તામિલ નાડુનું પાટનગર From Wikipedia, the free encyclopedia
ચેન્નઈ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલાતમિલનાડુ રાજ્યની રાજધાની છે. આ ઉપરાંત ચેન્નઈમાં ચેન્નઈ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. ચેન્નઈ ભારતનું ચોથું સૌથી મોટું મહાનગર છે. ચેન્નઈ દેશના અન્ય ભાગો સાથે રેલ્વે માર્ગ દ્વારા, રાષ્ટ્રીય ધોરી માર્ગ દ્વારા તેમ જ વિમાન માર્ગ દ્વારા જોડાયેલું હોવાથી અહીં જવા માટે અદ્યતન સુવિધાઓ મળી શકે છે.
ચેન્નઈ | |||||||
અક્ષાંશ-રેખાંશ | 13°05′N 80°16′E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | તમિલનાડુ | ||||||
જિલ્લો | ચેન્નઈ | ||||||
મેયર | ???? | ||||||
વસ્તી • ગીચતા |
૪૩,૫૨,૯૮૨ (૨૦૦૬) • [convert: invalid number] | ||||||
અધિકૃત ભાષા(ઓ) | તમિલ | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • મેટ્રો વિસ્તાર |
[convert: invalid number] | ||||||
કોડ
|
ચેન્નઈ (તમિળ: சென்னை IPA: [ˈtʃɛnnəɪ]), નામે જાણીતું Madras (મદદ·માહિતી)છે., ચેન્નઈ ભારતનું ચોથા નંબરનું સૌથી મોટું શહેર છે, જે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. બંગાળની ખાડીના કોરોમંડલ કાંઠેઆવેલા ચેન્નઈની વસ્તી 2009ની વસ્તીગણતરી મુજબ 8.85 મિલિયન(88 લાખ)જેટલી છે. ચેન્નઈ મહાનગર પાલિકા પણ છે. [1]શહેરી વસ્તી અંદાજીત રીતે 80 લાખ જેટલી છે,[2]જેના કારણે તે ભારતનું સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું શહેર છે.
આ શહેર બ્રિટિશરો દ્વારા 17મી સદીમાં બાંધવામાં આવ્યું હતું, જેને તેમણે એક મોટા શહેરી વિસ્તાર અને નૌકામથક તરીકે વિકસાવ્યું હતું. 20મી સદી સુધીમાં, તે મદ્રાસ પ્રાંતનું મહત્વનું વહીવટી કેન્દ્ર બની ગયું હતું.
ચેન્નઈનું અર્થતંત્ર ઓટોમોબાઇલ, ટેકનોલોજી, હાર્ડવેર ઉત્પાદન અને હેલ્થકેર ઉદ્યોગમાં બહોળો ઔદ્યોગિક પાયો ધરાવે છે. ચેન્નઈ સોફ્ટવેર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) અને તેને સંલગ્ન સેવાઓ આઈટીઈએસ(ITES))ની નિકાસ કરતું ભારતનું બીજા નંબરનું શહેર છે. ભારતનો મોટાભાગનો ઓટોમોબાઈલ ઉદ્યોગ ચેન્નઈની આસપાસ સ્થપાયો છે. [3][4] તમિલનાડુ રાજ્યની જીડીપી(GDP)માં ચેન્નઈનું પ્રદાન 39 ટકા છે. ભારતમાંથી થતી ઓટોમોટિવ નિકાસમાંથી 60 ટકા નિકાસ ચેન્નઈમાંથી થાય છે. ઘણી વખત તેને ભારતનું ડેટ્રોઈટ ગણવામાં આવે છે.[5][6][7]
ચેન્નઈમાં દેશના સૌથી મોટા સાંસ્કૃતિક કાર્યક્રમમાંના એક મદ્રાસ મ્યુઝીક સિઝનના કાર્યક્રમનું આયોજન થાય છે, જેમાં હજારોની સંખ્યામાં કલાકારો ભાગ લે છે. શહેરમાં નાટ્ય ક્રાર્યક્રમને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. ઉપરાંત ચેન્નઈમાં પ્રાચીન નૃત્યકળા ભારતનાટ્યમનું કેન્દ્ર પણ છે. તમિળફિલ્મ ઉદ્યોગ, જે મોટાભાગે કોલીવુડ નામે ઓળખાય છે, તે ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ફિલ્મ ઉદ્યોગ છે. આ ઉદ્યોગનું કેન્દ્ર ચેન્નઈ છે. જેથી આ શહેરના સંગીતનો ફિલ્મમાં પડઘો પડે છે.
ચેન્નઈ નામ ચેન્નાપટ્ટીનમ માંથી ટુંકાવવામાં આવ્યું છે, જેનું બ્રિટિશ હકુમત દ્વારા ઈ.સ. 1640માં ફોર્ટ સેંટ જયોર્જનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ પહેલા આ ભાગ ચંદ્રગીરીના રાજાના આધિપત્ય હેઠળ આવતો હતો.
ચેન્નઈ નામ અંગે બે કથાઓ પ્રચલીત છે. એક કથા મુજબ ચેન્નાપટ્ટીનમ નામ કલાહસ્થી વંદવાસીના રાજા પદમનાયક વેલામાના વિજયનગર નાયક દામેર્લા ચેન્નાપ્પા નાયક પરથી આવ્યું છે. બ્રિટિશ હકુમતે ઈ. સ. 1639માં તેમની પાસેથી આ નગર હસ્તગત કરી લીધી હતું. ચેન્નઈ ના નામનો સત્તાવાર ઉપયોગ ઓગસ્ટ 1639માં કરાયેલા એક વેચાણ ખતમા મળી આવ્યો છે. આ વેચાણ ખત બ્રિટિશ એજન્ટ ફ્રાન્સિસ ડેનો હતો [8]. અન્ય એક વૃતાંત મુજબ, ચેન્નાપટ્ટીનમ નામ ચેન્ના કેશ્વા પેરૂમલ મંદિરપરથી આવ્યું છે. તમિળમાં ચેન્ની અર્થ થાય છે ચહેરો , અને મંદિરને શહેરનો ચહેરો માનવામાં આવે છે [9].
શહેરનું ભૂતપૂર્વ નામ મદ્રાસ ફોર્ટ સેંટ જ્યોર્જની ઉત્તરે આવેલા મદ્રાસપટ્ટીનમ નામ પરથી આવ્યું હતું.
પરંતુ સંશોધકો વચ્ચે મદ્રાસપટ્ટીનમ કેવી રીતે આવ્યું તેને લઈને થોડો વિવાદ છે.કેટલાક માને છે કે અહીં 16મી સદીમાં આવેલા પોર્ટુગીઝોએ એક ગામનું નામ માદ્રે દે દેઉસ આપ્યું હતું [10]. કેટલાક એવું માને છે કે આ ગામનું નામ જાણીતા મદેરિયોસ પરિવાર (પાછલા વર્ષોમાં મદેરા અથવા મદ્રા નામે જાણીતા) પોર્ટુગીઝ મુળના પરિવાર, જેમણે ચેન્નઈમાં મદ્રે દિ દેઉસ નું ચર્ચ સાન્થોમમાં 1575માં બંધાવ્યું હતું, તેમના પરથી આવ્યું છે.(આ ચર્ચને 1997માં ધ્વંશ કરી દેવામાં આવ્યું છે.)
17મી સદીમાં બ્રિટિશરોએ આ વિસ્તારનો કબજો લીધો ત્યારે મદ્રાસપટ્ટીનમ અને ચેન્નાપટ્ટીનમ ને વિલીન કરી દેવામાં આવ્યા અને આ નગરને બ્રિટિશરોમદ્રાસપટ્ટીનમ તરીકે ઓળખતા હતા જ્યારે સ્થાનિકો તેને ચેન્નાપટ્ટીનમ કહેતા હતા.
મદ્રાસ જેવું ટુંકુ નામ પોર્ટુગીઝ મુળનું હોવાનું મનાય છે. રાજ્ય સરકારે સત્તાવાર રીતે 1996માં ચેન્નઈ નું નામ બદલ્યું. આ સમયે ઘણા ભારતીય શહેરોના નામ પણ બદલવામાં આવ્યા હતા[11][12].
