ઈંગ્લેન્ડનું પાટનગર From Wikipedia, the free encyclopedia
લંડન (અંગ્રેજી: London) ઇંગ્લેન્ડનું પાટનગર અને બ્રિટનનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. તે થેમ્સ નદીને કિનારે વસેલું પ્રાચીન નગર છે. લંડનમાં ધણા ભારતીય મૂળનાં લોકો વસે છે જેમને બ્રિટીશ એશિયન તરીકે ઓળખવામાં આવે છે. લંડન શહેરને રોમન પ્રજા દ્વારા વસાવવામાં આવ્યું હતુ. કલા, વાણિજ્ય, શિક્ષણ, મનોરંજન, ફેશન, ફાઇનાન્સ, હેલ્થકેર, મીડિયા, વ્યાવસાયિક સેવાઓ, સંશોધન અને વિકાસ, પ્રવાસન અને પરિવહનમાં લંડન વિશ્વનું અગ્રણી શહેર છે. તે વિશ્વનું સૌથી મોટું નાણાકીય કેન્દ્ર છે.
લંડન, જેને ગ્રેટર લંડન તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઇંગ્લેન્ડના નવ પ્રદેશોમાંનું એક છે. અને કુલ ૧,૫૮૩ ચોરસ કિલોમીટર (૬૧૧ ચો માઈલ)ના વિસ્તારમાં પથરાયેલું છે. થેમ્સ નદી શહેરને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વિભાજીત કરે છે.
ગ્રેટર લંડનનો ચાળીસ ટકા હિસ્સો લંડન પોસ્ટ ટાઉન દ્વારા આવરી લેવામાં આવ્યો છે, જેમાં 'લંડન' પોસ્ટલ એડ્રેસનો એક ભાગ છે. લંડન ટેલિફોન એરિયા કોડ (૦૨૦) માં મોટા વિસ્તારનો સમાવેશ થાય છે, જો કે કેટલાક બાહ્ય જીલ્લાઓને બાકાત રાખવામાં આવે છે અને બહારના કેટલાક સ્થળો પણ સમાવવામાં આવેલ છે. ગ્રેટર લંડનની સીમા M25 મોટર વેને તય કરવામાં આવી છે.
લંડનમાં ભારતની જેમ જ અને બાકીના યુરોપના દેશોથી વિપરિત એવું રસ્તાની ડાબી બાજુએ વાહન ચલાવવાનું ચલણ છે. લંડનની જાહેર યાતાયાત સેવાઓ ટ્રાન્સપોર્ટ ફોર લંડન પૂરી પાડે છે, જેમાં ભૂગર્ભિય રેલ્વે, સ્તરિય રેલ્વે, બસ અને ટ્રામ સેવાઓનો સમાવેશ થાય છે.
Seamless Wikipedia browsing. On steroids.