મોટેરા
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ / From Wikipedia, the free encyclopedia
મોટેરા અમદાવાદનો એક વિસ્તાર છે. મોટેરા સાબરમતી નદીના કિનારે આવેલું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં આવે છે. તે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારનો ભાગ છે અને ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. મોટેરાનું મુખ્ય આર્કષણ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે.[1] ૨૦૧૫માં જૂનું સ્ટેડિયમ તોડી પાડીને નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું.