હાઈડ્રોકાબૅનનો પરિચય From Wikipedia, the free encyclopedia
હાઈડ્રોકાર્બન એવા રાસાયણિક સંયોજનો છે કે જે માત્ર કાર્બન અને હાઈડ્રોજન તત્ત્વો ધરાવે છે. હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ તેમનાં સંયોજનોમાં રહેલા કાર્બન - કાર્બન પરમાણુ વચ્ચેની સહસંયોજક બંધની સંખ્યાને આધારે - સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન - એમ બે ભાગમાં કરવામાં આવે છે.[1]
સમાન્ય રીતે કાર્બન - કાર્બન વચ્ચે એકબંધ (single bond) ધરાવતાં સંયોજનોને સંતૃપ્ત અને કાર્બન - કાર્બન વચ્ચે દ્રિબંધ કે ત્રિબંધ ધરાવતાં સંયોજનોને અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન કહેવામાં આવે છે. કેટલીક વાર હાઈડ્રોકાર્બનને એલિફેટિક હાઈડ્રોકાર્બન અને ઍરોમૅટિક હાઈડ્રોકાર્બન અથવા એરીન્સ - એમ બે વિભાગોમાં પણ વહેંચવામાં આવે છે. જે હાઈડ્રોકાર્બનમાં એક વિશિષ્ટ વલય હોય તેમને ઍરોમૅટિક હાઈડ્રોકાર્બન કહેવામાં આવે છે. દા. ત. બેન્ઝિન.[1]
જ્યારે એલિફેટિક હાઈડ્રોકાર્બનના ચાર પેટાવિભાગ છે: (૧) આલ્કેન્સ (૨)આલ્કીન્સ (૩) આલ્કાઈન્સ અને (૪)ઍલિસાઈક્લિક સંયોજનો.[1]
આલ્કેન્સમાં બે કાર્બન - કાર્બન વચ્ચે એક જ બંધ આવેલો હોય છે. જ્યારે આલ્કીન્સમાં અને આલ્કાઈન્સમાં કાર્બન-કાર્બન વચ્ચે અનુક્રમે દ્રિબંધ અને ત્રિબંધ આવેલા હોય છે. [1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.