ભારતના ગુજરાત રાજ્યનું એક નગર From Wikipedia, the free encyclopedia
ભેંસાણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.
લોકવાયકા મુજબ આ નગર નાનું નેસ હતું. કેટલાક રાજપૂતોને અહીં તેમની ખોવાયેલી ભેંસો મળી આવી હતી અને તેમણે આ સ્થળે વસવાટ કરવાનું શરૂ કર્યું અને ભેંસ પરથી આ સ્થળનું નામ ભેંસાણ પડ્યું હતું.[2]
૧૮૩૦ના દાયકામાં હમીર મેહરે નગર પર આક્રમણ કર્યું હતું. ભેંસાણ નજીક ટીંબડી પર મળેલ તામ્રપત્ર આ સ્થળનું નામ ભાસંત હતું તેવું દર્શાવે છે, જે કદાચ ભેંસાણનું પ્રાચીન નામ હશે.[2]
બ્રિટિશ શાસન સમયે તે મહાલનું મુખ્ય મથક હતું અને વહીવટદાર તેમજ પ્રથમ દરજ્જાના જજ અહીં રહેતા હતા.[2]
ભેંસાણ જિલ્લા મથક જુનાગઢથી પૂર્વ દિશામાં ૩૪ કિ.મી. દૂર ઉબેણ નદીના કાંઠા પર પર ઉબેણીયા ટીંબા તરીકે ઓળખાતા ઉંચાણ વાળા વિસ્તારમાં આવેલું છે (જે ગામથી 3 miles (4.8 km) દૂર છે).
ભેંસાણની વસ્તી ૧૮૭૨માં મુખ્યત્વે વાણિયા, બ્રાહ્મણ, લોહાણા અને કણબી જ્ઞાતિઓ અને ૩૦૨૯ વ્યક્તિઓની હતી. ૧૮૭૮-૭૯માં પડેલા દુષ્કાળને કારણે ૧૮૮૧માં વસ્તી ઘટીને ૧૬૩૧ વ્યક્તિઓની થઇ ગઇ હતી.[2]
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભેંસાણની વસ્તી ૧૧,૩૫૮ વ્યક્તિઓની છે.[1]
ભેંસાણ તાલુકાનું કપાસ ઉત્તમ કક્ષાનું ગણાય છે.[2]
દેવીદાસ નામના સ્થાનિક અહીં વસતા હતા, જે તેમની ચમત્કારિક અને દૈવી શક્તિઓને કારણે સત્ય દેવીદાસ તરીકે ઓળખાય છે. તેમની સમાધિ ભેંસાણથી ઇશાન ખૂણે 2 miles (3.2 km) દૂર આવેલી છે. અષાઢ સુદ બીજના દિવસે અહીં મેળો ભરાય છે અને સાધુઓ લોકોને અન્ન વહેંચે છે. અહીંના પવિત્ર સ્થળે કુષ્ઠરોગનું નિવારણ થાય છે એવું કહેવાય છે, જેથી ઘણાં લોકો અા સ્થળની મુલાકાત લે છે.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.