વર્ષ | વસ્તી | ±% |
---|---|---|
1881 | ૪,૦૫,૮૪૮ | — |
1891 | ૪,૫૨,૫૧૮ | +11.5% |
1901 | ૫,૦૯,૩૪૬ | +12.6% |
1911 | ૫,૧૮,૬૬૦ | +1.8% |
1921 | ૫,૨૬,૦૦૦ | +1.4% |
1931 | ૬,૪૫,૦૦૦ | +22.6% |
1941 | ૭,૭૬,૦૦૦ | +20.3% |
1951 | ૧૪,૧૬,૦૫૬ | +82.5% |
1961 | ૧૭,૨૯,૧૪૧ | +22.1% |
1971 | ૨૪,૨૦,૦૦૦ | +40.0% |
1981 | ૩૨,૬૬,૦૩૪ | +35.0% |
1991 | ૩૮,૪૧,૩૯૮ | +17.6% |
2001 | ૪૨,૧૬,૨૬૮ | +9.8% |
પહેલી સદીની આસપાસમાં ચેન્નઈની આસપાસનો વિસ્તાર વહિવટી, સૈન્ય અને આર્થિક રીતે મહત્વનો ભાગ ભજવતો હતો.[13] આ વિસ્તાર પર દક્ષિણ ભારતના ઘણા રાજાઓએ રાજ કર્યું છે જેમાં પલ્લવ, ચેરા વંશ, ચોલા, પાંડ્યા, અને વિજયનગરનો સમાવેશ થાય છે. [13] હાલમાં ચેન્નઈનો મહત્વનો ભાગ એવું મયલાપોર એક વખતે પલ્લવોનું મહત્વનું બંદર હતું. 1522માં પોર્ટુગીઝોઅહીં આવ્યા અને ખ્રિસ્તી ધર્મપ્રચારક સેંટ થોમસપરથી સાઉ ટોમે(São Tomé) કહેવાતું બંદર બાંધ્યું.[14] એવું માનવામાં આવતું હતું તેઓ ઈ. સ. 52 થી 70 વચ્ચે અહીં આવ્યા હતા. 1612માં ડચ લોકોએ શહેરની ઉત્તર બાજુ પુલિકેટનજીક પોતાનું થાણું બાધ્યું.
22 ઓગસ્ટ, 1639માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ફ્રાન્સિસ ડેએ વિજયનગરના રાજા પેડા વેંકટ રાય પાસેથી ચંદ્રગીરીમાં કોરોમંડલ કાંઠે જમીન લીધી હતી. આ વિસ્તાર પર વંદાવાસીનો નાયક દેમલા વેંકટપતિ રાજ કરતો હતો. [13] તેણે બ્રિટિશરોને ફેકટરી અને વેપાર કરવા માટે વેરહાઉસ બાંધવાની પરવાનગી આપી હતી. વર્ષ બાદ બ્રિટિશરોએ ફોર્ટ સેંટ જયોર્જનું બાંધકામ કર્યું, જે વસાહતી શહેરોનો મધ્યભાગ બન્યું. ફોર્ટ સેંટ જયોર્જ હાઉસ હાલમાં તમિળનાડુની વિધાનસભા છે.[13]
1746માં ફોર્ટ સેંટ જ્યોર્જ અને મદ્રાસ પર ફ્રેન્ચોએ મોરેશિયસના ગવર્નર અને જનરલ લા બ્યુરડોનિસની આગેવાનીમાં કબજો જમાવ્યો, અને જીત બાદ શહેર અને તેની આસપાસના ગામોમાં ભારે લૂંટફાટ આદરી હતી. [14] આ બાદ 1749માં બ્રિટિશરોએ આઈક્સા લા ચાપેલાની સંધિ દ્વારા બ્રિટિશરોએ ફરીથી આ શહેર પર કબજો જમાવ્યો અને ફેન્ચ અને મૈસુરના સુલતાન હૈદર અલીના આક્રમણના ભયને કારણે કિલ્લાને ફરતે મજબૂત દિવાલ ચણવામાં આવી.18મી સદીમાં બ્રિટિશરોએ તમિળનાડુ અને હાલના દિવસોમાં આંધ્ર પ્રદેશઅને કર્ણાટક કહેવાતો પ્રદેશ જીતી લીધો હતો અને મદ્રાસ પ્રેસિડેન્સીની સ્થાપના મદ્રાસને રાજધાની બનાવીને કરી.[15] બ્રિટિશ હકુમત દરમિયાન આ શહેરનો ભારે વિકાસ થયો તેમજ મહત્વના નૌકા મથક તરીકે પણ શહેર ઉભર્યું.
19મી સદીના અંત ભાગમાં ભારતમાં રેલવેનું આગમાન થતા આ શહેરને દેશના અન્ય મહત્વના શહેરો જેવા કે બોમ્બે અને કલકત્તા સાથે જોડી દેવામાં આવ્યું છે જેથી શહેરો વચ્ચે વેપાર તેમજ પ્રત્યયન વધ્યું. 16મી અને 18મી સદી દરમિયાન મદ્રાસ થોડા સમય માટે પોર્ટુગીઝ અને ફ્રેન્ચોના કબજા હેઠળ આવ્યું હતું.
પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન, મદ્રાસ જ ભારતનું એક માત્ર એવું શહેર હતું જેના પર સેન્ટ્રલ પાવર્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 22 સપ્ટેમ્બર 1914ના રોજ જર્મન લાઈટ ક્રુઝરએ ઓઈલ ડિપોટ પર હુમલો કર્યો હતો.ઢાંચો:SMS આ હુમલાને કારણે હિંદ મહાસાગરમાં વહાણ વ્યવહારને અસર થઈ હતી. [16] 1947માં ભારતે સ્વતંત્રતા મેળવ્યા બાદ મદ્રાસ રાજ્યનું 1969માં નામ બદલીને તમિળનાડુ કર્યું હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે જાહેર કરવા બદલ 1965માં વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બાદ શહેર અને રાજ્યમાં રાજકીય ગતિશીલતામાં પરિવર્તન આવ્યું હતું.[17]
2004ના હિંદ મહાસાગર સુનામીએ ચેન્નઈના કિનારાને પણ ધમરોળ્યું હતું. જેને કારણે ઘણા લોકો માર્યા ગયા હતા અને દરિયાકિનારે રહેતા લોકોને અન્યત્ર ખસી જવું પડ્યું હતું. [18]
ચેન્નઈ ભારતના દક્ષિણપુર્વ કિનારે તમિળનાડુ રાજ્યના ઉત્તરપુર્વ ભાગે સપાટ તટવર્તી ભુમિ જે પુર્વીય તટવર્તી ભુમિ તરીકે ઓળખાય છે તેના પર વસેલું છે.સરેરાશ ઉંચાઈ 6.7 મિટર (22 ફુટ) છે,[19] અને સૌથી ઉંચો પોઈન્ટ 60 મિટર (200 ફુટ) છે.[20] મરિના બીચ શહેરના દરિયાકાંઠે 12 કિલોમીટર સુધી પથરાયેલો છે. બે નદીઓ વાંકીચુંકી રીતે ચેન્નઈમાંથી વહે છે જેમાંની એક કોઉમ નદી (અથવા કુવમ ) કેન્દ્રમાં થઈને વહે છે જ્યારે અદ્યાર નદી શહેરના દક્ષિણ ભાગમાંથી વહે છે. જ્યારે ત્રીજી નદી કોર્ટલ્યાર એન્નારના દરિયામાં ભળતા પહેલા શહેરના ઉત્તર ભાગને સ્પર્શે છે. અદ્યાર અને કોઉમ નદીઓ ઔધોગિક કચરા અને સ્થાનિક અને વ્યવસાયીક સ્ત્રોતોના કચરાને કારણે ભારે પ્રદુષિત છે. રાજ્ય સરકારે સમયાંતરે કાદવ અને પ્રદુષણને અદ્યારનદીમાંથી દુર કરે છે, આ નદી કોઉમ નદી કરતા ઓછી પ્રદુષિત છે. અદ્યાર નદીનું મુખને રક્ષિત કરવામાં આવ્યું છે જ્યાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓનું કુદરતી નિવાસ્થાન છે.[21][22] બકિંગહામ કેનાલ ચાર કીમી(3 માઈલ) લાંબી માનવસર્જિત કેનાલ કાંઠે સમાંતર ચાલે છે જે બે નદીઓને જોડે છે. પૂર્વ-પશ્ચિમના પ્રવાહ ઓટ્ટેરી નુલ્લાહઉત્તર ચેન્નઈમાથી વહે છે અને બકિંગહામ કેનાલને બેસિન બ્રિજ ખાતે મળે છે. . શહેરના પશ્ચિમ કિનારે વિવિધ કદના ઘણા બધા સરોવરો છે. ચેન્નઈને પીવાનું પાણી રેડ હીલ્સ, શોલાવરમ અને ચેમ્બારામબાક્કમ સરોવરમાંથી મળી રહે છે. જો કે ભૂગર્ભ જળ હવે જરાક ખારૂંબની રહ્યું છે.[23]
ચેન્નઈની જમીનમોટાભાગે માટી, પોચા ખડક અને સેન્ડસ્ટોન)ની બનેલી છે.[24] રેતાળ વિસ્તાર નદી અને દરિયા કિનારે છે જેમ કે તિરુવનમિયુર, અદ્યાર, કોટ્ટીવાક્કમ, સેન્થોમ, જયોર્જ ટાઉન, ટોન્ડીરપેટ અને ચેન્નઈના બાકીના દરિયાકાંઠો. અહીં વરસાદી પાણીજલદીથી નિતરીજમીનમાં પહોંચી જાય છે.
