![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e3/Scuola_di_atene_07.jpg/640px-Scuola_di_atene_07.jpg&w=640&q=50)
યુક્લિડ
From Wikipedia, the free encyclopedia
યુક્લિડ (/ˈjuːklɪd/; અંગ્રેજી : Euclid, ગ્રીક : Εὐκλείδης Eukleidēs; fl. ૩૦૦ ઈ.પૂ.), Euclid of Alexandria તરીકે પણ જાણીતા હતા, ગ્રીક ગણિતશાસ્ત્રી હતા, જેને ‘ભૂમિતિના પિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ટોલેમિના શાસનકાળ (૩૨૩-૨૮૩ ઈ.પૂ.) દરમિયાન એલેક્ઝાન્ડ્રિયામાં સક્રિય હતા. તેનું યુક્લિડીયન તત્ત્વો ગણિતના ઇતિહાસનું ખુબ જ પ્રભાવશાળીમાંનું એક યોગદાન છે, જેણે તેના પ્રકાશનકાળથી લઈને છેક ૧૯મી સદીના અંતકાળ અને ૨૦મી સદીના ઉદયકાળ સુધી ગણિત, ખાસ કરીને ભૂમિતિ શિખવા માટેના મુખ્ય પુસ્તક તરીકે સેવા આપી છે.[1][2][3]
Quick Facts યુક્લિડ (Euclid), જન્મની વિગત ...
બંધ કરો
યુક્લિડ એ ગ્રીક નામ Εὐκλείδηςની અંગ્રેજી આવૃત્તિ છે, જેનો અર્થ "સુવિજય" ("Good Glory") થાય છે.[4]