સોન નદી
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
સોન નદી અથવા સોનભદ્ર નદી ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યથી નીકળી ઉત્તર પ્રદેશ, ઝારખંડની ટેકરીઓમાંથી પસાર થઈ વૈશાલી જિલ્લાના સોનપુર ખાતે ગંગા નદીમાં ભળી જાય છે. આ બિહાર રાજ્યની મુખ્ય નદીઓ પૈકીની એક છે. આ નદીનું નામ સોન પડ્યું, કારણ કે આ નદીની રેતી પીળો રંગ જે સોના જેવી ચમક ધરાવે છે. આ નદીની રેતી મકાન બાંધકામ માટે ખૂબ જ ઉપયોગી છે. તે રેતી સમગ્ર બિહાર ખાતે આ બાંધકામના ઉપયોગ માટે લાવવામાં આવે છે અને તે રેતી ઉત્તર પ્રદેશ અને કેટલાક શહેરોમાં પણ નિકાસ કરવામાં આવે છે. ગંગા અને સોન નદીના સંગમ સ્થળ સોનપુર ખાતે એશિયાનો સૌથી મોટો પશુ મેળો યોજાય છે.