શહેરના મોટા વિસ્તારોની નીચે માટી છે જેમ કે ટી. નગર, પશ્ચિમ મમબાલમ, અન્ના નગર, વિલ્લિવાક્કમ, પેરામબુર અને વિરુગામબાક્કમ જેવા વિસ્તારોમાં છે. પહાડના બનેલા વિસ્તારોમાં ગુઈન્ડી, પેરુનગુડી,વેલાચેરી, અદામ્બાક્કમ અને સાઈદાપેટના કેટલાક ભાગનો સમાવેશ થાય છે.[25]
ચેન્નઈ ચાર ભાગોમાં વિભાજીત છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને પશ્ચિમ. ઉત્તર ભાગ મોટાભાગે ઔધોગિક વિસ્તાર છે. કેન્દ્રીય ચેન્નઈ શહેરના વ્યાપારી કેન્દ્ર સમાન વિસ્તાર છે જેમાં વેપારના મહત્વના કેન્દ્રો જેમ કે પેરીઝ કોર્નરનો સમાવેશ થાય છે. દક્ષિણ અને પશ્ચિમ ચેન્નઈ અગાઉ મોટાભાગે રહેવાસી વિસ્તારો હતો, પરંતુ આ વિસ્તારો હવે ઝડપી વેપારી વિસ્તારો બની રહ્યા છે.આ વિસ્તારમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓ, નાણાકીય કંપનીઓ અને કોલ સેન્ટરનો સમાવેશ થાય છે. શહેર દક્ષિણમાં જુના મહાબલિપુરમ રોડ અને ગ્રાન્ડ સધર્ન ટ્રંક રોડ ( (જીએસટી રોડ)ની સાથે સાથે ઝડપી વિકસી રહ્યું છે જ્યારે પશ્ચિમમાં અમબાતુર, કોયામબેદુ અને શ્રીપેરુમબદુર બાજુ વિકસી રહ્યું છે.[26], શહેરની હદમાં નેશનલ પાર્ક, અને ગુઈન્ડી નેશનલ પાર્ક, હોય તેવા વિશ્વના કેટલાક શહેરોમાં ચેન્નઈ સ્થાન ધરાવે છે.[27]
ચેન્નઈભૂમધ્યરેખા રેખા પર છે, જે મોસમી તાપમાનમાં તીવ્ર ફેરફારોને અટકાવે છે.વર્ષના મોટાભાગમાં શહેરનું વાતાવરણ ગરમ અને ભેજવાળું હોય છે.
વર્ષનો સૌથી ગરમ ભાગ મેના અંત ભાગમાં અને જુનની શરૂઆતમાં હોય છે જેને સ્થાનિકો અગ્નિ નક્ષત્રમ ("અગ્નિ તારો") અથવા કાથિરી વેયઈલ ,[28] કહે છે. આ સમયગાળા દરમિયાન તાપમાન 38–42 °સી.જેટલું હોય છે. (100–107 °ફે). જ્યારે સૌથી ઠંડો મહિનો જાન્યુઆરી હોય છે, જે દરમિયાન તાપમાન 18–20 °સેલ્સીયસ જેટલું હોય છે. (64–68 °ફે). સૌથી ઓછું તાપમાન 15.8 °સી (60.44 °ફે) અને સૌથી ઉંચુ તાપમાન 45 °સી (113 °ફે) નોંધાયું હતું. [29][30] જ્યારે સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 1,300 મી.મી.(51 ઈંચ) જેટલો પડે છે. શહેરમાં વરસાદ મોટાભાગે ઉત્તર પુર્વના ચોમાસાંના પવનો લાવે છે જે સપ્ટેમ્બરના મધ્યથી ડિસેમ્બરના મધ્ય સુધી હોય છે. શહેરમાં કેટલીક વાર બંગાળની ખાડીમાંથી ઉદભવતા વાવાઝોડા પણ ત્રાટકે છે. સૌથી વધુ વરસાદ 2,570 મી.મી. (101 ઈંચ) 2005માં નોંધાયો હતો.[31] સૌથી વધુ વર્ચસ્વ ધરાવતા પવનો મે અને સપ્ટેમ્બરમાં દક્ષિણ અને પશ્ચિમમાંથી આવે છે, જ્યારે ઉત્તર પુર્વના પવનો બાકીના વર્ષ દરમિયાન વાય છે.
હવામાન માહિતી Chennai, India | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
સ્ત્રોત: Indian Meteorological Department[32] |
ઢાંચો:Mainarticle
શહેરના કર્મચારીઓ જાન્યુઆરી 2007 મુજબ [33][34]
|
શહેરનું સંચાલન ચેન્નઈ મહાનગરપાલિકાદ્વારા થાય છે. 1688માં મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી જે ભારતની સૌથી જુની મહાનગરપાલિકા છે. મહાનગરપાલિકામાં 155 કાઉન્સિલર(નગરસેવક) છે જેઓ 155 વોર્ડ નું પ્રતિનિધિત્વ કરે છે જેમને નાગરિકો સીધા ચુંટી કાઢે છે. બાદમાં નગરસેવકો મેયર અને નાયબ મેયરને ચુંટે છે જે છ જેટલી સ્ટેન્ડીંગ કમિટીઓની આગેવાની લે છે. [35] તમિળનાડુ રાજ્યનું ચેન્નઈ પાટનગર હોવાથી શહેરમાં કારોબારી અને લેજિસ્લેટિવનું મુખ્યમથક સચિવાલયમાં છે જે ફોર્ટ સેંટ જયોર્જકેમ્પસમાં આવેલું છે, પરંતુ અન્ય ઈમારતો શહેરના વિવિધ વિભાગોમાં છે. મદ્રાસ હાઈકોર્ટ, જેનું ન્યાયિક કાર્યક્ષેત્ર સમગ્ર તમિળનાડુ અને પુડુચેરી સુધી લંબાવવામાં આવ્યું છે, જે રાજ્ય અને શહેરમાં સૌથી ઉચ્ચ ન્યાયિક સત્તા છે. ચેન્નઈમાં ત્રણ સંસદીય મતદારક્ષેત્રો છે —ઉત્તર ચેન્નઈ, મધ્ય ચેન્નઈ, અને દક્ષિણ ચેન્નઈ અને વિધાનસભા માટે 18 (ધારાસભ્યો)ને ચુંટે છે અને રાજ્યની વિધાનસભામાં મોકલે છે.
મેટ્રોપોલિટન વિભાગ શહેરના ઉપનગરોને આવરી લે છે, જે કાંચિપૂરમ અને થીરુવલ્લુરજિલ્લાના કેટલાક ભાગો છે. મોટાભાગના ઉપનગરો નગરપાલિકાઓ દ્વારા સંચાલિત થાય છે, જ્યારે નાના નગરોનો વહીવટ પંચાયત દ્વારા કરવામાં આવે છે. શહેરી વિસ્તાર 174 કીમી.² (67 માઈલ²),[36] છે, જ્યારે મેટ્રોપોલિટન વિસ્તાર 1,189 કીમી² (458 માઈલ²)માં ફેલાયેલો છે. [37] ચેન્નઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરીટી (સીએમડીએ(CMDA))એ શહેરની આજુબાજુમાં સેટેલાઈટ ટાઉનશીપ બનાવવા માટેનો બીજો માસ્ટર પ્લાન બનાવ્યો છે. આ સેટેલાઈટ ટાઉનશીપ દક્ષિણમાં મહાબલિપુરમ, દક્ષિણ-પશ્ચિમમાં ચેનગાલપટ્ટુ અને મરાઈમલાઈ નગરને અને પશ્ચિમમાં કાંચીપૂરમ શહેર, શ્રીપેરુમ્પુદુર, થીરૂવલ્લુરઅને અરાક્કોનમનો સમાવેશ થઈ જાય છે.
