ભારતના ગુજરાત રાજ્યનું એક નગર From Wikipedia, the free encyclopedia
લખપત ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકાનું ગામ છે. લોક-વાયકા પ્રમાણે લખપતમાં લાખોનો વેપાર થતો હતો તેથી તેનું નામ લખપત પડયું હતું. લખપત ભારતનુ પશ્ચિમ દિશાનું અંતિમ ગામ પણ છે. ગામ પરથી જ તાલુકાનું નામ લખપત પડ્યું છે.
લખપત ભૂતકાળમાં ધમધમતું અને જાહોજલાલી ધરાવતું વિકસીત બંદર હતું. સદી પૂર્વે આ બંદરેથી લાખો કારીની પત (આવક) થતી હોવાથી લખપત નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે. લખપતમાં આજેય જૂની કસ્ટમ કચેરી સહિતની ઇમારતો ભવ્ય ભુતકાળની ચાડી ખાતી ઊભી છે.[1]
લખપતનો કિલ્લો અને નાનું ઐતિહાસિક ગુરુદ્વારા અહીંના જોવાલાયક સ્થળો છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.