શિવ
From Wikipedia, the free encyclopedia
શિવજી ને હિંદૂ ધર્મના ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. તેઓ જગતનો સંહાર કરે છે. અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે.
Quick Facts શિવ, રહેઠાણ ...
શિવ | |
---|---|
શક્તિ અને પ્રલય ના દેવતા | |
શિવજી ધ્યાનસ્થ મુદ્રામાં | |
રહેઠાણ | કૈલાસ પર્વત[1] |
મંત્ર | ૐ નમ: શિવાય |
શસ્ત્ર | ત્રિશૂળ[2] |
પ્રતીક | લિંગ[2] |
વાહન | નંદી[3] |
ઉત્સવો | મહાશિવરાત્રિ[4] |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | પાર્વતી[5] |
બાળકો | ગણેશ, કાર્તિકેય |
બંધ કરો
શિવજી શૈવ સંપ્રદાયોના આરાધ્ય દેવ છે. તેમનાં બાર જ્યોતિર્લિંગ સુપ્રસિદ્ધ છે. જેમના સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે.