![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7b/Vishwamitri-river-1.jpg/640px-Vishwamitri-river-1.jpg&w=640&q=50)
વિશ્વામિત્રી નદી
ગુજરાતની નદી / From Wikipedia, the free encyclopedia
વિશ્વામિત્રી નદી મહી નદી અને નર્મદા નદીની વચ્ચે પૂર્વથી પશ્ચિમ વહેતી નદી છે. આ નદીનું મૂળ પાવાગઢ ડુંગર પર છે, તેને કિનારે ઘણું ખરું વડોદરા શહેર વસેલું છે.
વિશ્વામિત્રી નદી | |
---|---|
![]() વિશ્વામિત્રી નદી, વડોદરાની બહાર | |
સ્થાન | |
જિલ્લો | વડોદરા |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/40/Vishwamitri-River-2.jpg/640px-Vishwamitri-River-2.jpg)
આ નદી ખાનપુર ગામ નજીક ખંભાતના અખાતને મળતા પહેલાં ઢાઢર નદી અને ખાનપુર નદી સાથે જોડાય છે.[1]આ નદી આજવા નજીક સયાજી સરોવર અને ઢાઢર શાખાનો દેવ બંધ સમાવે છે. વડોદરાના નાના મોટા અનેક જળાશયો સીધી અથવા તો આડકતરી રીતે વિશ્વામિત્રી સાથે જોડાય છે. ખાસ કરીને ચોમાસામાં વડોદરાના અનેક જળાશયોનું વધારાનું પાણી વિશ્વામિત્રીમાં ઠલવાય છે, તેથી જ સામાન્ય સંજોગોમાં તેમાં ઘણું ઓછું પાણી હોય છે. વિશ્વામિત્રી નદી ઘણી જગ્યાએ ખુબ જ પ્રદુષિત પણ છે. તેમ છતાં આ નદી ૧૦૦થી વધુ મગરનું ઘર છે.[2][3] હાલ વિશ્વામિત્રી નદીની સાફસફાઇ તેમજ મગર ગણતરીની ઝુંબેશ ચાલુ છે. ભારતમાં આવેલી કદાચ આ એવી એક માત્ર નદી છે જે શહેરની મધ્યેથી પસાર થાય છે અને ખુબજ નાનો પટ ધરાવતી હોવા છતાં તેમાં મોટી સંખ્યામાં મગરો છે. આ નદી પર અનેક બંધ આવેલા હોવા છતાં સહાયક નદીઓને કારણે તેમાં પૂર આવતું રહે છે.[4][5]
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી) દ્વારા વિશ્વામિત્રી નદી પર સાબરમતી રિવરફ્રન્ટની જેવી યોજના બનાવવાનો પ્રસ્તાવ છે, જે ૨૦ થી ૨૫ વર્ષ સુધી ચાલશે.[5][6][7]