ભારતના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં ક્ષિપ્રા નદીની બાજુમાં આવેલું પ્રાચીન શહેર From Wikipedia, the free encyclopedia
ઉજ્જૈન (ઉચ્ચાર: /uːˈdʒeɪn/ (listen)) ભારતના મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાનું સૌથી મોટું શહેર છે. તે વસ્તીની દ્રષ્ટિએ મધ્ય પ્રદેશનું પાંચમું મોટું શહેર છે અને ઉજ્જૈન જિલ્લાનું વહીવટી મથક છે.[1] ઉજ્જૈન મહત્વનું હિંદુ તીર્થધામ છે અને અહીં દર બાર વર્ષે કુંભ મેળો ભરાય છે.[2]
ઉજ્જૈન
ઉજ્જયિની, અવંતિ, અવંતિકા, અવંતિકાપુરી | |
---|---|
શહેર | |
ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈન શહેર | |
અન્ય નામો: મંદિરો અને શાંતિનું શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 23.17°N 75.79°E | |
દેશ | ભારત |
રાજ્ય | મધ્ય પ્રદેશ |
વિસ્તાર | માળવા |
જિલ્લો | ઉજ્જૈન જિલ્લો |
સરકાર | |
• માળખું | ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશન |
• મેયર | મીના જોનવાલ (ભાજપ) |
• મ્યુનિસિપલ કમિશ્નર | દેવેન્દ્ર નિગમ |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૫૧૫૨૧૫ |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
• અન્ય | માળવી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૪૫૬૦૦૧ થી ૪૫૬૦૧૦ |
ટેલિફોન કોડ | ૦૭૩૪ |
વાહન નોંધણી | MP-13 |
વરસાદ | 900 millimetres (35 in) |
સરેરાશ વાર્ષિક તાપમાન | 24.0 °C (75.2 °F) |
સરેરાશ ઉનાળુ તાપમાન | 31 °C (88 °F) |
સરેરાશ શિયાળુ તાપમાન | 17 °C (63 °F) |
વેબસાઇટ | ujjain |
પ્રાચીન શહેર ઉજ્જૈન ક્ષિપ્રા નદીના કાંઠે વસેલું છે. ઇતિહાસમાં ઉજ્જૈન માળવા ઉચ્ચપ્રદેશનું સૌથી મહત્વનું શહેર ગણાય છે. ઇ.સ. પૂર્વે ૬૦૦ની આસપાસ તે મધ્ય ભારતના રાજકીય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું. તે પ્રાચીન અવંતી રાજ્યની રાજધાની હતું. ૧૯મી સદી સુધી તે રાજકીય, વ્યાપાર અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્વનું શહેર રહ્યું હતું. ત્યાર પછી બ્રિટિશરો દ્વારા ઈંદોરનો વિકાસ કરાયો પરંતુ ઉજ્જૈને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ જાળવી રાખ્યું છે.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.