બ્રુહદ ચેન્નઈ પોલીસ વિભાગ તમિળનાડુ પોલીસનો એક ભાગ છે, જે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો અમલ કરાવે છે. શહેર પોલીસ દળની આગેવાની પોલીસ કમિશનર લે છે, જ્યારે બાકીના વહીવટીતંત્રનો અંકુશ તમિળનાડુ ગૃહ મંત્રાલય પાસે હોય છે. આ વિભાગમાં 36 પેટાવિભાગ છે જેમાં કુલ 121 પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. શહેરના ટ્રાફિકનું સંચાલન ચેન્નઈ ટ્રાફિક પોલીસ(CCTP) દ્વારા થાય છે. જ્યારે મેટ્રોપોલિટન ઉપનગરોમાં પોલીસ વ્યવસ્થા ચેન્નઈ મેટ્રોપોલિટન પોલીસને આધિન હોય છે. અને જિલ્લાના બહારના ભાગોમાં કાંચીપૂરમ અને થિરૂવલ્લુર પોલીસ વિભાગ વ્યવસ્થા સંભાળ છે.
ચેન્નઈમાં મહાનગરપાલિકા અને ઉપનગરોમાં નગરપાલિકાઓ નાગરિક સેવાઓ પૂરી પાડે છે. શહેરનો કચરાનો નિકાલ એક ખાનગી કંપની નીલ મેટલ ફનાલિકા એન્વાયર્ન્મેન્ટ મેનેજમેન્ટ દ્વારા તેમજ અન્ય વિભાગોમાં ચેન્નઈ મહાનગરપાલિકા દ્વારા થાય છે. પાણીની અને ગટર વ્યવસ્થા ચેન્નઈ મેટ્રોપોલિટન વોટર એન્ડ સ્યૂઇજ બોર્ડ દ્વારા સંભાળવામાં આવે છે, જેને સીએમડબલ્યુએસએસબી(CMWSSB) ના નામે ઓળખવામાં આવે છે, જ્યારે વીજળીનો પુરવઠો તમિળનાડુ ઈલેક્ટ્રીસીટી બોર્ડ દ્વારા પુરો પાડવામાં આવે છે.[38] શહેરની ટેલિફોન વ્યવસ્થા છ મોબાઈલ અને ચાર લેન્ડલાઈન કંપનીઓ સંભાળે છે,[39][40] જે કંપનીઓ સીફી અને હાથવે સાથે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે.
આ વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ ન હોવાથી વર્ષોથી ચેન્નઈ ચોમાસાના પાણીનો સંગ્રહકરે છે. શહેરની વસ્તીમાં વધારો થઈ રહ્યો હોવાથી પાણી પુરવઠાની અછતઅનુભવાઈ રહી છે. તેમજ ભૂગર્ભ જળ વધુ ઉંડે જઈ રહ્યું છે. પહેલા વિરાનમ સરોવર યોજના શહેરની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી હતી, પરંતુ નવો વિરાનમ પ્રોજેક્ટ જે સપ્ટેમ્બર 2004થી અમલમાં આવ્યો છે, તેને કારણે છેવાડાના સ્ત્રોત પરથી પાણી મેળવવાની આધારમાં ઘટાડો થયો છે.[41] છેલ્લા વર્ષોમાં ભારે અને સતત ચોમાસાને અને અન્ના નગર રેઈન સેન્ટર ખાતે ચેન્નઈ મેટ્રોવોટર દ્વારા વરસાદી પાણીના સંગ્રહ(RWH)કરવામાં આવે છે, તેના કારણે શહેરની પાણીની સમસ્યા થોડી હળવી થઈ છે.[42] ઉપરાંત નવી યોજનાઓ જેવી કે તેલુગુ ગંગા યોજના દ્વારા આંધ્ર પ્રદેશનીની ક્રિષ્ણા નદીમાંથી પાણી લાવવાની યોજના છે, જેથી જળ સમસ્યા ઓછી થાય. ઉપરાંત દરિયાના પાણીને ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા શહેરના પાણીના પુરવઠાને વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. [43][44]
ચેન્નઈનું અર્થતંત્ર વિવિધ ઉદ્યોગો પર નભે છે, જેમ કે ઓટોમોબાઈ, સોફ્ટવેર સર્વિસ, હાર્ડવેર મેન્યુફેક્ચરીંગ, હેલ્થકેર અને નાણાકીય સેવાઓ.[45] 2000 મુજબ શહેરની કુલ વ્યકિતગત આવક રૂ. 12,488.83 કરોડ છે, જે તમિળનાડુ રાજ્યની કુલ આવકના 10.9% ટકા જેટલી થવા જાય છે. [46] 2001માં ચેન્નઈમાં કુલ માનવબળની સંખ્યા 15 લાખ હતી, જે તેની વસ્તીના 31.79% જેટલી થાય છે. 1991ની વસ્તીગણતરી મુજબ, શહેરનો મોટોભાગ વેપાર(25.65%), ઉત્પાદન(23.52%), પરિવહન (10.72%), બાંધકામ(6.3%) અને અન્ય સેવાઓ (31.8%) સંકળાયેલો છે.ચેન્નઈનો મેટ્રોપોલિટન વિસ્તાર તમિળનાડુની સેલ્સ ટેક્ષની આવકનો 75% હિસ્સો આપે છે.[47] સીઆઈઆઈ(CII)મુજબ, 2025 સુધીમાં ચેન્નઈનો વિકાસ થશે અને $100 બિલિયન ડોલરનું અર્થતંત્ર હાલના અર્થતંત્ર કરતા 2.5 ઘણું બની જશે.[48]
શહેરમાં ભારતનો 30 ટકા ઓટોમોબાઈલ ઉદ્યોગ [49] અને 35 ટકા ઓટો કમ્પોન્નટ ઉદ્યોગ સ્થિત છે.[50] મોટી ઓટોમોબાઈલ કંપનીઓ જેવી કે હ્યુન્ડાઈ, ફોર્ડ, બીએમડબલ્યુ(BMW), મિત્સુબિત્શી, કોમાત્સુ,ટીવીએસ જુથ (ટીવીએસ(TVS)), અશોક લેયલેન્ડ, નિસ્સાન-રિનોલ્ટ, ડાઈમલ્ર ટ્રક્સ, ટીઆઈ સાયકલ ઓફ ઈન્ડિયા, ટાફે(TAFE) ટ્રેકટર્સ, રોયલ એનફિલ્ડ, કેટર પીલર ઇન્ક, કપારો, મદ્રાસ રબર ફેકટરી (એમઆરએફ(MRF))અને મિશેલિનના ઉત્પાદન પ્લાન્ટ શહેરમાં છે. અવાડીખાતે આવેલી હેવી વ્હિલ ફેક્ટરીમાં લશકરી વાહનો જેમાં ભારતની મુખ્ય યુદ્ધ ટેંક અર્જુન એમબીટી(Arjun MBT) નું ઉત્પાદન થાય છે. ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં રેલવેના કોચ અને ભારતીય રેલવેને લગતા અન્ય ભાગોનું ઉત્પાદન થયા છે. આ પ્રકારના ઉદ્યોગોને લીધે ચેન્નઈને "દક્ષિણ એશિયાનું ડેટ્રોઈટ" કહેવામાં આવે છે. [51] અમ્બાતુર-પાડી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઘણા ટેક્ષટાઈલ ઉત્પાદક એકમો છે અને એપરલ અને જુતા ઉત્પાદન માટે સેઝ (સેઝ) એકમો શહેરના દક્ષિણ ભાગમાં બનાવવામાં આવી રહ્યા છે.[52] ચેન્નઈ દેશની ચામડાંની નિકાસમાં 50 ટકાથી વધુ હિસ્સાનું પ્રદાન કરે છે.[53]
આ શહેર ઈલેક્ટ્રોનિકસ વસ્તુઓના ઉત્પાદનનું કેન્દ્ર છે, જ્યાં ડેલ, નોકિયા, મોટોરોલા, સેંમસંગ, ફ્લેક્સોટ્રોનિક્સ અને ફોક્સકોન જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓએ પોતાના ઈલેક્ટ્રોનિક અને હાર્ડવેર મેન્યુફેક્ટરિંગ પ્લાન્ટ સ્થાપ્યા છે, જે મોટાભાગે શ્રીપેરુમ્બુદુર સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ(SEZ))માં છે. ઘણી સોફ્ટવેર અને સોફ્ટવેર સેવાઓ પુરી પાડતી કંપનીઓએ તેમના ડેવલપમેન્ટ સેન્ટર ચેન્નઈમાં ઉભા કર્યા છે, જેઓ ભારતની સોફ્ટવેરની કુલ નિકાસમાં 14 ટકા હિસ્સો આપે છે. 2006-07 દરમિયાન ભારતની સોફ્ટવેર નિકાસ 144,214 કરોડ રૂપિયા હતી. જેના કારણે સોફ્ટવેર નિકાસ કરતું દેશનું બીજા નંબરનું શહેર હતું. તેના પહેલા બેંગલોરનો નંબર આવે છે.[54] જાણીતી નાણાકીય સંસ્થાઓ જેમાં વિશ્વ બેંક, એચએસબીસી(HSBC), સીટી બેંકના બેક ઓફિસ કામગીરી શહેરમાં છે.