બાંદ્રા

From Wikipedia, the free encyclopedia

બાંદ્રાmap

બાંદ્રા (મરાઠી: वांद्रे) એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈનું ગુજરાત તરફથી પ્રવેશ કરનાર વ્યક્તિ માટે રેલ્વે ટર્મીનલ અને શહેરનું પ્રથમ રેલ્વે સ્ટોપ ધરાવતું મહત્વનું ઉપનગર છે.[1] શહેરની ધોરી નસ સમાન લોકલ ટ્રેનના પાટાને કારણે ઉપનગર બાંદ્રા પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગમાં વહેંચાઈ જાય છે. ગુજરાત બાજુથી પ્રવેશ કરીએ તો પાટાની ડાબી તરફનો ઉપનગરીય વિસ્તાર તે બાંદ્રા-પૂર્વ કહેવાય છે જ્યારે પાટાની જમણી તરફ છે તે બાંદ્રા-પશ્ચિમ કહેવાય છે. આ ઉપનગરમાં શાહરૂખ ખાન, આદિત્ય રોય કપૂર, કૅટરિના કૈફ, સલમાન ખાન, સચિન તેંડુલકર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, ભૂતપૂર્વ સાંસદ પ્રિયા દત્ત, ભાજપના મુંબઈ ક્ષેત્ર પ્રમુખ આશિષ શેલાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકી જેવા બૉલીવુડનાં દિગ્ગજ કલાકાર, ક્રિકેટનાં ખેલાડી તેમજ ઘણી રાજકીય હસ્તીઓ નિવાસ કરે છે.

Quick Facts બાંદ્રા वांद्रे, દેશ ...
બાંદ્રા

वांद्रे
ઉપનગર
Thumb
બાંદ્રા તટનો દેખાવ
Thumb
બાંદ્રા
બાંદ્રા
અક્ષાંશ-રેખાંશ: 19.054444°N 72.840556°E / 19.054444; 72.840556
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોમુંબઇ ઉપનગર
મેટ્રોમુંબઇ
વિસ્તાર
વોર્ડH પશ્ચિમ
વસ્તી
 (૧૯૯૧)
  કુલ૩,૦૦,૦૦૦
ભાષાઓ
  અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (સમય વિસ્તાર ‍(IST))
પિનકોડ
૪૦૦ ૦૫૦
૪૦૦ ૦૫૧
વાહન નોંધણીMH-02
લોકસભા વિસ્તારમુંબઇ ઉત્તર મધ્ય
વિધાનસભા વિસ્તારબાંદ્રા
બંધ કરો

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.