જયપુર
From Wikipedia, the free encyclopedia
જયપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. જયપુરમાં જયપુર જિલ્લાનું મુખ્યાલય તેમ જ રાજસ્થાન રાજ્યનું પાટનગર છે. જયપુર એ પિંક સીટી તરીકે પ્રખ્યાત છે. જયપુર રાજસ્થાન રાજ્યનું સૌથી મોટું શહેર છે. આ શહેરની સ્થાપના આમેરના રાજા સવાઈ જય સિંહ (દ્વિતિય)એ ૧૮ નવેમ્બેર ૧૭૨૭ના દિવસે કરી હતી.
જયપુર | |||||||||
जयपुर, ગુલાબી નગરી | |||||||||
— Metropolitan City — | |||||||||
ઉપરથી સમઘડી દિશામાં: જળ મહેલ, લક્ષ્મી નારાયણ મંદિર, આલ્બર્ટ હોલ, હવા મહેલ, જંતર મંતર | |||||||||
અક્ષાંશ-રેખાંશ | 26°55′34″N 75°49′25″E | ||||||||
દેશ | ભારત | ||||||||
રાજ્ય | રાજસ્થાન | ||||||||
જિલ્લો | જયપુર | ||||||||
સ્થાપના | ૧૭૨૭ | ||||||||
મેયર | સૌમ્યા ગુર્જર (ભાજપ) | ||||||||
વસ્તી • ગીચતા |
૩૦,૭૩,૩૫૦[1] (2011) • 276/km2 (715/sq mi) | ||||||||
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||||
વિસ્તાર • ઉંચાઇ |
11,117.8 square kilometres (4,292.6 sq mi) • 431 metres (1,414 ft) | ||||||||
કોડ
| |||||||||
વેબસાઇટ | www.jaipur.nic.in |
જયપુર શહેર તેમાં આવેલી ગુલાબી પત્થરની બનેલી ઐતિહાસિક ઇમારતો અને અન્ય મકાનોના બાહ્ય રંગને કારણે ગુલાબી નગરી તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લોકવાયકાઓમાં અન્ય કારણો પણ આપવામાં આવે છે જેનો કોઈ તાર્કિક કે દસ્તાવેજી પુરાવો મળતો નથી.[2] જયપુર વસ્તીની દૃષ્ટિએ ભારતનું દસમા ક્રમનું મોટું શહેર છે જે અમદાવાદથી ૬૬૦ કિ.મી. અને રાજધાની દિલ્હીથી ૨૬૮ કિ.મી.નાં અંતરે આવેલું છે. જયપુર શહેરને યુનેસ્કોએ ૬ જુલાઇ ૨૦૧૯ના રોજ વિશ્વધરોહર શહેર ઘોષિત કર્યું હતું.[3]