બાંદ્રા
From Wikipedia, the free encyclopedia
બાંદ્રા (મરાઠી: वांद्रे) એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈનું ગુજરાત તરફથી પ્રવેશ કરનાર વ્યક્તિ માટે રેલ્વે ટર્મીનલ અને શહેરનું પ્રથમ રેલ્વે સ્ટોપ ધરાવતું મહત્વનું ઉપનગર છે.[૧] શહેરની ધોરી નસ સમાન લોકલ ટ્રેનના પાટાને કારણે ઉપનગર બાંદ્રા પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગમાં વહેંચાઈ જાય છે. ગુજરાત બાજુથી પ્રવેશ કરીએ તો પાટાની ડાબી તરફનો ઉપનગરીય વિસ્તાર તે બાંદ્રા-પૂર્વ કહેવાય છે જ્યારે પાટાની જમણી તરફ છે તે બાંદ્રા-પશ્ચિમ કહેવાય છે. આ ઉપનગરમાં શાહરૂખ ખાન, આદિત્ય રોય કપૂર, કૅટરિના કૈફ, સલમાન ખાન, સચિન તેંડુલકર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, ભૂતપૂર્વ સાંસદ પ્રિયા દત્ત, ભાજપના મુંબઈ ક્ષેત્ર પ્રમુખ આશિષ શેલાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકી જેવા બૉલીવુડનાં દિગ્ગજ કલાકાર, ક્રિકેટનાં ખેલાડી તેમજ ઘણી રાજકીય હસ્તીઓ નિવાસ કરે છે.
બાંદ્રા
वांद्रे | |
---|---|
ઉપનગર | |
![]() બાંદ્રા તટનો દેખાવ | |
અક્ષાંશ-રેખાંશ: 19.054444°N 72.840556°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | મુંબઇ ઉપનગર |
મેટ્રો | મુંબઇ |
વિસ્તાર | ૩ |
વોર્ડ | H પશ્ચિમ |
વસ્તી (૧૯૯૧) | |
• કુલ | ૩,૦૦,૦૦૦ |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (સમય વિસ્તાર (IST)) |
પિનકોડ | ૪૦૦ ૦૫૦ ૪૦૦ ૦૫૧ |
વાહન નોંધણી | MH-02 |
લોકસભા વિસ્તાર | મુંબઇ ઉત્તર મધ્ય |
વિધાનસભા વિસ્તાર | બાંદ્રા |
સંદર્ભ
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.