લખપતનો કિલ્લો
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
લખપતનો કિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત ખાતે આવેલ એક પુરાતન કિલ્લો છે, જે જમાદાર ફતેહ મહંમદે ઇ.સ. ૧૮૦૧માં બંધાવ્યો હતો.[1] લખપત ખાતે તે સમયે બંદર ધમધમતું હતું. ઇતિહાસમાંની વિગત મુજબ ઈ.સ. ૧૮૧૯ના સમયમાં તે લખપત રજવાડાના સેનાપતિ હતા. તે કચ્છ ક્રોમબેલ તરીકે જાણીતા હતા. આ કિલ્લો આજે પણ ભુતકાળની તથા ઇતિહાસની સાક્ષી પૂરતો અડીખમ ઉભો છે. આજે લખપતમાં મોટા ફેરફારો થયા છે, પણ આ કિલ્લો આજે પણ જેમનો તેમ ઉભો છે. કચ્છમાં ૧૮૧૯ના વર્ષમાં અને ૨૦૦૧ના વર્ષમાં મોટા અને વિનાશક ભૂકંપ આવ્યા હતા, છતાં આ કિલ્લો અડીખમ રહ્યો છે. આ કિલ્લાના નિર્માણકર્તા જમાદાર ફતેહ મહંમદની ફતેહમંદી વિશે કવિ કેશવરામે "ફતેહ સાગર" નામે ગ્રંથ રચ્યો હતો.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.