને અત્યાર સુધીમાં શોધાયેલા પ્રાચીન નગરોમાં સૌથી જૂનું નગર માનવામાં આવે છે. બ્રિટીશકાળમાં થયેલા ખોદકામના આધારે પુરાતત્વવિદ્દોનો એવો મત છે કે આ અત્યંત વિકસિત સભ્યતા હતી અને તેના શહેરો અનેક વખત વસ્યા અને ઉજડ્યા છે.
સિંધુ ખીણની સંસ્કૃતિને હડપ્પીય નામથી પણ ઓળખવામાં આવે છે. ચાર્લ્સ મેસને સૌ પ્રથમ ઇ.સ. ૧૮૨૬માં આ સંસ્કૃતિની ભાળ મેળવી. તેમણે તેના પર પુસ્તક પણ લખ્યું નેરેટિવ સ્ટડી. સિંધુ ખીણની સંસ્કૃતિ ઉતરથી દક્ષિણ ૧૧૦૦ કિલોમીટરમાં અને પૂર્વથી પશ્ચિમ ૧૬૦૦ કિલોમીટરમાં ફેલાયેલી છે. તેમજ ઉતરમાં જમ્મુ કશ્મીરનું માંદા - દક્ષિણમાં મહારાષ્ટ્રનું દાઈમાબાદ, પૂર્વમાં ઉતર પ્રદેશનું આલમગીરપુર - પશ્ચિમમાં બલૂચિસ્તાનનું સૂત્કાગેંડોર સુધી કુલ ૧૨,૯૯,૦૦૦ ચો.કિમી. ફેલાયેલી છે. ભારત સિવાય અન્ય ૨ દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ફેલાયેલી છે. સિંધુ ખીણની સંસ્કૃતિના મળેલા નગરો: હડપ્પા, મોહેં-જો-દારો, ચંહૂડદો, કાલીબંગા, બનાવલી, રંગપુર, લોથલ, ધોળાવીરા, સુરકોટડા, રોઝડી, દેસલપર, મરૂડા ટક્કર ટેકરી વગેરે. સિંધુ ખીણની સંસ્કૃતિને બીજા કાંસ્યયુગની સંસ્કૃતિથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ યુગમાં કાંસાનો ઉપયોગ હતો - લોખંડથી તેઓ અજાણ હતા. ભારતમાં મળેલા નગરોમાં સૌથી વધુ મળેલા નગરોથી સૌથી ઓછા મળેલા નગરો ઉતરતા ક્રમમાં - ગુજરાત, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉતરપ્રદેશ, જમ્મુ કાશ્મીર. આ સંસ્કૃતિમાં ૨ જ નગરો એવા છે જે દરિયા કિનારે મળ્યા છે - પાકિસ્તાનમાં બાલાકોટ અને ગુજરાતમાં ધોળાવીરા, બાકીના બધા નગરો નદી કિનારે મળ્યા છે. સિંધુ લિપિ - ૬૪ ચિહ્નો, પંખા આકારની મહોર અને તાંબાની ગોળી, પૂરે પૂરી લિપિ ૧૯૨૩માં શોધાઈ ગઈ પરંતુ હજુ સુધી ઉકેલી શકાઈ નથી. આ લિપિ જમણીથી ડાબી બાજુ લખાતી હતી.
આ સંસ્કૃતિમાં માતૃદેવી ની પુજા થતી. સ્ત્રી-પુરુષ અલંકારો ધારણ કરતાં, સુતરાઉ અને ઉન્ન નું કાપડ પણ હતું, ચોપાટ અને પાસા રમતા, તોલમાપના સાંધનો મળી આવ્યા જેમાં એકમ ૧૬ નો હતો. આ સંસ્કૃતિમાં લોકો વેપાર ને વધુ પ્રાધાન્ય આપતા, રાજકીય સંગઠનનો ઉલ્લેખ નથી, એક મોહેં-જો-દારોમાં લોકશાહી શાસન હતું. ઘઉં-જવ-રાઈ-વટાણા-કપાસ ની ખેતી કરતાં, કપાસની સૌ પ્રથમ ખેતી કરનાર આ સંસ્કૃતિના લોકો હતા, જે યુનાનીઓ કપાસ ને સિંડન કેહતા હતા, પશુપતિ નાથની મુર્તિ પણ પ્રાપ્ત થઈ છે. આ સંસ્કૃતિ મિસર અને મેસોપોટેમિયા કરતાં ૧૨ ગણી મોટી સંસ્કૃતિ હતી. એ સમયમાં આ સંસ્કૃતિમાં પાકી ઈંટોના મકાન, પાકા રસ્તા, ગટર લાઇન અસ્તિત્વમાં હતી, તેમજ વિશાળ સ્નાનગૃહ, મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે.
એક કાલીબંગા અને રંગપુર બે જ એવા નગર છે જ્યાં કાચી ઈંટોના મકાન હતા, આ સંસ્કૃતિના લોકો પકવેલી માટી ને ટેરાકોટા તરીકે ઓળખતા, ચંહૂડદો એક માત્ર નગર જ્યાં ચક્રાકાર ઈંટો મળી આવી, અગ્નિ સંસ્કાર અને દફન વિધિ પણ પ્રચલિત હતા, આ સંસ્કૃતિમાં આઝાદી પહેલા ૪૦ થી ૬૦ નગરો મળ્યા પણ ૧૯૪૭ પછી ૨૮૦૦ જેટલા નગરો મળ્યા જેમાં સૌથી વધુ ગુજરાતમાંથી મળ્યા. ક્ષેત્રફળ ની દ્રષ્ટિએ સૌથી મોટું નગર રાખીગઢી હતું.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.