ગુજરાતના કચ્છ જિલ્લાનો તાલુકો From Wikipedia, the free encyclopedia
લખપત તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલો એક તાલુકો છે. જેનું મુખ્ય મથક દયાપર છે. તાલુકાનું નામ પશ્ચિમ દિશાના અંતિમ ગામ લખપત પરથી પડ્યું છે, જેમાં લોક-વાયકા પ્રમાણે લાખોનો વેપાર થતો હતો, તેથી તેનું નામ લખપત પડયું હતું.
તાલુકાની મુખ્ય નદીઓમાં લોખંડ (પીપચર), ખારી નદી (પાન્ધ્રો), વાણીયાસર (વિરાણી), દમણ (નોજ)નો સમાવેશ થાય છે. મુખ્ય ખરીફ પાકો મગ, બાજરી, ગુવાર, જુવાર, મગફળી, એરંડા છે.[3]
અહીં પાન્ધ્રો ગામ પાસે લિગ્નાઈટ કોલસાની ખાણ આવેલી છે, જે જોવાલાયક છે. નજીકમાં જ માતાનો મઢ, નારાયણ સરોવર અને કોટેશ્વર જેવા યાત્રાધામ પણ આવેલાં છે, જે આ તાલુકામાં સ્થિત છે.
લખપત તાલુકામાં ૧૦૦ જેટલા ગામો આવેલા છે.
Seamless Wikipedia browsing. On steroids.