અમેરિકન રાજનીતિજ્ઞ અને સંયુક્ત રાજ્ય અમેરિકાના ૩૫મા રાષ્ટ્રપ્રમુખ From Wikipedia, the free encyclopedia
જ્હોન એફ કેનેડી(૨૯ મે ૧૯૧૭ - ૨૨ નવેમ્બર ૧૯૬૩)સંયુક્ત રાજ્ય અમેરિકાના ૩૫મા રાષ્ટ્ર પ્રમુખ હતા.[2]પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ ઈ.સ. ૧૯૬૦ થી ૧૯૬૩ના વર્ષ સુધીનો હતો. કેનેડીના કાર્યકાળ દરમિયાન શીતયુદ્ધ ચરમસીમા પર હતું. પ્રમુખ તરીકેનો તેમનું મુખ્ય કાર્ય રશિયા અને ક્યુબા સાથેના આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રબંધનનું રહ્યું હતું. ૧૯૬૩માં તેમની હત્યા કરવામાં આવી હતી.
જ્હોન એફ કેનેડી | |
---|---|
કેનેડી જુલાઈ ૧૯૬૩માં ઓવલ ખાતેની ઓફિસમાં | |
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ૩૫મા પ્રમુખ | |
પદ પર ૨૦ જાન્યુઆરી ૧૯૬૧ – ૨૨ નવેમ્બર ૧૯૬૩ | |
ઉપ રાષ્ટ્રપતિ | લિંડન બી. જૉન્સન |
પુરોગામી | ડ્વાઈટ ડી. આઇઝેનહોવર |
અનુગામી | લિંડન બી. જૉન્સન |
United States Senator from મેસેચુસેટ્સ | |
પદ પર ૩ જાન્યુઆરી ૧૯૫૩ – ૨૨ ડિસેમ્બર ૧૯૬૦ | |
પુરોગામી | હેનરી કેબૉટ લોજ (જુનિયર) |
અનુગામી | બેન્જામિન એ. સ્મિથ |
Member of the U.S. House of Representatives from મેસેચુસેટ્સ's ૧૧મો જિલ્લો district | |
પદ પર ૩ જાન્યુઆરી ૧૯૪૭ – ૩ જાન્યુઆરી ૧૯૫૩ | |
પુરોગામી | જૅમ્સ માઇકલ કર્લે |
અનુગામી | ટીપ ઓ’નીલ |
અંગત વિગતો | |
જન્મ | જૉન ફિટ્સજેરાલ્ડ કેનેડી ૨૯ મે ૧૯૧૭ બ્રુકલીન, મેસેચુસેટ્સ, અમેરિકા |
મૃત્યુ | ૨૨ નવેમ્બર ૧૯૬૩ (૪૬ વર્ષ) ડલ્લાસ, અમેરિકા |
મૃત્યુનું કારણ | ગોળીબાર દ્વારા હત્યા |
અંતિમ સ્થાન | અર્લિંગટન રાષ્ટ્રીય કબ્રસ્તાન |
રાજકીય પક્ષ | ડેમોક્રેટીક પક્ષ (અમેરિકા) |
જીવનસાથી | જેક્વેલીન લી બોવિયર (૧૨ સપ્ટેમ્બર ૧૯૫૩) |
સંતાનો |
|
માતા-પિતા | જોસેફ પી. કેનેડી (સીનિયર) રોઝ ફિટ્સજેરાલ્ડ |
શિક્ષણ | હાર્વર્ડ યુનિવર્સિટી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી |
સહી | |
સૈન્ય સેવાઓ | |
Allegiance | United States |
શાખા/સેવા | યુનાઇટેડ સ્ટેટ્સ (નૌસેના) |
સેવાના વર્ષો | ૧૯૪૧-૧૯૪૫ |
હોદ્દો | લેફ્ટીનેન્ટ (નૌસેના) |
દળ | મોટર ટોર્પિડો સ્ક્વૉર્ડન ૨ મોટર ટોર્પિડો જહાજ PT-૧૦૯ મોટર ટોર્પિડો જહાજ PT-૫૯ |
લડાઈઓ/યુદ્ધો | દ્વિતીય વિશ્વયુદ્ધ સોલોમેન આઇલૅન્ડ યુદ્ધ |
પુરસ્કારો | નેવી ઍન્ડ મરીન કોપ્સ મેડલ પર્પલ હાર્ટ અમેરિકન ડિફેન્સ સર્વિસ મેડલ અમેરિકન કેમ્પેન મેડલ એશિયા-પેસેફિક કેમ્પેન મેડલ (ત્રણ કાંસ્ય ચંદ્રક) દ્વિતીય વિશ્વયુદ્ધ વિજય મેડલ[1] |
