કૌરવ
મહાભારત મુજબ ધૃરાષ્ટ્ર અને ગાંધારીના ૧૦૦ પુત્રો / From Wikipedia, the free encyclopedia
કૌરવો (સંસ્કૃત: कौरव) એ એક સંસ્કૃત શબ્દ છે, જે કુરુ રાજાના વંશજો માટે વપરાય છે, મહાભારતમાં ધૃતરાષ્ટ્રના સંતાનો માટે આ શબ્દ વપરાયો છે. કુરુ એક મહાન રાજા હતા જે મહાભારતના મોટાભાગના પાત્રોના આદિપુરુષ છે. દુર્યોધન, દુઃશાસન, વિકર્ણ, યુયુત્સુ વગેરે સો ભાઈઓ અને દુશલા નામે બહેન કૌરવો તરીકે ઓળખાયા.