[55] ચેન્નઈમાં રાષ્ટ્રીય કક્ષાની ત્રણ મોટી બેંકોનું મુખ્ય મથક છે. [56][57][58] તેમજ ઘણી રાજ્ય કક્ષાની સહકારી, નાણાકીય અને વીમા કંપનીઓના મથકો ચેન્નઈમાં છે. ભારતની કેટલીક હેલ્થકેર શ્રેત્રની સંસ્થાઓ જેવી કે એપોલો હોસ્પિટલ (એશિયાની સૌથી મોટી હોસ્પિટલ શ્રેણી),[59] શંકારા નેત્રાલય અને શ્રી રામચંદ્ર મેડિકલ સેન્ટર શહેરમાં આવેલી છે, જે સમગ્ર વિશ્વમાંથી આવતા મેડિકલ ટુરીસ્ટ માટેની પસંદગીની સંસ્થાઓ છે.[60] ટેલિકોમ ક્ષેત્રની વિશાળ કંપની એરિક્શન અને અલ્કાટેલ-લુસેન્ટ, ફાર્માસ્યુટીકલની મોટી કંપની ફાઈઝર અને રસાયણ ક્ષેત્રની કંપની ડાઉ કેમિકલ્સ ચેન્નઈમાં સંશોધન અને વિકાસ સુવિધા ધરાવે છે. સિરૂસેરી ખાતે આવેલા ટીઆઈસીઈએલ(TICEL) બાયો ટેક પાર્ક[61] અને ગોલ્ડન જ્યુબિલી બાયો ટેક પાર્કમાં [62] બાયોટેકનોલોજી કંપનીઓ અને લેબોરેટરીઓ સ્થિત છે. ચેન્નઈમાં સંપુર્ણ કમ્પ્યુટર આધારિત સ્ટોક એક્સચેન્જ છે જેને મદ્રાસ સ્ટોક એક્સચેન્જ કહેવામાં આવે છે.
ભારતમાં સૌથી સારી આરોગ્યની સુવિધાઓ ધરાવતા શહેરોમાં ચેન્નઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચેન્નઈમાં એપોલો હોસ્પિટલ સ્થિત છે, જે એશિયાની સૌથી મોટી અને વિશ્વની સૌથી વિશાળ હોસ્પિટલ શ્રેણીઓમાંની એક છે. હેલ્થકેર ટુરીઝમમાં પોતાના પગ વધુ મજબૂત કરતા ચેન્નઈએ ભારતની હેલ્થ રાજધાનીનું સ્થાન મેળવી લીધું છે. હાલમાં વિદેશમાંથી 45% અને 30-40% ઘરેલું હેલ્થ ટુરીસ્ટ ચેન્નઈમાં આવે છે.[63]
ચેન્નઈમાં રહેતા રહેવાસીઓને ચેન્નઈલાઈટ કહેવામાં આવે છે. 2001 મુજબ, ચેન્નઈ શહેરમાં 43.4 લાખની વસ્તી છે જ્યારે તેની મેટ્રોપોલિટન વસ્તી 70 લાખ 40 હજાર જેટલી થવા જાય છે. [64] 2006માં મેટ્રોપોલિટન શહેરમાં અંદાજીત 45 લાખ લોકો રહેતા હતા.[65] 2001માં વસ્તી ગીચતા કીમી દીઠ 24,682 હતી (માઈલ દીઠ 63,926), જ્યારે મેટ્રોપોલીટન વિસ્તારમાં વસ્તી ગીચતા કિલોમીટર દીઠ 5,922 હતી (માઈલ દીઠ 15,337), જેના કારણે ચેન્નઈ વિશ્વના સૌથી ગીચ શહેરોમાંથી એક બન્યુ છે.[64][66] લિંગ અનુપાત(સેક્સ રેશિયો) દર 1000 પુરુષોએ 951 મહિલાનો છે, [67] જે રાષ્ટ્રીય સરેરાશ 944 કરતા સહેજ વધારે છે. [68] સરેરાશ સાક્ષરતા દર 80.14% છે,[69] જે રાષ્ટ્રીય સરેરાશ 64.5% કરતા ઘણો વધારે છે. શહેરમાં ઝુંપડપટ્ટીમાં વસતા લોકોની દ્રષ્ટીએ ભારતનું ચોથા નંબરનું શહેર પણ ચેન્નઈ છે. 820,000 લોકો ( વિસ્તીના 18.6%) ઝુંપડપટ્ટીમાં રહે છે.[70] જે ભારતની કુલ ઝુંપડપટ્ટીની વસ્તીના પાંચ ટકા છે. 2005માં, શહેરમાં ગુનાનો દર 100,000 લોકોએ, 313.3નો હતો જે દેશના મોટા શહેરોમાં નોંધાતા ગુનાના 6.2% જેટલો થાય છે. [71] 2004થી શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધ્યુ છે, જે 61.8% ટકાએ પહોંચ્યું છે.[72]
ચેન્નઈમાં મોટીભાગની વસ્તી તમિળવાસીઓની છે. તમિળ ચેન્નઈમાં બોલાતી મુખ્ય ભાષા છે. અંગ્રેજી પણ શહેરમાં પ્રચલિત છે, તેમાં પણ વેપાર, શિશ્રણ અને ઉચ્ચ અધિકારીઓ અને વ્યાવસાયિકોમાં વધુ બોલાય છે. તેલુગુ અને મલયાલીસમુદાયો પણ શહેરમાં મોટી સંખ્યામાં વસે છે. [73] ચેન્નઈમાં તમિળનાડુ અને દેશના વિવિધ ભાગોમાંથી આવતા લોકોની પણ સારા પ્રમાણમાં વસ્તી છે. 2001 સુધીમાં, શહેરમાં 937,000 હિજરતીઓ હતા( વસ્તીના 21.57% ), જેમાંથી 74.5% તમિળનાડુ રાજ્યના વિવિધ ભાગોમાંથી આવ્યા હતા, જ્યારે 23.8% લોકો ભારતના વિવિધ ભાગોમાંથી આવ્યા હતા, અને 1.7% લોકો વિદેશથી આવીને અહીં સ્થાયી થયા છે.[74]
2001ની વસ્તીગણતરી મુજબ હિન્દુ ધર્મ પાળતા લોકોની શહેરમાં વસ્તી 82.27% છે અને મુસ્લિમો (8.37%), ખ્રીસ્તીઓ (7.63%) અને જૈનો (1.05%)ની સંખ્યામાં છે. [75]
ચેન્નઈ ભારતનું સંગીત અને સાંસ્કૃતિક પાટનગર છે.[76] શહેર તેના ક્લાસિકલ નૃત્ય અને હિન્દુ મંદિરો માટે પ્રખ્યાત છે. દર ડિસેમ્બર મહિના દરમિયાન ચેન્નઈમાં પાંચ અઠવાડિયાનો સંગીત કાર્યક્રમ 1927થી મદ્રાસ મ્યુઝીક એકેડેમીની શરૂઆતથી યોજવામાં આવે છે. [77] આ કાર્યક્રમમાં કેટલાય કલાકારો દ્વારા પરંપરાગત કર્ણાટકી સંગીતનું (કુચેરીસ ) આયોજન કરવામાં આવે છે. જ્યારે દર વર્ષે જાન્યુઆરીમાં યોજાતા કળાના કાર્યક્રમનું નામ ચેન્નઈ સંગમમ છે, જેમા તમિળનાડુની વિવિધ કળા બતાવવામાં આવે છે. ચેન્નઈ ભારતનાટ્યમ માટે પણ પ્રખ્યાત છે, જે નૃત્યનો ઉદભવ તમિળનાડુમાં થયો હતો. ભારતનાટ્યમ માટે કલાક્ષેત્ર મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર છે, જે શહેરના દક્ષિણ ભાગે આવેલો દરિયાકાંઠો છે.[78] ચેન્નઈમાં કેટલાય કોયર સ્થિત છે, જેઓ ક્રિસ્મસની સિઝન દરમિયાન શહેરના વિવિધ ભાગોમાં અંગ્રેજી અને તમિળમાં સમુહગાયનમાં ભાગ લે છે.[79][80] મદ્રાસ મ્યુઝીકલ એસોસિયેશન(MMA) એ દેશનું સૌથી જુનું અને પ્રતિષ્ઠ કોયર છે અને તેના કાર્યક્રમો સમગ્ર વિશ્વમાં યોજાય છે.[81][82]
ચેન્નઈમાં તમિળ સિનેમાં ઉદ્યોગનું કેન્દ્ર છે જેને કોદામ્બક્કમમાં આવેલા મોટા મુવી સ્ટુડીયોને કારણે કોલિવૂડ ઓળખવામાં આવે છે.[83] દર વર્ષે આ સિનેમા ઉદ્યોગ 150થી વધુ તમિળ ફિલ્મો બનાવે છે, [84] અને તેનું સંગીતનો શહેર પર ઘણો પ્રભાવ જોવા મળે છે. દેશના ફિલ્મ ઉદ્યોગના મોટા નામો પૈકી રજનીકાંત, કમલ હસન, મણિરત્ન અને એસ. શંકર ચેન્નઈમાં પોતાની કામગીરી કરે છે. 2009માં સ્લમડોગ મિલિયોનેર ફિલ્મ માટે બે ઓસ્કાર એવોર્ડ જીતનાર સંગીતકાર એ. આર. રહેમાનેચેન્નઈને ઉંચાઈ પર પહોંચાડી દીધું છે. [85] ચેન્નઈ થિયેટરમાં તમિળ નાટકો, રાજકીય કટાક્ષો, કોમેડી, પ્રાચિન કથાઓ, અને ઐતિહાસિક કથા પર આધારિત નાટકો યોજાય છે.[86][87][88] શહેરમાં અંગ્રેજી નાટકો પણ ભજવવામાં આવે છે.
