![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a9/India_Gujarat_location_map.svg/langgu-640px-India_Gujarat_location_map.svg.png&w=640&q=50)
ગડત
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ / From Wikipedia, the free encyclopedia
ગડત ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું ગામ છે. ગડત ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. ગડત ગામના ખેડૂતોનો સહકારી સંઘ આફુસ કેરી તેમ જ ચીકુની પરદેશમાં નિકાસ કરવા માટે જાણીતો છે. ગડત ગામ નવસારીથી ગણદેવી જતા રાજ્ય ધોરી માર્ગ ઉપર અંબિકા નદીના કિનારે આવેલું છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
ગડત | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°49′00″N 72°59′00″E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
તાલુકો | ગણદેવી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
બંધ કરો
આ ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.