ઉબેણ નદી
જુનાગઢ જિલ્લા, ગુજરાતની એક નદી / From Wikipedia, the free encyclopedia
ઉબેણ નદી[1] ભારતનાં ગુજરાત રાજ્યનાં જુનાગઢ જિલ્લાનાં ભેંસાણ તાલુકાનાં જાલણસર-માખીયાળા પાસેથી વહે છે. નદી ઉપર ભાટગામ પાસે એક બંધ બનાવવામાં આવ્યો છે, જેને ઉબેણ બંધ તરીકે ઓળખવામાં આવે છે. ભેંસાણ આ નદીના કાંઠે વસેલું છે.