કછોલી
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ / From Wikipedia, the free encyclopedia
કછોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું ગામ છે. કછોલી ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ઉપરાંત કછોલી ગામ ખાતે મૂકબધિર બાળકો માટેની શાળા પણ આવેલી છે. કછોલી ગામ અમલસાડથી ગણદેવી જતા માર્ગ ઉપર આવેલું છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
કછોલી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°49′00″N 72°59′00″E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
તાલુકો | ગણદેવી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
બંધ કરો
આ ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.