ગુજરાતનો જિલ્લો From Wikipedia, the free encyclopedia
ભાવનગર જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલ છે. જિલ્લાનું મુખ્યમથક ભાવનગર શહેર છે. ભાવનગર જિલ્લાનો વિસ્તાર ૨૧.૫ થી ૨૨.૧૦ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૦૩ થી ૭૨.૦૩ પૂર્વ રેખાંશ ની વચ્ચે ૯૯૪૦.૫ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલો છે.
બ્રિટિશ રાજ દરમિયાન ભાવનગર રજવાડું હતું,[2] જેના શાસકો ગોહિલ રાજપૂતો હતા.[3]
ઓગસ્ટ ૨૦૧૩માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા હતા.[4]
ભાવનગર જિલ્લામાં ૧૦ તાલુકાઓ આવેલા છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભાવનગર જિલ્લાની કુલ વસ્તી ૨૩,૮૮,૨૯૧ વ્યક્તિઓની હતી.[1] જે જમૈકા દેશની વસ્તી[5] અથવા અમેરિકાના કેન્સાસ રાજ્યની વસ્તી બરાબર છે.[6] ભાવનગર ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાં વસ્તીની દ્રષ્ટિએ ૧૩૩મો ક્રમ ધરાવે છે.[1] જિલ્લાની વસ્તી ગીચતા 288 inhabitants per square kilometre (750/sq mi) છે.[1] ૨૦૦૧ થી ૨૦૧૧ સુધીનો વસ્તી વધારાનો દર ૧૬.૫૩% રહ્યો હતો.[1] ભાવનગરનો સ્ત્રી પુરુષ દર ૯૩૧ છે અને સાક્ષરતા દર ૭૬.૮૪% છે.[1] ભાવનગર જિલ્લામાં ૭૮૩ વસ્તી ધરાવતા ગામ અને ૧૦ વસ્તી ન ધરાવતા ગામ આવેલા છે[7]. ભાવનગર જિલ્લો ગુજરાતના કુલ વિસ્તારના ૫.૧૧ ટકા વિસ્તારમાં ફેલાયેલો છે. અને જિલ્લાની વસતી ઘનતા દર ચોરસ કિમિ દીઠ ૨૮૭ માણસો છે[7].
ભાવનગર શહેરમાં ભાવનગર હવાઇ મથક આવેલું છે, જ્યારે ભાવનગર જૂના બંદર, ભાવનગર નવા બંદર, ઘોઘા અને સરતાનપર ભાવનગર જિલ્લામાં આવેલા બંદર છે. જેમાં હાલમાં ભાવનગર જૂના બંદર પર માલવહનનું કાર્ય બંધ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.