ભારતના ગુજરાત રાજ્યનું એક નગર From Wikipedia, the free encyclopedia
કંડલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વિસ્તારની રીતે સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં ગાંધીધામ શહેર નજીક આવેલું મહત્વનું અને દેશના પશ્ચિમી દરિયાકિનારા પરનું એક મોટું બંદર છે, જે અરબ સાગરના તટ પર કચ્છના અખાતમાં આવેલું છે. દેશનાં ભાગલા બાદ કરાચી બંદર પાકિસ્તાનને સોંપાયું અને પશ્ચિમ ભારતનાં મહત્વનાં બંદર તરીકે ઇ. સ. ૧૯૫૦માં કંડલાની સ્થાપના થઇ હતી. કંડલા બંદરીય વિસ્તાર છે, ત્યાંની તમામ જમીનનો વહીવટ કંડલા પૉર્ટ ટ્રસ્ટ મારફતે કેન્દ્ર સરકાર હસ્તક હોવાથી ગુજરાત સરકાર હસ્તક જમીન ન હોવાથી ગામતળ નીમ કરાયું નથી. પંચાયત કે પાલિકા નથી. વિકાસ, પ્રાથમિક સુવિધા આપવાની ફરજ કંડલા પૉર્ટ ટ્રસ્ટ અદા કરે છે.[૩][મૃત કડી]
કંડલા બંદર | |
---|---|
બંદર અને નગર | |
અક્ષાંશ-રેખાંશ: 23.03°N 70.22°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | કચ્છ જિલ્લો |
સ્થાપના | ૧૯૫૦ |
સરકાર | |
• વિકાસ કમિશ્નર | ઉપેન્દ્ર વસિષ્ઠ, IOFS[૧] |
ઊંચાઇ | ૩ m (૧૦ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૫,૭૮૨[૨] |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | GJ-12 |
વેબસાઇટ | www |
જાહેર | |
શેરબજારનાં નામો | BSE: 533248 NSE: GPPL |
---|---|
ઉદ્યોગ | પરિવહન, બંદર |
સ્થાપના | ૧૯૫૦ |
મુખ્ય કાર્યાલય | કંડલા બંદર, ગુજરાત |
મુખ્ય લોકો | નિતિન ગડકરી (વહાણવહીવટ મંત્રી) રવિ પરમાર (ચેરમેન) આલોક સિંગ (ડેપ્યુટી ચેરમેન) શિશિર શ્રીવાસ્તવ (CVO) બિમલ કુમાર ઝા (સેક્રેટરી) |
માલિકો | કંડલા પોર્ટ ટ્રસ્ટ, ભારત સરકાર |
વેબસાઇટ | http://www.kandlaport.gov.in |
૨૦૧૫-૧૬ના વર્ષમાં બંદર વડે ૧૦૬૦ લાખ ટન માલ-સામાનની હેરફેર કરાઇ હતી.[૪]
૧૯૦૮ના ઇન્ડિયા પોર્ટ એક્ટ હેઠળ કંડલા બંદરનું નામ દિનદયાળ પોર્ટ કરાયું છે.[૫]
૯ જૂન ૧૯૯૮ના રોજ અહીં ભયંકર વાવાઝોડું આવ્યું હતું.[૬] અધિકૃત સરકારી માહિતી મુજબ, તેમાં અંદાજે ૧૪૮૫ લોકો મૃત્યુ થયા હતા અને ૧૨૨૬ લોકો લાપત્તા થયા હતા તેમજ ૧૫૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.[૭]
Seamless Wikipedia browsing. On steroids.