દક્ષિણ ગુજરાત[4] ભારતના ગુજરાત રાજ્યનો એક પ્રદેશ છે. આ પ્રદેશ ભારતના સૌથી ગીચ વસ્તી વિસ્તારોમાંનો એક છે. આ ક્ષેત્રનો પશ્ચિમી વિસ્તાર લગભગ દરિયાઇ છે અને તે કાંઠા વિસ્તાર તરીકે ઓળખાય છે. તેનો પૂર્વીય ભાગ ડુંગર વિસ્તાર તરીકે પણ ઓળખાય છે. જે સમુદ્ર સપાટીથી ૧૦૦ થી ૧૦૦૦ મીટરની ઊંચાઈ ધરાવે છે, તેનું સૌથી ઊંચુ શિખર ડાંગ જિલ્લાના સાપુતારામાં આવેલું છે.
Quick Facts દક્ષિણ ગુજરાત South Gujarat, દેશ ...
બંધ કરો
સુરત આ પ્રદેશનું સૌથી મોટું શહેર છે અને ગુજરાતનું બીજું સૌથી મોટું અને ભારતનું આઠમું સૌથી મોટું શહેર છે. તે દક્ષિણ ગુજરાત પ્રદેશનું મુખ્યમથક પણ છે. આ પ્રદેશના જિલ્લાઓમાં સુરત જિલ્લો, ભરૂચ જિલ્લો, નવસારી જિલ્લો, ડાંગ જિલ્લો, વલસાડ જિલ્લો, નર્મદા જિલ્લો અને નવરચિત તાપી જિલ્લો છે. અન્ય મહત્વપૂર્ણ શહેરોમાં ભરૂચ, અંકલેશ્વર, નવસારી, વ્યારા, વલસાડ, બારડોલી, વાપી, જંબુસર, બીલીમોરા, રાજપીપલા અને સોનગઢનો સમાવેશ થાય છે.
- સાપુતારા - સુરતથી ૧૭૨ કિ.મી. દૂર આવેલું આ એક ગિરિ મથક છે. તે દક્ષિણ ગુજરાતની સહયાદ્રી પર્વતમાળાઓ પર આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિ મથક (હિલ-સ્ટેશન) છે. ગીરા ધોધ, અભયારણ્ય, ટેબલ ટોપ, સનસેટ પોઇન્ટ, બોટિંગ, રોપ-વે, પેરાગ્લાઈડિંગ વગેરે સાપુતારાના મુખ્ય આકર્ષણ છે.
- દાંડી - સુરતથી ૪૫ કિમી દૂર, દાંડી સત્યાગ્રહ માટે પ્રચલિત, આ એક જાણીતી ચોપાટી છે. બ્રિટીશ યુગ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા ૧૯૩૦માં અહીં મીઠા પર લગાવવામાં આવેલા કર વિરુદ્ધ સત્યાગ્રહ યોજવામાં આવ્યો હતો.
- ઉભરાટ બિચ - સુરતથી ૪૫ કિ.મી. અને નવસારીથી 30 કિ. મી. દૂર આવેલ એક પ્રસિદ્ધ બીચ છે.
- ડુમસ બિચ - સુરત શહેરમાં આવેલો આ પ્રસિદ્ધ બીચ છે.
- સુંવાળી બિચ - સુરત મુખ્ય શહેરથી ૩૫ કિ.મી. દૂર આવેલો આ જાણીતો બીચ છે.
- તિથલ બિચ - સુરતથી ૧૦૦ કિમી અને વલસાડથી ૭ કિમી દૂર્ આવેલ આ એક પ્રસિદ્ધ બીચ છે.
- ઉમરગામ - આ એક પ્રસિદ્ધ સ્થળ છે જ્યાં પૌરાણિક નાટક /કથા શ્રેણી ના શુટિંગ માટેનો સ્ટુડિયો છે.[5](બી.આર. ચોપરા દ્વારા નિર્મિત મહાભારતનું શુટિંગ અહીં થયું હતું.)
- બરુમાળ, ધરમપુર, વલસાડ - અહીં શંકર ભગવાનનું પ્રખ્યાત મંદિર છે.
- કબીરવડ - કબીરવડ નર્મદા નદીના નાના નદી ટાપુ પર આવેલું એક વડનું વૃક્ષ છે. તે ભરૂચ જિલ્લામાં છે.
- સુરત - સુરત દક્ષિણ ગુજરાતનું વ્યાપારી અને આર્થિક કેન્દ્ર છે, તે તેના હીરા અને જરી તેમજ કાપડ અને બાંધકામ ઉદ્યોગ માટે જાણીતું છે. જોવાલયક સ્થળોમાં પાલ-અડાજણ ખાતે આવેલું માછલીઘર, હેરિટેજ સ્થળોમાં ગોપી તળાવ, ડચ સીમેટ્રી, કિલ્લો, તેમજ તાજેતરમાં જ બનેલું ડાયમંડ બુર્સ, ડુમસ અને હજીરા ખાતે આવેલો સુવાળીનો દરિયા કિનારો, શ્યામ પ્રસાદ મુખર્જી પ્રાણીસંગ્રહાલય (સરથાણા ઝૂ), ઉગત ઉદ્યાન, વગેરે જગ્યાઓ છે.