કોલકાતા
પશ્ચિમ બંગાળનું પાટનગર / From Wikipedia, the free encyclopedia
કોલકાતા (મદદ·માહિતી) (બંગાળી: কলকাতা, હિન્દી: कोलकाता, જુનું નામ કલકત્તા (મદદ·માહિતી), એ ભારતનાં પૂર્વ ભાગમાં આવેલા રાજ્ય પશ્ચિમ બંગાળનું પાટનગર છે જે હુગલી નદીનાં પૂર્વ કાંઠે વસેલું છે.[1] જ્યારે કોલકાતાનો ઉલ્લેખ થાય ત્યારે, તેમાં આસપાસનાં પરાં વિસ્તારોનો પણ સમાવેશ થઈ જતો હોય છે અને માટે તેની કુલ વસ્તીનો આંક દોઢ કરોડને વટાવી જાય છે,[2] જેને કારણે કોલકાતા ભારતનું ત્રીજા ક્રમે આવતું સૌથી મોટું શહેર બને છે. અને તેનો આ દરજ્જો જ તેને સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ) દ્વારા વ્યખ્યાયિત કરેલા વિશ્વનાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં ૭માં ક્રમે મુકે છે.[3]
કોલકાતા (કલકત્તા) | |||||||
কলকাতা कोलकाता | |||||||
— મેટ્રોપોલિટન શહેર — | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°34′22″N 88°21′50″E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | પશ્ચિમ બંગાળ | ||||||
જિલ્લો | કોલકાતા † | ||||||
મેયર | બિકાશ રંજન ભટ્ટાચાર્ય | ||||||
વસ્તી • ગીચતા |
૫૦,૮૦,૫૧૯ (૨૦૦૯) • [convert: invalid number] | ||||||
અધિકૃત ભાષા(ઓ) | બંગાળી, હિંદી, અંગ્રેજી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
206 square kilometres (80 sq mi) • 9 metres (30 ft) | ||||||
કોડ
| |||||||
Footnotes
| |||||||
વેબસાઇટ | www.kolkatamycity.com |
બ્રિટિશ રાજ દરમ્યાન ઇ.સ. ૧૯૧૧ સુધી કલકત્તા ભારતની રાજધાની રહ્યું. એક સમયે આધુનિક શિક્ષણ, ઉદ્યોગો, વિજ્ઞાન, સંસ્કૃતિ અને રાજકારણનું કેન્દ્ર રહી ચુકેલું કોલકાતા ૧૯૫૪થી લાંબા ગાળા સુધી તીવ્ર રાજકારણીય હિંસા, સંઘર્ષ અને મંદ અર્થતંત્ર વિગેરેનું મુક સાક્ષી બની રહ્યું. વર્ષ ૨૦૦૦ પછી ફરીથી બેઠાં થયેલાં અર્થતંત્રને કારને શહેરનો વિકાસ ફરી એક વખત વધવા માંડ્યો છે. ભારતનાં અન્ય મહાનગરોની જેમજ કોલકાતા પણ ગરીબી, પ્રદુષણ અને વાહનોની ભીડ જેવી શહેરીકરણની સમસ્યાઓનો સતત સામનો કરી રહ્યું છે.
કોલકાતાનું નામ ઇતિહાસમાં વિવિધ આંદોલનોને કારણે આલેખાયેલું છે, જેમકે, ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ, ડાબેરી (સામ્યવાદી) રાજકારણ અને મજુર મહાજન (trade union), વિગેરે.