ભારતની નદી From Wikipedia, the free encyclopedia
તાપી નદી મધ્ય ભારતની એક મહત્વની નદી છે, તેની લંબાઇ ૭૨૪ કિ.મી. છે. નર્મદા અને મહી નદી ઉપરાંત તાપી ત્રીજી એવી મોટી નદી છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે.
તાપી નદી તાપ્તી, સુર્યપુત્રી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | મુલ્તાઇ, બેતુલ જિલ્લો |
⁃ સ્થાન | સાતપુડા પર્વતમાળા, મધ્ય પ્રદેશ |
નદીનું મુખ | ખંભાતનો અખાત |
• સ્થાન | ડુમસ |
લંબાઇ | ૭૨૪ કિમી |
વિસ્તાર | 62,225 square kilometres (24,025 sq mi) |
સ્રાવ | |
⁃ સ્થાન | ડુમસ[1] |
⁃ સરેરાશ | 489 m3/s (17,300 cu ft/s) |
⁃ ન્યૂનતમ | 2 m3/s (71 cu ft/s) |
⁃ મહત્તમ | 9,830 m3/s (347,000 cu ft/s) |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મહત્વનાં સ્થળો | બેતુલ, બુરહાનપુર, ભુસાવળ, નંદરબાર, સુરત, સિંદખેડા |
તાપી નદી દક્ષિણ મધ્ય પ્રદેશના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, મધ્ય પ્રદેશના નિતાર પ્રદેશમાં થઇને મહારાષ્ટ્ર રાજ્યમાં દાખલ થાય છે. મહારાષ્ટ્રમાં એ ખાનદેશમાંથી વહેતી દખ્ખણના ઉચ્ચપ્રદેશ (પ્લેટો)ના વાયવ્ય ખૂણાના પ્રદેશ એટલે કે પૂર્વ વિદર્ભમાં દાખલ થાય છે અને આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં થઇને અરબી સમુદ્રના ખંભાતના અખાતને જઇને મળે છે. ગુજરાતનું સુરત પણ તાપીના કિનારે જ આવેલું છે. મુગલ કાળ દરમ્યાન સુરત શહેરના મક્કા ઓવારા પરથી હજ પઢવા માટે જતા યાત્રીઓના જહાજો તાપી માર્ગે અરબી સમુદ્રમાં પ્રવેશતા હતા.
તાપી નદીનું ઉદ્ગમ સ્થાન બેતુલ જિલ્લાનું મુલ્તાઇ છે. મુલ્તાઇ શહેરનું સંસ્કૃત નામ મૂલતાપી છે. જેનો અર્થ થાય છે 'તાપીનું મૂળ'. તાપીનું પ્રાચીન નામ તાપ્તી અને સુર્યપુત્રી છે.
થાઇલેન્ડમાં આવેલી તાપી નદીનું નામ ભારતની તાપી નદી ઉપરથી ઓગષ્ટ ૧૯૧૫માં પાડવામાં આવ્યું છે.
એવુ માનવામાં આવે છે.કે ૧૯૧૫ મા એક થાઈલેન્ડ નો બુદ્ધ ધર્મ નો પ્રવાસી ભારત ભ્રમણ કરવા આવ્યો. ત્યારે તેને તાપી નદી એટલે સૂર્ય પુત્રી તાપી ના વેદોમાં પુરાણ કાલીન માહિતી મળતાં તેને ગુજરાત ની આ તાપી નદી નુ પાણી પોતાની સાથે થાઈલેન્ડ લઈ ગયા. અને તે પાણી નુ થાઈલેન્ડ ની નદી મા વીસ્જીત કરવામાં આવ્યું. ત્યારે ત્યાં ની તે નદી નુ નામ તાપી રાખવામાં આવ્યું.
તાપી નદીના તટ પ્રદેશનો વિસ્તાર લગભગ ૬૫,૧૪૫ ચો.કિમીમાં ફેલાયેલો છે, જે ભારતના ક્ષેત્રફળના ૨% જેટલો છે. તાપી નદીનો તટ પ્રદેશ મહારાષ્ટ્ર (૫૧,૫૦૪ ચો.કિમી.), મધ્યપ્રદેશ (૯,૮૦૪ ચો.કિમી.) અને ગુજરાત (૩,૮૩૭ ચો.કિમી.)માં આવેલો છે.
તાપીનો ઘણું કરીને મહારાષ્ટ્રના ઉત્તર અને પૂર્વના જિલ્લાઓ જેવા કે અમરાવતી, અકોલા, બુલઢાણા, વાશીમ, જલગાંવ, ધુળે, નંદરબાર અને નાસિકમાં થઇને વહે છે. મધ્ય પ્રદેશના બેતુલ અને બુરહાનપુર તથા ગુજરાતના સુરત જિલ્લામાં પણ એનો તટ પ્રદેશ આવેલો છે. તાપી નદીમાં વરેલી નદીનું પાણી પણ આવે છે. તાપી નદી સુરત જિલ્લાના ડુમસ ખાતે ખંભાતના અખાતને મળે છે.
તાપી નદી પર બે સિંચાઈ યોજના આવેલી છે:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.