ચેન્નઈના ઉત્સવોમાં પોંગલ જાન્યુઆરીમાં પાંચ દિવસ ઉજવવામાં આવે છે, જે ચેન્નઈવાસીઓ માટે મહત્વનો ઉત્સવ છે. મોટાભાગના ધાર્મિક ઉત્સવો જેવા કે દિવાળી, ઈદ અને નાતાલ ચેન્નઈમાં ઉજવવામાં આવે છે. ચેન્નઈની રાંઘણકળામાં શાકાહારી અને માંસાહારી ભોજનનો સમાવેશ થાય છે. શહેરની ઘણી રેસ્ટોરન્ટ હળવું ભોજન અથવા ટીફીનસેવા પૂરી પાડી છે જેમાં ચોખામાંથી બનતી વાનગીઓ જેવી કે પોંગલ, ઢોંસા, ઈડલી અને વડાને ગરમ ફિલ્ટર કોફીસાથે પિરસવામાં આવે છે.
ચેન્નઈ દક્ષિણ ભારત માટે મહત્વનો ગેટવે છે, તેમજ ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, જેમા અન્ના ઈન્ટરનેશનલ ટર્મિનલ અને કામરાજ ડોમેસ્ટીક ટર્મિનલનો સમાવેશ થાય છે જે દેશનું ત્રીજા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. [89][90] શહેર દક્ષિણ એશિયા, દક્ષિણ પુર્વ એશિયા, પુર્વ એશિયા, મધ્ય એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકા સાથે 30થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કેરિયરથી જોડાયેલું છે. ચેન્નઈ એરપોર્ટ દેશનું બીજા નંબરનું સૌથી વ્યસ્ત કાર્ગો ટર્મિનલ છે. હાલના એરપોર્ટનું આધુનિકીકરણ અને વિસ્તૃતિકરણ કરવામાં આવી રહ્યું છે અને અંદાજીત 2,000 કરોડના ખર્ચે શ્રીપેરૂમ્બુદુરખાતે નવું ગ્રીનફ્લિડ એરપોર્ટ બાંધવામાં આવી રહ્યું છે.[91] શહેરમાં બે મોટા બંદરો છે, જેમાં ચેન્નઈ બંદર, કે જે સૌથી મોટું કુત્રિમ બંદર છે, અને એન્નોર બંદરનો સમાવેશ થાય છે. બંગાળની ખાડીમાં સૌથી મોટું બંદર ચેન્નઈ બંદર છે. તે જે ભારતનું બીજા નંબરનું કન્ટેનર હબ છે, જે ઓટોમોબાઈલ, મોટરસાયકલ અને અન્ય ઔદ્યોગિક કાર્ગોનું વહન કરે છે. એન્નોર બંદર પરથી કોલસાનું, કાચી ધાતું અને અન્ય બલ્ક તેમજ ખનીજોનું વહન થાય છે.[92] જ્યારે નાના બારાં રોયાપુરમનો સ્થાનિક માછીમારો અને ટ્રોલરો ઉપયોગ કરે છે.
ચેન્નઈ ભારત સાથે રોડ અને રેલવે દ્વારા સુવ્યવસ્થિત રીતે જોડાયેલું છે. પાંચ મોટા રાષ્ટ્રીય ધોરીમાર્ગમુંબઈ, કોલકત્તા, તિરૂચિરાપલ્લી (ત્રિચી), તિરુવલ્લુર અને પુડુચેરી (પોંન્ડીચેરી)સાથે જોડાયેલા છે.[93] ચેન્નઈ મોફુસિલ બસ ટર્મનિસ (CMBT),માંથી રાજ્યના વિવિધ ભાગોમાં બસ જાય છે. આ સ્ટેશન એશિયાનું સૌથી મોટું બસ સ્ટેશન છે.[94] સાત સરકારી પરિવહન કોર્પોરેશનો શહેરો અને રાજ્યો વચ્ચે બસ સેવા ચલાવે છે. આંતરરાજ્ય અને આંતર શહેરની કેટલીય બસ સેવાઓ ચેન્નઈથી ઉપડે છે.
ચેન્નઈ સધર્ન રેલવેનું વડું મથક છે. શહેરમાં બે મુખ્ય રેલવે મથકો છે. ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન શહેરનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. આ સ્ટેશન પરથી મોટા શહેરોની ટ્રેનો મળે છે. આ શહેરોમાં મુંબઈ, કોલકત્તા, બેંગલોર, દિલ્હી, હૈદરાબાદ, કોચી, કોઈમ્બતૂર, થીરૂવનંથપૂરમનો સમાવેશ થાય છે. [95] ચેન્નઈ ઈગ્મોર એ અન્ય સ્ટેશન છે, જ્યાંથી તમિળનાડુ રાજ્યના વિવિધ ભાગોમાં જતી વિવિધ ટ્રેનો મળી રહી છે. [96]
બસ, ટ્રેન અને ઓટો રીક્ષા શહેરના જાહેર પરિવહનના મુખ્ય સાધનો છે.
ચેન્નઈ ઉપનગર રેલવે સ્ટેશન દેશના સૌથી જુના રેલવે નેટવર્કમાંનું એક છે, જેમાં ચાર બ્રોડગેજ રેલવે સેક્ટર છે જે શહેરના બે છેડા ચેન્નઈ સેન્ટ્રલ અને ચેન્નઈ બીચ ને એકબીજા સાથે જોડે છે. આ ટર્મિનલ પરથી ચેન્નઈ સેન્ટ્રલ/ચેન્નઈ બીચ - આરાક્કોનામ - તીરુત્તાની, ચેન્નઈ સેન્ટ્રલ/ચેન્નઈ બીચ – ગુમ્મિદિપોંડી - સુલુરપેટા અને ચેન્નઈ બીચ – તાંબારામ - ચેનગાલપાટુ - તીરૂમાલપૂર(કાંચીપૂરમ) જવા માટે નિયમિત રૂપમાં ટ્રેન મળી રહી છે. ચોથું ક્ષેત્ર માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (એમઆરટીએસ) છે, જે અન્ય રેલ નેટવર્કની સાથે ચેન્નાઇ બિચને વેલાચેરીથી જોડે છે. ભૂગર્ભમાં મેટ્રો ટ્રેન બનાવવાનું પણ આયોજન થઈ રહ્યું છે. [97]
મેટ્રોપોલીટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએમટીસી)શહેરમાં વ્યાપક રૂપે બસ સેવા પૂરી પાડે છે. જેમાં કુલ 3262 બસો 627 રૂટોને આવરી લે છે, જેના દ્વારા રોજના 50 લાખ લોકો અવર જવર કરે છે. [98]
વાન્સ, નું લોકપ્રિય નામ મેક્સી કેબ 'શેર' ઓટો રીક્ષા પરિવહનનું પ્રચલિત માધ્યમ છે, જે બસનો વિકલ્પ પૂરો પાડે છે.