જૉન ફિટ્સજેરાલ્ડ કેનેડીનો જન્મ ૨૯ મે ૧૯૧૭ ના રોજ બ્રુકલીન, મેસેચુસેટ્સમાં થયો હતો. તેમના પિતા જોસેફ પી. કેનેડી (સીનિયર) વ્યાપારી અને રાજનીતિજ્ઞ હતા તથા માતા રોઝ ફિટ્સજેરાલ્ડ કેનેડી સમાજસેવક હતા. કેનેડી શરૂઆતના દસ વર્ષ બ્રુકલીન ખાતે રહ્યા હતા તથા સ્થાનિક ચર્ચ સેન્ટ ઍડિન ખાતે ૧૯ જૂન ૧૯૧૭ના રોજ બેપ્ટીઝમ(દિક્ષા સંસ્કાર) કરવામાં આવ્યા હતા.[3][4]તેમનું પ્રારંભિક શિક્ષણ (વર્ગ ૪ સુધી) બ્રુકલીનની સ્થાનિક શાળાઓમાં થયું હતું. પિતાના વેપાર-વ્યવસાયના કારણે કેનેડી પરિવાર ૧૯૨૭માં બ્રુકલીનથી ન્યુયોર્ક શહેર પાસેના રિવરડાલે ખાતે સ્થળાંતરીત થયો હતો.[5] અહીં તેમણે વર્ગ ૫ થી ૭ સુધીનો અભ્યાસ કર્યો. બાદમાં તેમનો પરિવાર બ્રોક્ષવિલે, ન્યુયોર્ક ખાતે સ્થળાંતરીત થયો.
૧૯૪૦માં તેમણે હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતકની પદવી મેળવ્યા બાદ લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ઍન્ડ પોલિટિક્સમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમણે પોતાનો નિબંધ વ્હાય ઇંગ્લેન્ડ સ્લેપ્ટ (૧૯૪૦) પ્રકાશિત કર્યો જેમાં ઇંગ્લેન્ડની જર્મની પ્રત્યેની તૃષ્ટીકરણની નીતિઓની ટીકા કરી હતી.[2]
દ્વિતીય વિશ્વયુદ્ધમાં મોટર ટોર્પિડો જહાજના કમાન્ડર પદ બાદ ૨૯ વર્ષની ઉંમરે તેઓ ૧૯૪૭ – ૧૯૫૩ દરમિયાન ડેમોક્રેટીક્સ પક્ષના ઉમેદવાર તરીકે મેસેચુસેટ્સના ૧૧મા જિલ્લાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા. ૧૯૫૩ – ૧૯૬૦ ના સમયગાળામાં અમેરિકી સેનેટ સભ્ય રહ્યા. ૧૯૬૦ની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ઉપરાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સનને હરાવી થિયોડોર રુઝવેલ્ટ બાદ ૪૩ વર્ષની આયુમાં સૌથી યુવા રાષ્ટ્રપ્રમુખ બન્યા.[2] તેમના શાસન દરમિયાન પિગ્ઝની ખાડીનું અધિગ્રહણ, ક્યુબા દ્વારા અણુ પ્રક્ષેપાસ્ત્ર નિર્માણ, બર્લિનની દિવાલનું નિર્માણ, રશિયા સાથેનું શીતયુદ્ધ અને અંતરિક્ષ પર કબજો જમાવાની હોડ, આફ્રિકી-અમેરિકન માનવાધિકાર ચળવળ અને વિયેતનામ યુદ્ધની શરૂઆત પ્રમુખ ઘટનાઓ છે.
કેનેડી પરિવાર સંયુક્ત રાજ્ય અમેરિકાના સૌથી વધુ રાજકીય આધિપત્ય ધરાવતા પરિવારો પૈકીનો એક છે. અમેરિકાના રાજકીય વર્તુળમાં એક રાષ્ટ્રપતિ, ત્રણ સેનેટર, ત્રણ રાજદૂત, તેમજ સંઘ અને રાજ્ય સ્તર પર ઘણા પ્રતિનિધિઓ આપનારો પરિવાર છે.જ્હોન એફ કેનેડીના લગ્ન જેક્વેલીન લી બોવિયર (૧૨ સપ્ટેમ્બર ૧૯૫૩) સાથે થયા હતા.તેમને ચાર સંતાનો એરાબેલા (૧૯૫૬) કેરોલાઇન બી. (૧૯૫૭) જોન એફ કેનેડી (જુ) (૧૯૬૦-૧૯૯૯) પેટ્રીક બોવિયર કેનેડી (૧૯૬૩) હતા.
૨૨ નવેમ્બર ૧૯૬૩, ને શુક્રવાર ના રોજ બપોરે ૧૨:૩૦ના સમયે કેનેડી જ્યારે ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં પોતાની મોટરકારમાં જઈ રહ્યા હતા ત્યારે લી હાર્વે ઓસ્વાલ્ડ નામના એક યુવકે ગોળી મારી તેમની હત્યા કરી હતી.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.