From Wikipedia, the free encyclopedia
ગાંધીધામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ગાંધીધામ આ તાલુકાનું મુખ્ય મથક છે.[૨] તાલુકા પંચાયતની વહીવટી કચેરી ગાંધીધામ-આદિપુરને જોડતા ટાગોર રોડ પર આદિપુર નજીક આવેલી છે. અંજાર અને ભચાઉ આ તાલુકાથી સૌથી નજીકના તાલુકા છે. આ તાલુકામાં અનેક પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થયો છે. જેમાં ટ્રાન્સપોર્ટેશન, શોપિંગ, મીઠાઉદ્યોગ, લાકડાનો મોટો ઉદ્યોગ વગેરે મુખ્ય છે. સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં ભારતની નામાંકિત કંપનીઓની ફેક્ટરીઓ અને ઇફ્કોનો ખાતરનો પ્લાન્ટ પણ આ તાલુકામાં છે.
ગાંધીધામ તાલુકામાં જુદી-જુદી ભાષાઓ બોલાય છે, જેમાં કચ્છી, સિંધી, હિંદી અને ગુજરાતી મુખ્ય છે.
ભારતના ભાગલા થતાં કરાચી બંદર પાકિસ્તાનમાં ગયું અને તેની ખોટ પૂરી કરવા માટે કંડલા બંદરનો ભારત સરકાર દ્વારા વિકાસ કરાયો હતો જે બંદર આ તાલુકામાં આવેલું છે. તેના કારણે આ તાલુકામાં અનેક ઉદ્યોગોનો વિકાસ થયો છે તથા વસતીમાં પણ વધારો થયો છે. જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા ૨૨ ઓગસ્ટ ૨૦૦૦ના રોજ અંજાર તાલુકામાંથી ૯ ગામો તથા કંડલા કોમ્પલેક્ષના શહેરી વિસ્તારને મેળવીને નવા ગાંધીધામ તાલુકાની રચના કરવામાં આવી હતી.[૩] આ તાલુકો કચ્છ જિલ્લામાં સૌથી નાનો તાલુકો છે.
Seamless Wikipedia browsing. On steroids.