![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/06/S._Somanath%252C_Director_of_VSSC%252C_ISRO%252C_speaks_during_the_Heads_of_Agency_Plenary_of_the_70th_International_Astronautical_Congress_%2528cropped%2529.jpg/640px-S._Somanath%252C_Director_of_VSSC%252C_ISRO%252C_speaks_during_the_Heads_of_Agency_Plenary_of_the_70th_International_Astronautical_Congress_%2528cropped%2529.jpg&w=640&q=50)
શ્રી. સોમનાથ
એરોસ્પેસ ઈજનેર જે હાલમાં ઇસરોમાં ચેરપર્સન તરીકે કાર્યરત છે / From Wikipedia, the free encyclopedia
શ્રી. સોમનાથ, (જન્મ જુલાઈ ૧૯૬૩), તરીકે જાણીતા શ્રીધર પણિકર સોમનાથ (મલયાલમ: എസ്. സോമനാഥ്), એ ભારતીય એરોસ્પેસ એન્જિનીયર છે. તેઓ હાલ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન તરીકે સેવા આપી રહ્યા છે.[2] તેમના નેતૃત્વમાં ઇસરોએ ચંદ્રયાન-૩નું અભિયાન સફળ રીતે પુરું કરીને ભારતને ચંદ્રતલ પર દક્ષિણ ધ્રુવ પર હળવું ઉતરાણ કરવાવાળા પ્રથમ દેશનું બિરુદ અપાવ્યું.[3][4][5][6]
Quick Facts શ્રી. સોમનાથ, ૧૦મા ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન ...
શ્રી. સોમનાથ | |
---|---|
![]() શ્રી. સોમનાથ (વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર વીએસએસસીના નિર્દેશક તરીકે) ૭૦મા આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોનૌટિકલ કોંગ્રેસમાં વ્યાખ્યાન આપતાં | |
૧૦મા ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન | |
પદ પર | |
Assumed office 15 January 2022 (2022-01-15) | |
પુરોગામી | કૈ. શિવન |
વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નિર્દેશક | |
પદ પર ૨૨ જાન્યુઆરી ૨૦૧૮ – ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ | |
પુરોગામી | કૈ. શિવન |
અનુગામી | એસ. ઉન્નીકૃષણન નાયર[1] |
લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ સેન્ટરના નિર્દેશક | |
પદ પર ૧ જાન્યુઆરી ૨૦૧૫ – ૨૩ જાન્યુઆરી ૨૦૧૮ | |
પુરોગામી | કૈ. શિવન |
અનુગામી | વિ. નારાયણન |
અંગત વિગતો | |
જન્મ | 1963 શેરથલ, કેરળ, ભારત |
જીવનસાથી | વલ્સલાકુમારી |
સંતાનો | ૨ |
માતા-પિતા |
|
માતૃ શિક્ષણસંસ્થા |
|
બંધ કરો
સોમનાથે તિરૂવનંતપુરમના વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર તેમજ લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ સેન્ટર ના નિર્દેશક તરીકે સેવાઓ આપી છે.[7][8] સોમનાથ પ્રક્ષેપણ વાહનની રૂપરેખામાં, ખાસ તો પ્રક્ષેપણ વાહનના એન્જિનીયરીંગ, ઢાંચાકીય ગતિશીલતા અને પાયરોટેકનિકમાં, તેમના અમૂલ્ય પ્રદાન માટે જાણીતા છે.[9][10]