Remove ads
ગાયક, કર્ણાટકી ગાયક From Wikipedia, the free encyclopedia
મદુરાઇ ષણ્મુખવડીવુ સુબ્બુલક્ષ્મી (૧૬ સપ્ટેમ્બર ૧૯૧૬ – ૧૧ ડિસેમ્બર ૨૦૦૪) કર્ણાટકી સંગીત ગાયિકા હતા. તેઓ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મેળવનાર પ્રથમ સંગીતકાર હતા.[૧] તેઓ એશિયાના નોબલ પુરસ્કાર તરીકે ઓળખાતા રેમન મેગ્સેસ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર હતા.[૨] ઉપરાંત ૧૯૬૬માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાર્યક્રમ કરનાર પ્રથમ ભારતીય પણ હતા.[૩][૪]
એમ. એસ. સુબ્બુલક્ષ્મી | |
---|---|
ભારતીય ટપાલ ટિકિટ પર એમ. એસ. સુબ્બુલક્ષ્મી | |
પાર્શ્વ માહિતી | |
જન્મ નામ | મદુરાઇ ષણ્મુખવડીવુ સુબ્બુલક્ષ્મી |
અન્ય નામો | એમ. એસ. |
જન્મ | મદુરાઇ, મદ્રાસ પ્રાંત, ભારત | 16 September 1916
મૂળ | ભારત |
મૃત્યુ | 11 December 2004 88) ચેન્નઈ, તમિલનાડુ, ભારત | (ઉંમર
શૈલી | ભારતીય શાસ્ત્રીય સંગીત |
વ્યવસાયો | શાસ્ત્રીય ગાયક |
સક્રિય વર્ષો | ૧૯૩૦ — ૨૦૦૪ |
સુબ્બુલક્ષ્મીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર ૧૯૧૬ના રોજ મદ્રાસ પ્રાંતના મદુરાઇ ખાતે ષણ્મુખવડીર અમ્માલ અને સુબ્રમણ્યમ ઐયરને ત્યાં થયો હતો. તેમણે ખૂબ જ નાની ઉંમરથી કર્ણાટકી સંગીત શીખવાની શરૂઆત કરી તથા સેમ્મગુડી શ્રીનિવાસ ઐયરના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. બાદમાં પંડિત નારાયણરાવ વ્યાસના માર્ગદર્શન હેઠળ હિંદુસ્તાની સંગીતમાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી. તેમની માતા દેવદાસી સમુદાય દ્વારા સંગીત પ્રતિપાદક અને નિયમિત મંચ કલાકાર હતા. સુબ્બુલક્ષ્મી બાળપણથી જ સંગીત શીખવા માટેના અનુકૂળ વાતાવરણમાં ઉછર્યા હતા. તેમણે અગિયાર વર્ષની ઉંમરે ૧૯૨૭માં રોકફોર્ટ મંદિર, તિરુચિરાપલ્લી ખાતે પોતાનો પ્રથમ જાહેર કાર્યક્રમ આપ્યો. આ કલાપ્રદર્શન કાર્યક્રમનું આયોજન તિરુચિરાપલ્લી ખાતેના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા એફ. જી. નતેસા ઐયર દ્વારા કરવામાં આવ્યું હતું.[૫]
૧૯૩૬માં સુબ્બુલક્ષ્મી મદ્રાસ આવી ગયા.[૬] અહીં ૧૯૩૮માં તેમણે સેવાસદન નામની ફિલ્મમાં અભિનેત્રી તરીકેની ભૂમિકા ભજવી.[૭]
સુબ્બુલક્ષ્મીએ બાળપણથી જ તેમના માતા પાસેથી કર્ણાટકી સંગીત શીખવાની શરૂઆત કરી. બાદમાં પંડિત નારાયણરાવ વ્યાસ પાસેથી હિંદુસ્તાની સંગીતમાં પણ પ્રશિક્ષણ મેળવ્યું. તેઓ માત્ર દસ વર્ષના હતા ત્યારે તેમનું પહેલું રેકોર્ડિંગ બહાર પડ્યું. ૧૯૨૯માં મદ્રાસ સંગીત અકાદમી ખાતે ૧૩ વર્ષની ઉંમરે સંગીત કાર્યક્રમ આપ્યો. જેમાં તેમણે હિન્દુ ભજન રજૂ કર્યા હતા.[૮] આ કાર્યક્રમ બાદ તેઓ અગ્રણી કર્ણાટકી ગાયિકા બની ગયા.[૬][૯]
તેમણે ભારતના સાંસ્કૃતિક રાજદૂત તરીકે લંડન, ન્યુયોર્ક, કેનેડા સહિતના ઘણા દેશોમાં સીમાચિહ્નરૂપ સંગીત કાર્યક્રમો રજૂ કર્યા.[૧૦] ૧૯૭૭માં તેમના પતિ કલ્કિ સદાશિવમના અવસાન બાદ તેમણે સંગીતના જાહેર કાર્યક્રમ આપવાનું બંધ કરી દીધું.
સુબ્બુલક્ષ્મીએ કારકિર્દીની શરૂઆતમાં કેટલીક તમિલ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. સેવાસદન તેમની પહેલી ફિલ્મ હતી. કે. સુબ્રમણ્યમ દ્વારા નિર્દેશિત આ ફિલ્મના મુખ્ય નાયક તરીકેની ભૂમિકા એફ. જી. નતેસા ઐયરે ભજવી હતી.[૧૧] આ ફિલ્મ પ્રેમચંદની નવલકથા બાઝાર–એ–હુસ્ન પર આધારિત હતી. તેમના પતિના રાષ્ટ્રવાદી તામિલ સામયિક કલ્કિના પ્રકાશન ભંડોળ માટે તેમણે સાવિત્રી નામની ફિલ્મમાં નારદનું પુરુષ પાત્ર પણ ભજવ્યું હતું. ૧૯૪૫માં રજુ થયેલી ફિલ્મ મીરાં તેમની સૌથી યાદગાર ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમણે ભક્તિ કવયિત્રી મીરાબાઇનું પાત્ર ભજવ્યું હતું. ૧૯૪૭માં આ ફિલ્મ હિંદીમાં ફરીથી બનાવવામાં આવી હતી.
જવાહરલાલ નહેરુએ તેમને સંગીતની રાણી કહી નવાજ્યા હતા. લતા મંગેશકરે તપસ્વીની, ઉસ્તાદ બડે ગુલામ અલી ખાને સુશ્વરલક્ષ્મી તથા કિશોરી અમુનકરે તેમને આઠમા સૂર તરીકે ઓળખાવ્યા હતા. ભજ ગોવિંદમ્, 'વિષ્ણુ સહસ્ત્રાનામ, હરિ તુમ હરો અને વેંકટેશ્વર જપ તેમના કેટલાક પ્રસિદ્ધ ભજનો છે. તેમને મળેલા કેટલાક સન્માન-પુરસ્કારો આ પ્રમાણે છે :
૧૮ ડિસેમ્બર ૨૦૦૫ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી.[૧૩] તેમની જન્મજયંતિના ઉપલક્ષમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી.[૧૪]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.