મીટર ધરાવતી ટેક્ષી,ટુરીસ્ટ ટેક્ષી અને ઓટો રીક્ષા ભાડે મળે છે. ચેન્નઈનું પરિવહન માળખાનો વ્યાપ ઘણો વિશાળ છે, પરંતુ તેના વધુ ઉપયોગને કારણે ટ્રાફિક અને પ્રદુષણની સમસ્યાઓ વધી રહી છે. સરકારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ગ્રેડ સેપરેટર અને ફ્લાયઓવર બાંધ્યા છે. સૌપ્રથમ ફ્લાયઓવર જેમીની ફ્લાયઓવર છે જે 1973માં પ્રખ્યાત રોડ અન્ના સલાઈખાતે બાંધવામાં આવ્યો હતો.[99][100]
ઢાંચો:Mainarticle
ચેન્નઈમાં અખબારનું પ્રકાશન કરવાની શરૂઆત 1785માં સાપ્તાહિક ધ મદ્રાસ કુરીયર દ્વારા થઈ હતી.[101] આ બાદ 1795માં ઘણા સાપ્તાહિકો જેવા કે ધ મદ્રાસ ગેઝેટ અને ધ ગવર્ન્મેન્ટ ગેઝેટ શરૂ થયા હતા. 1836માં ધ સ્પેક્ટેટર નું પ્રકાશ કરવામાં આવ્યું, જે ભારતીય માલિકી ધરાવતું અંગ્રેજી ભાષાનું પ્રથમ અખબાર હતું. આ અખબાર 1853માં શહેરનું પ્રથમ દૈનિક અખબાર બન્યું હતું.[102] પ્રથમ તમિળ અખબાર 1899માં સ્વદેશમિત્રન શરૂ થયું હતું. [101]
ચેન્નઈમાંથી પ્રકાશિત થતા મુખ્ય અંગ્રેજી અખબારોમાં ધ હિન્દુ , ધ ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસ , ધ ડેક્કન ક્રોનિકલ અને ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા નો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ચેન્નઈમાં અખબાર શરૂ કર્યું છે. જ્યારં સાંધ્ય દૈનિકોમાં ધ ટ્રિનીટી મિરર અને ધ ન્યુઝ ટુડે નો સમાવેશ થાય છે. 2004માં ધ હિન્દુ શહેરનું સૌથી વધુ વંચાતું અંગ્રેજી અખબાર બન્યું હતું. હિન્દુનું તે વખતે દૈનિક વેચાણ 267,349 હતું.[103] જ્યારે ચેન્નઈમાંથી પ્રસિદ્ધ થતા અન્ય વ્યાપાર દૈનિક અખબારોમાં ધ ઈકોનોમીક ટાઈમ્સ , ધ હિન્દુ બિઝનેશ લાઈન , બિઝનેશ સ્ટાન્ડર્ડ અને ધ ફાયનાન્સિયલ એક્સપ્રેસ નો સમાવેશ થાય છે.
મુખ્ય દૈનિક અખબારોમાં દિના થાનથી , દિનાકરન , દિના મની , દિના મલાર , તમિળ મુરાસુ , મક્કાલ કુરાલ અને મલાઈ મલાર અને અન્ય તેલુગુ દૈનિકોમાં ઈનાડુ, વાર્તા, આંધ્ર જ્યોતિ અને સાક્ષીનો સમાવેશ થાય છે.[104] જ્યારે સામૂહિક અખબારોમાં ધ અન્નાનગર ટાઈમ્સ અને ધ અધ્યાર ટાઈમ્સ ચોક્કસ વિસ્તારો માટે પ્રસિદ્ધ થાય છે. ચેન્નઈમાંથી પ્રસિદ્ધ થતા સામાયિકોમાં આનંદા વિકટન , કુમુદમ , કલ્કી , કુંગુમાન , "થુગ્લક",સ્વામી (તેલુગુ સામાયિક) , ફ્રન્ટલાઈન અને સ્પોર્ટસ્ટાર નો સમાવેશ થાય છે.
દુરદર્શન ચેન્નઈમાં બે ટરેસ્ટ્રિઅલ ટેલિવિઝન ચેનલ અને બે સેટેલાઈટ ટેલિવિઝન ચેનલ તેના 1974માં સ્થાપવામાં આવેલા ચેન્નઈ સેન્ટર પરથી ચલાવે છે. ખાનગી સેટેલાઈટ ચેનલોમાં સન ટીવી, રાજ ટીવી,ઝી તમિળ સ્ટાર વિજય, જયા ટીવી, મક્કલ ટીવી, વસંથ ટીવી અને કલાઈગર ટીવીનું ચેન્નઈમાંથી પ્રસારણ થાય છે. સન નેટવર્ક ભારતનું સૌથી મોટી બ્રોડકાસ્ટીંગ કંપનીઓમાંની એક છે, જેનું વડું મથક ચેન્નઈમાં છે. એસસીવી(SCV) અને હાથવે અહીંના મુખ્ય કેબલ ટીવી સર્વિસ કેબલ પ્રોવાઈડર છે, તો ડિરેક્ટ ટુ હોમ (ડીટીએસ(DTH)) સેવા અહીં ડીડી ડિરેક્ટ પ્લસ, ડિશ ટીવી, ટાટા સ્કાય, સન ડિરેક્ટ ડીટીએસ(DTH), રીલાયન્સ બીગ ટીવી અને ડિજિટલ ટીવી(એરટેલ-ભારતી) પુરી પાડે છે.[105][106] ચેન્નઈ ભારતનું પ્રથમ એવું શહેર હતું, જેણે કેબલ ટીવી માટે કન્ડીશનલ એક્સેસ સિસ્ટમનો અમલ કર્યો હતો. [107] 1930માં સ્થાપવામાં આવેલા રીપ્પોન બિલ્ડીંગ કોમ્પલેક્ષમાંથી રેડીયોનં પ્રસારણ શરૂ થયું હતું, જે બાદમાં 1938માં ઓલ ઈન્ડિયા રેડીયો ખાતે લઈ જવામાં આવ્યું હતું. [101] શહેરમાં બે એમએમ(AM) અને 10 એફએમ(FM) રેડિયો સ્ટેશન છે, જેનું અન્ના યુનિવર્સિટી, ઓલ ઈન્ડિયા રેડિયો અને અન્ય ખાનગી બ્રોડકાસ્ટરો દ્વારા પ્રસારણ કરવામાં આવે છે.[108]
ઢાંચો:Mainarticle
ચેન્નઈની શાળાઓ મોટાભાગે તમિળનાડુ સરકાર અથવા ખાનગી સંચાલકો દ્વારા ચલાવવામાં આવે છે. કેટલીક સંસ્થાઓ કેન્દ્ર સરકાર દ્વારા પણ ચલાવવામાં આવે છે. [109] અહીં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી અથવા તમિળ હોય છે. મોટાભાગની શાળાઓ ધોરણ 10ની પરીક્ષાઓ આયોજીત કરતા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંકળાયેલા તમિળનાડુ સ્ટેટ બોર્ડસાથે જોડાયેલી હોય છે.[110] જ્યારે કેટલી શાળાઓ એન્ગલો ઈન્ડિય બોર્ડ અથવા મોન્ટેસોરી પદ્ધતિની ઈન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE) બોર્ડ સાથે સંકળાયેલી હોય છે. શાળામાં ત્રણ વર્ષની ઉંમરે બાળકોને પ્રવેશ આપવામાં આવે છે, જ્યાં બે વર્ષ તેને બાલમંદિરમાં ભણાવવામાં આવે છે. ત્યારે બાદ પ્રાથમિક ધોરણમાં તે 10 વર્ષ ભણે છે અને બાદમાં તે માધ્યમિક શિક્ષણ મેળવે છે. આ બાદ વિદ્યાર્થીને ઉચ્ચ માધ્યમિક શિક્ષણના બે વર્ષ વિજ્ઞાન અથવા વાણિજ્ય પ્રવાહમાં ભણવા પડે છે. આ બાદ જ તે વ્યવસાયિક અથવા સામાન્ય કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે. [111][112] શહેરમાં 1,389 શાળાઓ છે, જેમાંથી 731 પ્રાથમિક, 232 માધ્યમિક અને 426 ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે. [113]
ઈન્ડિયન ઈસ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી મદ્રાસ (આઈઆઈટી મદ્રાસ(IIT Madras), ધ કોલેજ ઓફ એન્જિનિયરિંગની સ્થાપના 1794માં કરવામાં આવી હતી. મદ્રાસ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીની સ્થાપના 1949માં કરવામાં આવી હતી, જે શહેરમાં એન્જિનિયરિંગ ક્ષેત્રમાં અભ્યાસ માટે જાણીતી છે. મોટાભાગની એન્જિનિયરિંગ કોલેજો અન્ના યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. મદ્રાસ મેડિકલ કોલેજ(MMC), સ્ટેન્લી મેડિકલ કોલેજ (SMC), કિપાઉક મેડિકલ કોલેજ અને શ્રી રામચંદ્ર મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (SRMC) શહેરની નોંધપાત્ર તબીબી કોલેજો છે.
