From Wikipedia, the free encyclopedia
મોરીટેનીયાનો રાષ્ટ્રધ્વજ એ મોરીટેનીયાના ધ્વજ માટે વપરાતું સર્વસામાન્ય નામ છે. ધ્વજને એપ્રિલ ૧, ૧૯૫૯ના રોજ અપનાવાયો હતો.[1] તે મોકતાર ઉલ્દ ડાદાહના માર્ગદર્શન હેઠળ સ્વીકૃતિ પામ્યો હતો.[2] તે રાષ્ટ્રધ્વજોમાં સૌથી અનોખો છે કારણ કે તે ધ્વજમાં વપરાતા સૌથી સામાન્ય રંગો લાલ, સફેદ અથવા ભૂરો એકપણ રંગ ધરાવતો નથી. આ પ્રકારનો અન્ય ધ્વજ ફક્ત જમૈકાનો રાષ્ટ્રધ્વજ છે.
લીલો અને સોનેરી રંગ સમગ્ર આફ્રિકાના રંગો ગણવામાં આવે છે.[3] લીલો રંગ ઇસ્લામનું પણ પ્રતિક ગણાય છે અને સોનેરી રંગ સહારાના રણનો પણ સૂચક છે. બીજનો ચંદ્ર અને સિતારો ઈસ્લામના સૂચક છે. ઈસ્લામ દેશની બહુમતી પ્રજાનો ધર્મ છે. કેટલાકના મતે લીલો રંગ ઉજ્જવળ ભવિષ્ય અને વિકાસનો પણ સૂચક છે. ધ્વજના કદ અને તેના પર રહેલા ચિહ્નોના સ્થાન કે કદ વિશે કોઈ સત્તાવાર કાયદો નથી. પરંતુ ધ્વજ ૨:૩ આકારનો હોય છે.
હાલના બંધારણમાં ૧૨ જુલાઈ ૧૯૯૧ના રોજ સ્પષ્ટતા કરાઈ છે કે:[4]
રાજચિહ્નની જેમ નહિ પરંતુ ધ્વજની પરિભાષા આપવાનો કાયદાનો હક્ક છે અને તે આગળની કોઈ તારીખે જરૂર પ્રમાણે સ્પષ્ટતા કરાશે.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.