ગુજરાતના જુનાગઢ જિલ્લાનો તાલુકો From Wikipedia, the free encyclopedia
માણાવદર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનો તાલુકા છે. માણાવદર આ તાલુકાનું મુખ્ય મથક છે.
માણાવદર તાલુકાની ઉત્તરમાં કુતિયાણા તાલુકો અને રાજકોટ જિલ્લો, પૂર્વમાં વંથળી, દક્ષિણમાં કેશોદ અને માંગરોળ તથા પશ્ચિમમાં કુતિયાણા તાલુકાઓ આવેલા છે. તાલુકા મથક માણાવદર જિલ્લા મથક જૂનાગઢ શહેરથી પશ્ચિમે ૩૬ કિમી. ના અંતરે આવેલું છે. તાલુકાની ભૂમિ લગભગ સમતળ છે. જમીન મધ્યમ કાળી અને ફળદ્રૂપ છે. ભૂમિઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફનો છે. અહીંનાં ઝરણાં અને નદીઓ દક્ષિણાભિમુખી છે. અહીં જંગલો આવેલાં નથી, પરંતુ ગામડાંની ભાગોળે તથા ખેતરોને શેઢે પીપળો, પીપર, વડ, લીમડો, બાવળ, ખીજડો, બોરડી જેવાં વૃક્ષો જોવા મળે છે. આ વિસ્તાર સમુદ્ર-કિનારાથી દૂર હોઈ મે અને જાન્યુઆરીનાં સરેરાશ દૈનિક તાપમાન અનુક્રમે ૪૦° સે. થી ૪૪° સે. અને ૩૦° થી ૩૨° સે. તથા રાત્રિનાં તાપમાન ૨૮° થી ૧૫° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૬૨૫ મિમી. જેટલો પડે છે.[૧]
તાલુકાની વસ્તી ૧૯૯૧માં ૧,૨૫,૩૬૩ વ્યક્તિઓની હતી,[૧] જે વધીને ૨૦૧૧માં ૧,૩૨,૮૩૦ થઇ હતી.[૨]
માણાવદર તાલુકામાં માણાવદર અને બાંટવા નગરો ઉપરાંત ૫૫ જેટલા ગામોનો સમાવેશ થાય છે.[૩]
|
Seamless Wikipedia browsing. On steroids.