વિજ્ઞાન, આર્ટ અને વાણિજય પ્રવાહની કોલેજો યુનિવર્સિટી ઓફ મદ્રાસ સાથે જોડાયેલી હોય છે, આ યુનિવર્સિટી શહેરમાં ત્રણ કેમ્પસ ધરાવે છે. કેટલીક કોલેજો જેમ કે મદ્રાસ ક્રિસ્ટીયન કોલેજ, લોયલા કોલેજ અને ધ ન્યુ કોલેજ સ્વાયત્ત શૈક્ષણિક સંસ્થાઓ છે. શહેરમાં સંશોધન સંસ્થાઓની સારી એવી હાજરી છે, જેમ કે સેન્ટ્રલ લેધર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (CLRI), સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (CEERI) અને ઈન્સ્ટીટ્યુટ ફોર ફાયનાન્સિયલ મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ (IFMR).કોન્નેમારા પબ્લિક લાયબ્રેરી ચાર નેશનલ ડિપોઝીટરી સેન્ટરમાંની એક છે, જ્યાં ભારતમાંથી પ્રસિદ્ધ થતા બધા જ અખબારો અને પુસ્તકોની એક નકલ મેળવવામાં આવે છે.[114] તેને યુનેસ્કો (UNESCO) માહિતી કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.[115]
|
ઢાંચો:Mainarticle
ક્રિકેટ અહીંની સૌથી લોકપ્રિય રમત છે.[116] એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (MAC), ચેપોક એ ભારતના સૌથી જુના સ્ટેડીયમો પૈકીનું એક છે.[117] આઈઆઈટી (IIT) મદ્રાસ કેમ્પસ માં આવેલું ચેમ્પ્લાસ્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ પ્રથમ કક્ષાની ક્રિકેટ મેચો યોજે છે. આ ઉપરાંત 2011ના વિશ્વ કપ માટે એક આધુનિક ક્રિકેટ સ્ટેડિયમ ચેન્નઈ નજીક બાંધવાનું આયોજન છે. શહેર તરફથી જાણીતા ક્રિકેટરોમાં ભૂતપૂર્વ ટેસ્ટ સુકાની એસ.વેંકટરાઘવન અને ક્રિસ શ્રીકાંત છે.[118][119] ચેન્નઈમાં આવેલી ક્રિકેટ ઝડપી બોલિંગ એકેડેમી એમઆરએફ(MRF) પેસ ફાઉન્ડેશનના કોચમાં બોબ સિમ્પસન અને ડેનિસ લીલી જેવાનો સમાવેશ થાય છે. [120][121] ચેન્નઈ ઈન્ડિયન પ્રિમિયર લીગની ક્રિકેટ ટીમ ચેન્નઈ સુપર કિંગસધરાવે છે. ચેન્નઈ ઈન્ડિયન ક્રિકેટ લીગની ટીમ ચેન્નઈ સુપરસ્ટાર્સ પણ ધરાવે છે. [122][123]
મેયર રાધાક્રિષ્ણન સ્ટેડીયમને ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા તેની આધુનિક સવગડોને કારણે વિશ્વમાં શ્રેષ્ઠ પૈકીનું એક સ્ટેડીયમ ગણાવ્યું છે. શહેર પ્રિમિયર હોકી લીગ (પીએચએલ(PHL))ની ચૈન્નાઈ વિરન્સ ટીમ ધરાવે છે. શહેરમાં હોકીની ઘણી ટુર્નામેન્ટો જેવી કે એશિયા કપ અને પૂરૂષો માટેની ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થાય છે. [124][125]
ચેન્નઈએ ઘણા લોકપ્રિય ટેનિસ ખેલાડીઓ આપ્યા છે જેમ કે વિજય અમૃતરાજ અને રમેશ ક્રિષ્ણન[126][127][128] તેમજ ચેન્નઈમાં એસોસિયેશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ (ATP), ચેન્નઈ ઓપન,[129] એટીપી(ATP) વર્લ્ડ ટૂર 250 સિરીઝનું આયોજન થાય છે, જે દેશની એકમાત્ર (ATP) ટુર્નામેન્ટ છે.
ફૂટબોલ અને એથ્લેટીક સ્પર્ધાઓનું આયોજન જવાહરલાલ નેહરૂ સ્ટેડીયમમાં થાય છે. અહીં વોલીબોલ, બાસ્કેટબોલ અને ટેબલ ટેનિસની રમતો પણ રમાય છે. જ્યારે વોટર સ્પોર્ટસનું આયોજન વેલચેરી એક્વાટીક કોમ્પલેક્ષ ખાતે થાય છે. ચેન્નઈમાં 1995માં દક્ષિણ એશિયન ગેમ્સ (SAF Games)નું આયોજન થયું હતું. [130]
ચેન્નઈ આઝાદી બાદથી ઓટો રેસિંગમાં પણ આગવું સ્થાન ધરાવે છે. મોટર રેસિંગ ઈવેન્ટ માટે ઈરૂંગટ્ટુકોત્તાઈ ખાતે શ્રીપેરૂમ્બુદુર ટ્રેક બનાવવામાં આવ્યો છે.[131] જેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના આયોજન માટે કરવામાં આવે છે.[132] ઘોડદોડ પણ ગુઈન્ડી રેસ કોર્સ ખાતે યોજાય છે, જ્યારે રોવિંગ સ્પર્ધા મદ્રાસ બોટ કલબખાતે થાય છે. શહેરમાં 18 હોલ ધરાવતા બે ગોલ્ફના મેદાન છે. જેમાંકોસ્મોપોલિટન કલબ અને જીમખાના કલબનો સમાવેશ થાય છે, બન્નેની સ્થાપના 19મી સદીના અંતમાં થઈ હતી. ચેસની રમતનો વિશ્વ વિજેતા વિશ્વનાથ આનંદચેન્નઈમાં મોટો થયો છે.[133][134][135]
ચેન્નઈમાંથી અન્ય એથલેટ્સમાં શરથ કમલ [136] અને બે વખત કેરમ વિશ્વ વિજેતા મારીયા ઈરૂદયામનો સમાવેશ થાય છે.[137] શહેરમાં રગ્બી યુનિયનની ટીમ છે જેને ચેન્નઈ ચિત્તાહના નામે ઓળખાય છે. [138]
ચેન્નઈમાં હાલમાં રહેલા કોન્સ્યુલટ, એમ્બેસી, અને રાજદુતાલયોની યાદી:[139]
|
ચેન્નઈને વિશ્વના કેટલાક શહેરો સાથે ગાઢ સંબંધ છે.[140][141]
Country | City | State / Region | Since |
---|---|---|---|
United States | ચિત્ર:Sanantonioseal.jpeg San Antonio | Texas | ! style="background:white; color:black;" ! 2007 |
Germany | Frankfurt | Hesse | ! style="background:white; color:black;" ! 2005. |
Egypt | Cairo | Cairo Governorate | ! style="background:white; color:black;" ! 2000. |
United States | Denver | Colorado | ! style="background:white; color:black;" ! 1984 |
Russia | Volgograd | Volgograd Oblast | 1966 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.